Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'M' નીચે છુપાયેલા ખજાનાની શોધમાં ફરી 'ધમાલ' ગેંગની વાપસી:ફ્રેન્ચાઇઝની ચોથી ફિલ્મમાં દરિયાઈ લૂંટારાઓનો ટ્વિસ્ટ; અજય દેવગણે પ્રેશર પર ખૂલીને વાત કરી

    2 days ago

    બોલિવૂડમાં કોમેડી ફ્રેન્ચાઇઝીની વધુ એક ફિલ્મની વાપસી થઈ ગઈ છે. ‘ધમાલ 4’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. મુંબઈના બહારના વિસ્તારમાં આવેલા પાર્ક ઇમેજિકામાં એક મોટા ઇવેન્ટ સાથે ટ્રેલર લોન્ચ થયું, જ્યાં સૌથી મોટું આકર્ષણ 60 ફૂટ લાંબા પોસ્ટરનું અનાવરણ રહ્યું. ટ્રેલરમાં જૂની ‘ધમાલ’ ગેંગ ફરી એ જ અંદાજમાં પાછી ફરતી દેખાઈ રહી છે, પરંતુ આ વખતે લક્ષ્ય એક વધુ મોટો ખજાનો છે. ફિલ્મમાં અજય દેવગણ, અરશદ વારસી, રિતેશ દેશમુખ અને જાવેદ જાફરી અને ઈશા ગુપ્તા તેમના પાત્રો સાથે વાપસી કરી રહ્યા છે. જ્યારે નવી કાસ્ટમાં રવિ કિશન, સંજીદા શેખ, ઉપેન્દ્ર લિમયે, અંજલિ આનંદ, વિજય પાટકર અને સંજય મિશ્રા સામેલ છે. ડિરેક્ટર ફરી એકવાર ઇન્દ્ર કુમાર છે. ફિલ્મ 10 જુલાઈના રોજ રિલીઝ થશે. આ વખતે કેવી છે ફિલ્મની ટ્રીટમેન્ટ ‘ધમાલ 4’ની વાર્તા એવી સફરની ઝલક આપે છે, જ્યાં દોડ માત્ર ખજાના સુધી પહોંચવાની નથી, પરંતુ રસ્તામાં ઊભી થતી અફરાતફરી, છેતરપિંડી, ગેરસમજણો અને રમુજી અરાજકતાથી બચવાની પણ છે. ટ્રેલરનો ટોન ફ્રેન્ચાઇઝીના જૂના ડીએનએને જાળવી રાખે છે અને મોટા પાયાની કોમેડીનો સંકેત આપે છે. પૂરી ગેંગ પોતાની જિંદગીના સૌથી મોટા ખજાનાની શોધમાં નીકળી પડે છે, પરંતુ સોનાનો એક પહાડ પોતાની સાથે મુસીબતોનો પહાડ પણ લઈને આવે છે. ‘દરેક ફિલ્મની રિલીઝ વખતે પ્રેશર બધાને હોય જ છે’: અજય દેવગણ ‘ધમાલ 4’ના ટ્રેલર લોન્ચ દરમિયાન માત્ર ફિલ્મની કોમેડી અને સ્કેલ પર જ વાત ન થઈ, પરંતુ અજયે બોક્સ ઓફિસના પ્રેશર અને સિક્વલ ફિલ્મોની સફળતા પર પણ ખૂલીને પોતાનો અભિપ્રાય આપ્યો. અજયે સ્વીકાર્યું કે, રિલીઝ પહેલાં પ્રેશર અને અપેક્ષા બંને સાથે ચાલે છે. તેમણે કહ્યું, ‘જ્યારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થવાની હોય છે, ત્યારે પ્રેશર હોવું બિલકુલ સામાન્ય છે. આમાંથી દરેક એક્ટર પસાર થાય છે. હંમેશા એવી જ અપેક્ષા રહે છે કે, દર્શકોને તે પસંદ આવે. આ જ અપેક્ષાને કારણે દિલમાં થોડી ગભરામણ રહે છે.’ જ્યારે સિક્વલ ફિલ્મોની સતત સફળતા પર અજયે કહ્યું કે, ‘એનું સૌથી મોટું કારણ દર્શકોનો પાત્રો સાથેનો લગાવ હોય છે. જ્યારે કોઈ ફિલ્મના પાત્રો લોકોની યાદમાં વસી જાય છે.’ દરિયાઈ લૂંટારાઓની એન્ટ્રીથી પણ આવ્યો નવો ટ્વિસ્ટ, M પાસે છે ખજાનો ‘ધમાલ 4’ આ વખતે માત્ર રોડ-ટ્રિપ અને કોમિક ગડબડીઓ સુધી સીમિત નથી દેખાતી. વાર્તામાં સાહસ અને ખજાનાની શોધને મોટા પાયે રજૂ કરવામાં આવી છે, જેમાં વાતાવરણ અમુક હદ સુધી ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન’ જેવી ટ્રેઝર-હન્ટ એનર્જી આપતું જોવા મળે છે. આ વખતે જૂની ધમાલ ગેંગ સામે માત્ર એકબીજાથી આગળ નીકળવાનો પડકાર નથી, પરંતુ દરિયાઈ લૂંટારાઓની એન્ટ્રી પણ વાર્તામાં નવો ટ્વિસ્ટ ઉમેરે છે. ખજાના સુધી પહોંચવાની આ રેસમાં ઘણા અલગ-અલગ ગ્રુપ એક સાથે ઉતરતા દેખાય છે. પહેલા ભાગમાં જ્યાં આખી રમત ‘W’ નીચે છુપાયેલા ખજાના પર હતી, આ વખતે સંકેત ‘M’ નીચે રહેલા ખજાના તરફ છે. ખજાનાની શોધમાં માત્ર ગેંગ જ નહીં, પરંતુ દરિયાઈ લૂંટારાઓ પણ ભાગતા જોવા મળે છે. આદિ-માનવ એટલે કે જાવેદ અને અરશદની જોડી કોમિકનું લેવલ વધુ વધારે છે. ‘ધમાલ’ ફ્રેન્ચાઇઝ: દરેક ભાગમાં શું-શું જોવા મળતું રહ્યું ધમાલ- પહેલી ફિલ્મમાં દેખાયેલી રોડ-ટ્રિપ, છુપાયેલા ખજાનાની શોધ અને સામાન્ય લોકોની લાલચ ભરી કોમિક રેસ. આખી રમત ‘W’ માર્કવાળા ખજાના પર ટકેલી હતી. ડબલ ધમાલ- બીજા ભાગમાં ખજાનાની જગ્યાએ અમીર બનવા અને બદલો લેવાની રમત આવી. પાત્રો વધુ ચાલાક અને સેટઅપ વધુ શહેરી બન્યું હતું. ટોટલ ધમાલ- ત્રીજા ભાગમાં સ્કેલ મોટો થયો, ફેમિલી ઓડિયન્સ પર ફોકસ વધ્યું, જંગલ અને એડવેન્ચર ઉમેરવામાં આવ્યું. નવી સ્ટાર એન્ટ્રીએ ફ્રેન્ચાઇઝનું કદ વધાર્યું. ધમાલ 4- આ વખતે ટ્રેલરના સંકેતો મુજબ રેસ અને એડવેન્ચરનો સ્કેલ મોટો થયો છે. ત્યાં ફરીથી ‘કોણ જીતશે’ વાળું સસ્પેન્સ જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    ભારતીય બોલર્સના સ્પિન જાળમાં ફસાઈ શ્રીલંકા:નિશાંતુ સિંધુ, આયુષ બદોની પછી વિપરાજે વિકેટ ઝડપી; SL-Aનો સ્કોર 118/3
    Next Article
    રોશન આનંદનો દાવો- ખાન સરે મારા ભાઈની હત્યા કરાવી:ખાન સરે કહ્યું- બીમારીના કારણે નેપાળમાં મોત થયું, આજે અંતિમ સંસ્કાર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment