Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનું અમદાવાદમાં કતલખાનું બનાવવાનું વચન:MLA ખેડાવાલાનું નિવેદન, ભાજપે રાજકીય મુદ્દો બનાવી કતલખાનું રદ કરાવ્યું, 2 મહિનામાં જ ફરી મુદ્દો સળગ્યો

    22 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફરી સ્લોટર હાઉસનો મુદ્દો ઉઠ્યો છે. જમાલપુરમાં પેનલની જીત બાદ સ્લોટર હાઉસ(કતલખાનું) બનાવવાનું કોંગ્રેસે નાગરિકોને વચન આપ્યું છે. સ્લોટર હાઉસ બનાવવા માટેની અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે મંજૂરી આપી હોવાનો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ દાવો કર્યો છે. પરંતુ ભાજપના નેતાઓએ ખોટી રીતે રાજકીય મુદ્દો બનાવી સ્લોટર હાઉસ રદ કરાવ્યું હોવાનો ખેડાવાલાએ આક્ષેપ કર્યો છે. 2 મહિનામાં જ ફરી સ્લોટર હાઉસનો મુદ્દો સળગ્યો છે. ભાજપના નેતાઓ પાસે વિકાસનો કોઈ મુદ્દો ન હોવાનો કોંગ્રેસે દાવો કર્યો ઉમેદવારોની જાહેરાત થયા બાદ કોંગ્રેસમાં કકળાટ ચાલી રહ્યો હતો. પરંતુ ગઈકાલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મિટિંગ કરી કાર્યકર્તાઓની નારાજગી દૂર કરી છે. જેથી હવે તમામ કાર્યકર્તા એકસાથે આવીને કોંગ્રેસની પેનલને જીતાડવા માટે કામે લાગ્યા છે. જમાલપુરમાં કોંગ્રેસની પેનલ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં આવતી હોવાથી સ્લોટર હાઉસની જરૂર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનની વાત કરનાર ભાજપના નેતાઓને પણ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આડે હાથ લીધા છે. ભાજપના નેતાઓ પાસે વિકાસનો કોઈ મુદ્દો ન હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાન અને ચિકનની લારીઓ બંધ કરાવી લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. '30 વર્ષથી ભાજપનું શાસન, છતાં લોકો ઉમેદવારોને વિસ્તારમાં આવવા દેતા નથી' જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, નાગરિકોની રજૂઆત સાંભળવા પણ કોઈ તૈયાર નથી. 30 વર્ષથી ભાજપનું શાસન છે છતાં ચૂંટણી દરમિયાન નાગરિકો ભાજપના ઉમેદવારોને વિસ્તારમાં જવા દેતા નથી. કોંગ્રેસને ગુજરાતની પ્રજાના આશીર્વાદ મળવાના છે. જમાલપુરમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ અનેક વિકાસના કામ કર્યા છે. કોર્પોરેટર હતો ત્યારે અને ધારાસભ્ય છું ત્યારે પણ લોકોના મુદ્દા સરકાર સામે ઉઠાવુ છું. આ ચૂંટણીમાં અમે કોઈ વાદવિવાદમાં પડવા માંગતા નથી. રોજ લોકોને ચોખ્ખું પાણી મળવું જોઈએ, સારા રોડ હોય, ગાર્ડન હોય સહિતની વ્યવસ્થા અમે પૂરી કરી છે. આ પણ વાંચો: બજેટ બેઠકમાં સ્લોટર હાઉસનો મુદ્દો ગરમાયો 'ભાજપના લોકોએ રાજકીય મુદ્દો બનાવીને સ્લોટર હાઉસને રદ કરાવ્યું' સ્લોટર હાઉસ બનાવવાની વાત સાથે ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, અમારી રજૂઆત હતી કે જમાલપુરનું સુપ્રસિદ્ધ મંદિર જગન્નાથ મંદિર આવેલું છે ત્યારે બીજી તરફ ગીતા મંદિર આવેલું છે. જેની વચ્ચે સ્લોટર હાઉસ આવેલું છે અને તે દૂર કરવામાં આવે અને અન્ય સ્થળે તેને શિફ્ટ કરવામાં આવે. બહેરામપુરા વિસ્તારમાં પ્લોટ પણ ખાલી કરાવીને કોર્પોરેશનને આપ્યો હતો જે જગ્યા પર સ્લોટર હાઉસ બનાવવા માટેની વાત કરવામાં આવી હતી. પરંતુ ભાજપ એ ખોટો મુદ્દો બનાવીને તેને રદ કરાવી દીધું હતું. આ પણ વાંચો: ભાજપના જૈન ધારાસભ્ય અને પૂર્વ મેયરે વિરોધ કર્યો હતો; 32 કરોડના ખર્ચે જૂનું કતલખાનું બંધ કરી નવું બનાવવાની યોજના હતી 'કૌશિક જૈન પાસે ચિકનની લારીઓ બંધ કરાવવા સિવાય બીજો કોઈ મુદ્દો નથી' ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, આવનાર સમયમાં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક ગેમ્સ આવી રહી છે. ઇન્ટરનેશનલ લોકો અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ અમદાવાદ આવશે. ત્યારે તે લોકોને જે પ્રમાણેનું ફૂડ જોઈએ તે પ્રમાણેનું ફૂડ આપવું હોય તો આ પ્રકારની તમામ સુવિધાઓ કરવી જરૂરી છે. તેમજ અત્યારે ભાજપ પાસે કોઈ મુદ્દો રહ્યો નથી. ખેડાવાલાએ વધુમાં કહ્યું કે, પૂર્વ ધારાસભ્ય કહે છે કે ખાડિયા પાકિસ્તાન બની જશે, અમિત શાહ કહે છે કે જમાલપુર જુહાપુરા બની જશે તેવી વાતો ભાજપના નેતાઓ કરી રહ્યા છે. અમિત ઠાકર ફતેવાડીને જંગલેશ્વર કહે છે. કૌશિક જૈન પાસે ચિકનની લારીઓ-દુકાનો બંધ કરાવવા સિવાય બીજો કોઈ મુદ્દો નથી. જેથી અમે ફક્ત અને ફક્ત વિકાસની વાતો કરી છીએ જેથી પ્રજાને જે જોઈએ છે તે આપવાની અમે ખાતરી આપીએ છીએ. 'જમાલપુરમાં આધુનિક સ્લોટર હાઉસ બનાવવા કોંગ્રેસનો પ્રયાસ રહેશે' જમાલપુર કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખે જણાવ્યું હતું કે, જમાલપુરમાં સ્લોટર હાઉસ મંજૂર કરવામાં આવ્યું હતું. પોલિટિકલ એજન્ડાના ભાગરૂપે સ્લોટર હાઉસ કેન્સલ થયું હતું. જમાલપુરમાં આધુનિક સ્લોટર હાઉસ બનાવવા કોંગ્રેસનો પ્રયાસ રહેશે. બહાર આવતા લોકોને સરળતા રહે તે માટે વ્યવસ્થા કરીશું. અમે ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈને અને ચૂંટણી લડી રહ્યા છીએ. જ્યાં સુધી કટકી ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટ આપવામાં આવતો નથી. આ પણ વાંચો: અમદાવાદમાં નવા સ્લોટર હાઉસનો વિવાદ ને જૂનું બિલ્ડિંગ જર્જરિત 'કોંગ્રેસનો સફાયો થવાનું નક્કી છે' ઇમરાન ખેડાવાલાના સ્લોટર હાઉસ મુદ્દે પ્રતિક્રિયા આપતા દરિયાપુરના MLA કૌશિક જૈને જણાવ્યું હતું કે, જમાલપુર ખાડિયા, દરિયાપુર, શાહપુર અને બહેરામપુરામાં કોંગ્રેસનો સફાયો થવાનું નક્કી છે. સીટી વિસ્તારમાં દરેક વોર્ડમાં ભાજપ જીતવાનું છે એ એમની વાત ઉપરથી નક્કી થઈ ગયું છે. ગેરકાયદેસર ચાલતા કતલખાના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી મારી વાત છેલ્લા ત્રણ વર્ષથી છે અને તેની ઉપર કાર્યવાહી પણ થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    કપરાડામાં પીકઅપ પલટી જતા 6 લોકોના મોત:28 લોકો સવાર હતા, આણું વાળવા જતા પરિવારને અકસ્માત નડ્યો, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
    Next Article
    Rain Forecast LIVE | ગુજરાતમાં ચોમાસાંને લઈને ચિંતાજનક આગાહી | Weather Update | Gujarat Monsoon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment