Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ નેતાની હત્યામાં કર્ણાટક કોંગ્રેસ MLAને આજીવન કેદ:2016ના કેસમાં વિનય કુલકર્ણી સહિત 17ને સજા; CBIએ તપાસ કરી હતી

    5 days ago

    કર્ણાટકના ભાજપ નેતા યોગેશ ગૌડા ગૌદાર હત્યાકાંડમાં બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે શુક્રવારે કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિનય કુલકર્ણી સહિત 17 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે તમામ દોષિતો પર 30-30 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. કર્ણાટકના ધારવાડમાં 15 જૂન 2016ના રોજ ભાજપ નેતા અને જિલ્લા પંચાયત સભ્ય યોગેશ ગૌડાની તેમના જીમમાં હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં સ્થાનિક પોલીસે તપાસ કરી હતી, પરંતુ રાજકીય દબાણ અને આરોપોને કારણે 2019માં આ કેસ CBIને સોંપવામાં આવ્યો હતો. કોર્ટે 15 એપ્રિલે કોંગ્રેસ ધારાસભ્ય અને અન્ય 16 લોકોને ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને 120B (ગુનાહિત ષડયંત્ર) હેઠળ દોષિત ઠેરવ્યા હતા. સ્પેશિયલ જજ સંતોષ ગજાનન ભટ્ટે કહ્યું કે તમામ દોષિતોએ મળીને હત્યાનું ગુનાહિત ષડયંત્ર રચ્યું હતું. સજા બાદ કોંગ્રેસ ધારાસભ્યની સદસ્યતા જવાની શક્યતા આ કેસમાં કોંગ્રેસ ધારાસભ્યને મુખ્ય ષડયંત્રકાર માનવામાં આવ્યા હતા. કોર્ટના નિર્ણય બાદ કુલકર્ણીની વિધાનસભા સદસ્યતા પર પણ અસર પડી શકે છે, કારણ કે કાયદા મુજબ બે વર્ષ કે તેથી વધુ સજા મળવા પર જનપ્રતિનિધિ અયોગ્ય ઠરે છે. બે આરોપીઓને કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ છોડ્યા ધારાસભ્ય વિનય કુલકર્ણી ઉપરાંત આરોપીઓમાં વિક્રમ બેલ્લારી, કીર્તિ કુમાર, સંદીપ સાવદત્તી, વિનાયક કટગી, મહાબળેશ્વર હોંગલ ઉર્ફે મુદાકા, સંતોષ સાવદત્તી, દિનેશ એમ, એસ અશ્વથ, કેએસ સુનિલ, નઝીર અહેમદ, શાહનવાઝ, કે નૂતન, સી હર્ષિત, ચંદ્રશેખર ઇન્ડી ઉર્ફે ચંદ્રુ મામા, વિકાસ કલબુર્ગી અને ચન્નકેશવ તિંગરીકરનો સમાવેશ થાય છે. આરોપીઓમાં સામેલ બે વ્યક્તિઓ, વાસુદેવ રામા નીલેકાની અને સોમશેખર ન્યાયમગૌડાને પુરાવાના અભાવે નિર્દોષ છોડી દેવામાં આવ્યા. યોગેશ ગૌડા મર્ડર કેસની ટાઈમલાઈન
    Click here to Read More
    Previous Article
    શાહે કહ્યું- સરકારનો ઉદ્દેશ્ય 2029 થી મહિલા અનામતનો:સીમાંકનનો વિરોધ, SC-ST બેઠકોમાં વધારો કરવાનો વિરોધ; વિપક્ષે સમર્થન આપવું જોઈએ
    Next Article
    આસારામ આશ્રમ ભોંયભેગો થશે:લુખ્ખા ટપોરીઓની વાત કરી હર્ષ સંઘવી બગડ્યા, ભૂપતવાળી કરશો તો વીસાવદરવાળી કરવાની AAPની ધમકી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment