Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MBBSના ગુમ વિદ્યાર્થીનો 10 દિવસથી કોઈ પત્તો નહીં:છેલ્લે માતા સાથે વાત કર્યા બાદ ફોન સ્વિચ ઓફ, દીકરાને શોધવા પરિવારની રઝળપાટ; વડોદરાથી રાજસ્થાન સુધી શહેરો ખુંદ્યા

    10 hours ago

    વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો અને બોયઝ હોસ્ટેલમાં રહેતો 21 વર્ષનો સ્ટુડન્ટ ગુમ થઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં રહેતા માતા-પિતા સહિતના પરિવારજનો છેલ્લા 10 દિવસથી દીકરાની શોધખોળ કરી રહ્યા છે. પરિવારજનો વડોદરા, અમદાવાદ, ગોધરા અને રાજસ્થાનના કોટા સહિતના શહેરોમાં રઝળપાટ કરી પરંતુ હજુ સુધી દીકરાનો કોઈ પત્તો લાગ્યો નથી. 27 એપ્રિલે માતાની પુત્ર સાથે છેલ્લી વાર વાત થઈ હતી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં રહેતો વિદ્યાર્થી વડોદરાની બરોડા મેડિકલ કોલેજમાં MBBSના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થી 26 એપ્રિલના રોજ તેના ઘરેથી વડોદરા આવ્યો હતો. તે દિવસે તેને પિતાને ફોન કરીને કહ્યું હતું કે, હું વડોદરા પહોંચી ગયો છું. 27 એપ્રિલના રોજ પણ માતાને પુત્ર સાથે છેલ્લી વાર વાત થઈ હતી. જોકે ત્યારબાદ તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે, જેના કારણે પરિવાર ચિંતિત બન્યો હતો. છેલ્લા 10 દિવસથી વિદ્યાર્થીનો કોઈ પત્તો લાગ્યો નથી પરિવારજનોએ વડોદરા આવી વિદ્યાર્થીના હોસ્ટેલમાં ચેક કરતા તેના રૂમને લોક જોવા મળ્યું હતું. તેને મિત્રો અને ઓળખીતાઓ પાસેથી પણ કઈ માહિતી મળી નથી. વિદ્યાર્થી છેલ્લે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ સામે આવેલા SBIના ATM પર પૈસા ઉપાડતો જોવા મળ્યો હતો. વિદ્યાર્થી આઠમાં સેમેસ્ટરમાં ATKT ધરાવતો હતો. જેના વિશે પરિવારને વડોદરા કોલેજમાં આવ્યા બાદ ખબર પડી હતી. છેલ્લા કેટલાક દિવસોથી પરિવારજનો વડોદરા શહેરમાં વિવિધ સ્થળો સહિત રાજસ્થાનના કોટા જઈને તપાસ કરી, ત્યાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના સ્થળોએ CCTV ચેક કર્યા પણ કોઈ પત્તો લાગ્યો નથી. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતના CCTV ચેક કર્યા વિદ્યાર્થીના પિતાના કહેવા પ્રમાણે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. રાવપુરા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ એમ.ડી જોજા તપાસ કરી રહ્યા છે. તેઓએ વડોદરા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતના CCTV ચેક કર્યા છે. આ ઉપરાંત કોલ ડિટેઇલ્સ પણ ચેક કરવામાં આવી રહી છે. જોકે, વિદ્યાર્થીનો મોબાઈલ સતત બંધ આવી રહ્યો છે. 'દીકરા જ્યાં હોય ત્યાંથી ઘરે પાછો આવી જા' વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે, અમે મારા દીકરાને શોધી રહ્યા છીએ. પોલીસનો પણ સપોર્ટ મળી રહ્યો છે. પરંતુ હજી મારા દીકરાનો કોઈ પત્તો લાગ્યો નથી. હું ફરી મારા દીકરાને કહું છું કે, દીકરા જ્યાં હોય ત્યાંથી ઘરે પાછો આવી જા, ઘરે બધા ચિંતામાં છે.
    Click here to Read More
    Previous Article
    હવાઈ મુસાફરોને ભારે હાલાકી પડશે:આવતીકાલે 7 મેનાં રોજ રાજકોટ-મુંબઇની 3 ફ્લાઇટ કેન્સલ, મુંબઈ એરપોર્ટ ઉપર ચાલતા રન-વે મેન્ટેનન્સના કારણે લેવાયો નિર્ણય
    Next Article
    "Paid High Price For Loyalty": Upset DMK Slams Congress Over Vijay Tie-Up

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment