Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ MD ડ્રગ્સ કેસમાં કડક ચુકાદો:આરોપીને 15 વર્ષની સખત કેદ, રૂ.2 લાખનો દંડ

    6 hours ago

    ભરૂચમાં વર્ષ 2022માં નોંધાયેલા MD ડ્રગ્સ કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પી.એમ.સોનીની કોર્ટે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલને દોષિત ઠેરવી 15 વર્ષની સખત કેદ અને રૂ.2 લાખનો દંડ ફટકાર્યો છે. આ ચુકાદાથી નશીલા પદાર્થોના કારોબારમાં સંકળાયેલા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ SOG ટીમના હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ ચાવડાને બાતમી મળી હતી. બાતમી મુજબ, જંબુસર બાયપાસ રોડ પર આવેલી નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતો સલમાન મુસ્તાક પટેલ મુંબઈથી MD ડ્રગ્સનો જથ્થો લઈને ભરૂચ રેલવે સ્ટેશન નજીક મોફેસર જીન કમ્પાઉન્ડ વિસ્તારમાં આવવાનો હતો. આ માહિતીના આધારે SOG ટીમે વોચ ગોઠવી હતી. સલમાન સ્થળ પર પહોંચતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી 99 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે રૂ.9.90 લાખ હતી. પોલીસે આ કેસમાં ઇમરાન સોકત ખીલજી નામના અન્ય આરોપીની પણ ધરપકડ કરી હતી અને એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ જે.જે. પરમાર દ્વારા મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી. કોર્ટમાં 20થી વધુ સાક્ષીઓ અને પુરાવાઓના આધારે આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને 15 વર્ષની સખત કેદ ઉપરાંત રૂ.2 લાખનો દંડ ફટકાર્યો છે. દંડ નહીં ભરવામાં આવે તો વધુ એક વર્ષની સજા ભોગવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. આ ચુકાદાને ડ્રગ્સ વિરુદ્ધ કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આણંદમાં જિલ્લા સંકલન બેઠક યોજાઈ:કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પ્રજાના પ્રશ્નોના નિકાલ પર ભાર મૂક્યો
    Next Article
    વડોદરામાં ઉનાળામાં મફત છાશ વિતરણ:રાજપીપળા મિત્ર મંડળ અને રેવાપાર્ક યોગ પરિવાર દ્વારા સેવાકીય કાર્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment