Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયર કેવા હોવા જોઈએ?, 'MLAએ કહ્યું- 'ગત ટર્મ જેવા નહીં':યોગેશ પટેલ બોલ્યા- 'ભાજપના કાર્યક્રમોમાં દેખાયા ન હોય એવી 3 પગપુરીઓ આ વખતે ઘૂસી ગઈ છે'

    12 hours ago

    વડોદરા શહેરમાં આજે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન,શાસક પક્ષના નેતા અને દંડક માટે નિરીક્ષકો સેન્સ લેવા માટે ભાજપ કાર્યકલ નમો કમલમ ખાતે આવ્યા હતા. આ સમયે યોગેશ પટેલ પણ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ સમયે મીડિયા સમક્ષ વાત કરતા ધારાસભ્ય યોગેશ પટેલે વોર્ડમાં જીતેલા આયાતી ઉમેદવારોને લઇને ફરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, વોર્ડ નં- 17,18 અને 19માં એક-એક પગપુરીઓ પેસી ગઈ છે. આવા લોકો ભાજપનું કશું જાણતા નથી અને એ ભાજપને ઘણુ નુકસાન કરે છે. આયાતી ઉમેદવારોની જીત પર આગવા અંદાજમાં કટાક્ષ કર્યો વડોદરાની માંજલપુર બેઠકના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, ઘણા લોકોને બાળક જન્મે ઘણી વખત કૂદીને ચાલતો હોય છે. ત્રણ વર્ષ-ચાર વર્ષ સુધી...ભાજપમાં પણ એવું જ છે. ક્યારેય ભાજપનું કામ ન કર્યું, ભાજપના કામમાં દેખાયો પણ ન હોય. અમારા નેતાઓ પણ કહે કે, આવા લોકોને ટિકિટ નહીં આપીએ. આવા ન ચાલતા લોકોની ઘરના બાધા રાખે છે કે, જો ચાલતો થશે તો પુરી મુકીશ. એને પગપુરી કહેવાય. શું કહેવાય પગપુરી... આવી કેટલીય પગપુરીઓ મારા વોર્ડમાં જ નહીં, વોર્ડ નં- 17,18 અને 19માં એક-એક પગપુરીઓ પેસી ગઈ છે. આવા લોકો ભાજપનું કશું જાણતા નથી અને એ ભાજપને ઘણુ નુકસાન કરે છે. વડોદરાના મેયર ગત ટર્મમાં હતા એવા ન હોવા જોઈએ- યોગેશ પટેલ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગઇ વખતે પણ આવી પગપુરીઓ પેસી ગયેલી અને એને પણ ભાજપને બહું નુકસાન કરેલું. આ વખતે પણ 3 પગપુરીઓ પેસી ગઇ છે. એ ઘણુ નુકસાન કરે છે. નામ તમારે શોધવાના છે. પણ આ પગપુરીઓ બધે જ છે. તમારા મતે મેયર કેવા હોવા જોઇએ તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, ગઇ વખતે હતા, એવા ન હોવા જોઇએ. ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પહેલા પણ યોગેશ પટેલે કહ્યું હતું કે, 'હારથી કોઈ આવે તો આપણે બધાએ લડવાનું છે, વિરોધ કરવાનો. જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે. આપણે બસો ભરીને પહોંચાડ્યા છે. પાર્ટીએ જે કહ્યું છે તે બધું આપણે કર્યું છે, જેથી આપણને ચાન્સ મળવો જોઈએ' તેમ છતાં પાર્ટીએ વોર્ડ બહારના ઉમેદવારોને ટિકીટ આપી હતી. જેથી ફરીએકવાર યોગેશ પટેલે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનિય છે કે, વડોદરા મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા શરૂ થઈ છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, દંડક તેમજ પક્ષના નેતાની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ નિમણૂક પ્રક્રિયા અંતર્ગત પ્રદેશના આગેવાનો દ્વારા વડોદરામાં સ્થિત નમો કમલમ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહીને સેન્સ લેવામાં આવી હતી. આ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે દુષ્યંત પંડયા, પૂર્વ મંત્રી માયાબેન કોડનાની અને પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયતમાં હોદ્દેદારો માટે પણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના હોદ્દેદારોની પસંદગી માટે વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, નવા ચૂંટાયેલા કાઉન્સિલરો, પ્રદેશ કારોબારી સભ્યો, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ સાંસદો પોતાના અભિપ્રાયો (સેન્સ) રજૂ કર્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'કિંગ'ના શૂટિંગમાં દીપિકાએ ₹23,000નો ડ્રેસ પહેર્યો:અડધી કિંમતે શોપિંગ કર્યું હોવાની ચર્ચા, પ્રેગ્નન્સીમાં પણ કામ કરી રહી છે એક્ટ્રેસ
    Next Article
    Ahmedabad Crime News LIVE | પ્રેમ લગ્ન બાદ વિવાદમાં આધેડની હત્યા | Jivrajpark | CCTV | Police | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment