Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ MD ડ્રગ્સ કેસમાં વધુ બે આરોપી ઝડપાયા:કુલ ધરપકડ 9 થઈ; આકાશ અને અભયે પોતાના સેવન માટે ઓનલાઈન અને રોકડેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાનું કહ્યું

    1 day ago

    પાટણ શહેરમાં માદક દ્રવ્યોના ખરીદ-વેચાણ અને સેવનની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. ગત તારીખ 7/9/2026ના રોજ પાટણના રાજકાવાડો, નિશાળની પોળ ખાતે રહેતી 34 વર્ષીય મહિલા આરોપી ફિરોઝાબાનુ ઈરફાન અલી ઉર્ફે ધોની ઈમ્તિયાઝ સૈયદ રૂ. 2,34,900ની કિંમતના 78.300 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપાઈ હતી. આ કેસની તપાસ કરી રહેલી પાટણ એ ડિવિઝન પોલીસે તારીખ 19/11/2026ના રોજ વધુ 2 આરોપીઓ આકાશ ઉર્ફે જીમી પ્રહલાદભાઈ સેવંતીલાલ દરજી અને અભય ઉર્ફે પ્રણવ પ્રવીણભાઈ ડાભીની ધરપકડ કરતા આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક 9 પર પહોંચ્યો છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓની કબૂલાત તાજેતરમાં પકડાયેલા બંને આરોપીઓની પોલીસ પૂછપરછમાં મહત્વની વિગતો સામે આવી છે. આકાશ ઉર્ફે જીમી અને અભય ઉર્ફે પ્રણવે કબૂલાત કરી હતી કે તેઓને MD ડ્રગ્સ ખાવાની ટેવ હોવાથી તેઓએ મુખ્ય આરોપી ફિરોઝાબાનુ અને તેના પતિ ઈરફાન પાસેથી માત્ર પોતાના સેવન માટે જ ડ્રગ્સ ખરીદ્યું હતું અને તેઓ તેનું વેચાણ કરતા ન હતા. આ બંને આરોપીઓ તારીખ 7/9/2026ના રોજ પાટણમાં ફિરોઝાબાનુના ઘરે ડ્રગ્સ ખરીદવા ગયા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. કોર્ટે બંને આરોપીઓની રિમાન્ડ અરજી નામંજૂર કરી પાટણના મેજિસ્ટ્રેટ એન. વી. પઠાણે બંને આરોપીઓની રિમાન્ડ અરજી પર સુનાવણી કરતા નોંધ્યું હતું કે આ તપાસ નશીલા પદાર્થ ડ્રગ્સના ગંભીર મામલાની છે, જે સમાજમાં ખૂબ જ દૂષિત છે અને તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. જોકે, હાલની સ્થિતિએ આરોપીઓનો રોલ જોતા તેઓ માદક પદાર્થ વેચાણથી લાવતા હોવાનું અને તેઓ તેનો ધંધો કે વેચાણ કરતા ન હોવાનું જણાવેલ છે. આ ઉપરાંત, આ કેસમાં તમામ મુદ્દામાલ રિકવર થઈ ગયો હોવાનું અને પોલીસ તપાસ દરમિયાન આરોપીઓની હાજરી જરૂરી હોય તેવું એક પણ કારણ રિમાન્ડની રજૂઆતમાં ન હોવાનું જણાવી કોર્ટે બંને આરોપીઓની રિમાન્ડ અરજી નામંજૂર કરી હતી. અત્યાર સુધીમાં ઝડપાયેલા કુલ 9 આરોપીઓની વિગત આ સમગ્ર ડ્રગ્સ પ્રકરણમાં પોલીસે તબક્કાવાર કાર્યવાહી કરીને નીચે મુજબના 9 આરોપીઓની ધરપકડ કરી છે:
    Click here to Read More
    Previous Article
    कनाडा में वॉलमार्ट के बाहर भारतीय मूल के दंपति की गोली मारकर हत्या, पुलिस ने कही ये बड़ी बात
    Next Article
    ઈવનગર રોડ અને મેંદરડા મુખ્ય રસ્તા પર બે સિંહો.:જૂનાગઢના ઈવનગર રોડ અને મેંદરડા મુખ્ય માર્ગ પર બે સિંહોની લટાર: ટ્રાફિક વચ્ચે જંગલ તરફ જવા બેબાકળા બન્યા, લોકોમાં ભયનો માહોલ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment