Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે LRDની પરીક્ષા:35 પરીક્ષા કેન્દ્રો પર CCTVથી દેખરેખ, 70 ઉચ્ચ અધિકારીઓનું રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ

    1 week ago

    ભાવનગર શહેરમાં આજે 14 જૂન સવારે 9.30 કલાકે લોકરક્ષક દળ (LRD) ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. ગુજરાત રાજ્ય પોલીસ સુરક્ષા-સેવા જૂથમાં જોડાવા માટે ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. વહેલી સવારે 7.30 વાગ્યાથી જ પરીક્ષા કેન્દ્રો પર પરિક્ષાર્થીઓનું સઘન ચેકિંગ અને બાયોમેટ્રિક વેરિફિકેશન કર્યા બાદ જ તેમને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. 35 પરીક્ષા કેન્દ્રો પર CCTVથી દેખરેખ શહેરના કુલ 35 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને ગેરરીતિમુક્ત રીતે યોજાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક આયોજન કરવામાં આવ્યું છે. રેન્જ આઇજી રાજેન્દ્ર અસારી અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ મહત્ત્વપૂર્ણ પરીક્ષાની જવાબદારી માટે પોલીસ વિભાગના 70 ઉચ્ચ અધિકારીઓ અને 270થી 275 જેટલા પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. CCTV અને મોનિટરિંગ સિસ્ટમથી દેખરેખ પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરવ્યવસ્થા કે ચૂક ન સર્જાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. તમામ પરીક્ષા કેન્દ્રોના વર્ગખંડોને સીસીટીવી કેમેરા અને અદ્યતન મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગની સાથે પીજીવીસીએલ (PGVCL)ની ટીમ પણ આ વ્યવસ્થામાં જોડાઈ છે. આ ઉપરાંત, એસપી અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તમામ કેન્દ્રો પર સતત પેટ્રોલિંગ કરીને રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરી રહ્યા છે. પરીક્ષા બાદ ST દ્વારા ખાસ વાહન વ્યવસ્થા ઊભી કરાઈ બીજી તરફ, પરીક્ષાર્થીઓને કેન્દ્રો સુધી સમયસર પહોંચાડવા અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પોતાના ગંતવ્ય સ્થળે પરત ફરવા માટે રાજ્ય પરિવહન વિભાગ (ST) દ્વારા ખાસ વાહન વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર ભારે ચહલપહલ વચ્ચે શરૂ થયેલી આ પ્રક્રિયા ચુસ્ત સુરક્ષા, ટેકનોલોજીના મોનિટરિંગ અને સરકારી વિભાગોના સંકલનને કારણે અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ છે.
    Click here to Read More
    Previous Article
    3/20/30/40 નિયમથી ઘર લેવાની તૈયારી કરો:વાર્ષિક કમાણીના 3 ગણાથી વધુ મોંઘું ઘર ન ખરીદો, સમજો આખું ગણિત
    Next Article
    કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે ટાઇડલ ડેમ નિહાળ્યો:નવસારીમાં જળસ્તર ઊંચા લાવતા પ્રોજેક્ટની સમીક્ષા, સુરક્ષા દીવાલની રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment