Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર MLA દિવ્યેશ અકબરી,598 બાળકો સુપોષિત બન્યા:પોષણ અભિયાન હેઠળ 656 બાળકોને દત્તક લીધા

    2 days ago

    જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના કુપોષણ મુક્ત સમાજના અભિયાનને નોંધપાત્ર સફળતા મળી છે. જાન્યુઆરી 2023થી જૂન 2026 દરમિયાન 656 અતિ કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા, જેમાંથી 598 બાળકોને સુપોષિત બનાવવામાં સફળતા મળી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનકાળ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કુપોષણ મુક્ત અભિયાનથી પ્રેરિત થઈને, ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પોતાના જન્મદિવસ નિમિત્તે વિધાનસભા વિસ્તારના અતિ કુપોષિત બાળકોને દત્તક લેવાની પહેલ શરૂ કરી હતી. હાલમાં, ૧૫૫ બાળકોની વ્યક્તિગત દેખરેખ રાખવામાં આવી રહી છે. છેલ્લા સાડા ત્રણ વર્ષથી દર મહિને બાળકોને પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવે છે. ઋતુગત બદલાવો અને તબીબોની સલાહ મુજબ કીટમાં જરૂરી ફેરફારો કરીને બાળકોના આરોગ્યને અનુકૂળ પોષણયુક્ત ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવે છે. ધારાસભ્ય દિવ્યેશ અકબરી દર મહિને વ્યક્તિગત રીતે બાળકોના ઘરે જઈ કીટનું વિતરણ કરે છે. તેઓ વાલીઓ સાથે બાળકોના આરોગ્ય, વજન અને પોષણની સ્થિતિ અંગે ચર્ચા કરીને માર્ગદર્શન આપે છે. આ સતત દેખરેખ અને અનુસરણના પરિણામે કુપોષણ સામેની લડતમાં નોંધપાત્ર સફળતા મળી છે. આ વિશેષ અભિયાન અંતર્ગત આગામી સમયમાં પણ વધુ બાળકોને સુપોષિત બનાવવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવશે. કુપોષણમુક્ત જામનગરના સંકલ્પને સાકાર કરવા માટે કાર્ય કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું- દેશમાં નક્સલવાદ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે:આજે જેઓ બંધારણને હાથમાં હલાવે છે; નક્સલવાદી હિંસા ચરમસીમા પર હતી ત્યારે તેમના હાથ ધ્રૂજતા હતા
    Next Article
    8 AM Gujarati News LIVE | 8 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment