Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોટક બેંકના MD-CEOનું પદ છોડશે અશોક વાસવાણી:ડિસેમ્બર 2026 પછી ફરીથી તેમની નિમણૂક થશે નહીં; બોર્ડે નવા CEOની શોધ શરૂ કરી

    9 hours ago

    કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અશોક વાસવાણી 31 ડિસેમ્બર 2026ના રોજ તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ પદ છોડશે. બેંકે સ્ટોક એક્સચેન્જને આ અંગે જાણ કરી. બેંકે જણાવ્યું કે વાસવાણીએ અંગત કારણોસર ફરીથી નિમણૂક ન લેવાનો નિર્ણય કર્યો છે. બેંકના બોર્ડે તેમના આ નિર્ણયનું સન્માન કરતા નવા MD અને CEOની નિમણૂક પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વાસવાણીએ બોર્ડને નિર્ણય વિશે જાણ કરી કોટક મહિન્દ્રા બેંકે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે અશોક વાસવાણીએ બોર્ડને તેમના નિર્ણય વિશે જાણ કરી દીધી છે. તેઓ તેમનો વર્તમાન કાર્યકાળ પૂરો થયા પછી ફરીથી આ પદ પર રહેવા માંગતા નથી. બોર્ડે આજે યોજાયેલી તેમની બેઠકમાં તેમના નિર્ણયને સ્વીકારી લીધો. નવા MD અને CEOની નિમણૂકની પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરી લેવામાં આવશે. ઉદય કોટકના રાજીનામા બાદ સંભાળી હતી કમાન બ્રિટિશ બેંક બાર્કલેઝના પૂર્વ એક્ઝિક્યુટિવ અશોક વાસવાણીને અબજોપતિ બેંકર ઉદય કોટક દ્વારા સપ્ટેમ્બર 2023માં રાજીનામું આપ્યા બાદ આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વાસવાણીએ 1 જાન્યુઆરી 2024ના રોજ 3 વર્ષના કાર્યકાળ માટે કાર્યભાર સંભાળ્યો હતો, જેને ઓક્ટોબર 2023માં ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ગ્લોબલ બેંકિંગમાં 35 વર્ષથી વધુનો અનુભવ બાર્કલેઝનું ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કર્યું બાર્કલેઝમાં વાસવાણીએ બાર્કલેઝ યુકેના CEO તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમણે બેંકના ગ્લોબલ કન્ઝ્યુમર, પ્રાઈવેટ, કોર્પોરેટ અને પેમેન્ટ્સ બિઝનેસની કમાન સંભાળી, જ્યાં તેમણે ટેકનોલોજી આર્કિટેક્ચરને રીડિઝાઈન કરીને બેંકનું ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કર્યું. સિટીગ્રુપમાં તેઓ એશિયા-પેસિફિક કન્ઝ્યુમર બેન્કિંગના CEO હતા. તેઓ લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રુપ, વિઝા અને એસપી જૈન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચના બોર્ડમાં પણ સામેલ રહી ચૂક્યા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી પણ છે વાસવાણી અશોક વાસવાણી કોમર્સ ગ્રેજ્યુએટ હોવા ઉપરાંત એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અને કંપની સેક્રેટરી (CS) પણ છે. તેમણે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસમાંથી એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પણ પૂર્ણ કર્યું છે. વર્તમાનમાં વાસવાણી ઉપરાંત કોટક બેંકની સિનિયર લીડરશિપમાં ત્રણ હોલ ટાઈમ ડિરેક્ટર્સ- અનૂપ કુમાર સાહા, જયદીપ હંસરાજ અને પરિતોષ કશ્યપ સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    Venezuela Earthquake Update: मलबे में दबी मासूमों की चीख, बढ़ी मृतकों की संख्या | Venezuela Bhukamp
    Next Article
    ચાપલુસ AIને સંસ્કારી બનાવવા ફિલોસોફીની ટ્રેનિંગ!:સોક્રેટિસ અને કાન્ટના વિચારોથી AIનો મતિભ્રમ રોકાશે; એન્થ્રોપિકે ઘડ્યું 78 પાનાનું 'બંધારણ'

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment