Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડબ્રહ્મા-અસારવા MEMU ટ્રેન સેવા શરૂ:વડાપ્રધાને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી, પરિવહન સુવિધામાં વધારો

    2 days ago

    સાબરકાંઠા જિલ્લામાં રેલવે ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. ખેડબ્રહ્માથી અસારવા સુધી હિંમતનગર વાયા નવી મેમુ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી આ ટ્રેન સેવાને લીલી ઝંડી આપી હતી. નવી બ્રોડગેજ ઇલેક્ટ્રિક રેલવે લાઇન તૈયાર થયા બાદ આ માર્ગ પર ટ્રેન દોડતી થઈ છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં મુસાફરોએ ટ્રેનમાં મુસાફરી કરી હતી, જે દર્શાવે છે કે લોકોમાં આ સેવા પ્રત્યે ઉત્સાહ છે. ખેડબ્રહ્માથી અસારવા તરફ પ્રથમ ટ્રેન રવાના થઈ તે પ્રસંગે ખેડબ્રહ્મામાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને વાવ-થરાદથી વર્ચ્યુઅલ સંબોધન પણ કર્યું હતું. આ નવી રેલવે સેવા ખાસ કરીને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. નાના અંબાજી જતા યાત્રાળુઓ માટે પણ આ સેવા સુવિધાજનક બનશે. આ ટ્રેન સેવા શરૂ થવાથી પરિવહન સુવિધામાં વધારો થશે અને વિસ્તારના આર્થિક તથા સામાજિક વિકાસને ગતિ મળશે. આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાદું, રેલવેના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ખેડબ્રહ્માના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ખેડબ્રહ્માથી હિંમતનગર તરફ પ્રસ્થાન કરતી મેમુ ટ્રેનને રસ્તામાં ગ્રામજનોએ ઉત્સાહભેર વધાવી લીધી હતી. ખેડબ્રહ્મા બાદ આ ટ્રેન ઇડર અને જાદર સ્ટેશન પર પણ ઉભી રહી હતી.
    Click here to Read More
    Previous Article
    રેલવે ડબલિંગ પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદીએ ઈ-લોકાર્પણ કર્યું:રૂ.257 કરોડના ખર્ચે કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત
    Next Article
    8 PM Gujarati News LIVE | ગુજરાતના 8 વાગ્યાના તમામ મહત્વના સમાચાર | Weather Updates |News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment