Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LRDની પરીક્ષામાં સુરત પોલીસે પરીક્ષાર્થીઓનું ભવિષ્ય રોળાતા બચાવ્યું:દીકરી 18 કિમી દૂર ખોટા સેન્ટરે પહોંચી તો ક્યાંક પોલીસે કોલલેટર કાઢી આપ્યો, જાણો રસપ્રદ કિસ્સા

    एक दिन पहले

    લોકરક્ષક દળ (LRD)ની પરીક્ષામાં આજે 14 જૂન સુરત પોલીસનો એક નવો અને અત્યંત સંવેદનશીલ ચહેરો સામે આવ્યો છે. ખાખી વરદી ધારણ કરવા નીકળેલા ઉમેદવારો જ્યારે મુશ્કેલીમાં મુકાયા, ત્યારે સુરત પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે-સાથે એક સાચા વાલીની ભૂમિકા ભજવી હતી. રવિવારની સવારે ટ્રાફિક, બંધ દુકાનો અને સરનામાની ગૂંચવણ વચ્ચે ફસાયેલા ત્રણ-ત્રણ પરીક્ષાર્થીઓને પોલીસે સમયસર કેન્દ્ર પર પહોંચાડીને તેમની વર્ષોની મહેનતને પાણીમાં જતી બચાવી લીધી છે. કિસ્સો 1 લસકાણાને બદલે ડિંડોલી પહોંચી ગઈ, પોલીસે 18 કિમી સરકારી ગાડી દોડાવી મળતી માહિતી મુજબ, આજે સવારે LRDની પરીક્ષા આપવા નીકળેલી એક વિદ્યાર્થિની નામની સરખામણી કે કન્ફ્યુઝનને કારણે ભૂલથી ડિંડોલી સ્થિત વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પહોંચી ગઈ હતી. જોકે, ત્યાં કેન્દ્ર પર ચેકિંગ દરમિયાન તેને ખબર પડી કે તેનું અસલી પરીક્ષા કેન્દ્ર તો અહીંથી આશરે 18 કિલોમીટર દૂર કામરેજ રોડ પર આવેલા લસકાણાની જે.બી. કાર્પ વિદ્યાસંકુલ છે. આ જાણીને વિદ્યાર્થિનીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તે રડવા જેવી થઈ ગઈ હતી. સમય ઓછો હતો, રડતી દીકરીને જોઈ પોલીસ એક્શનમાં આવી પરીક્ષા શરૂ થવાનો સમય થઈ રહ્યો હોવાથી દીકરી પાસે લસકાણા પહોંચવા માટે ખૂબ જ ઓછો સમય બચ્યો હતો. રવિવાર સવારની ટ્રાફિક અને અંતર જોતા સામાન્ય વાહનમાં સમયસર પહોંચવું અશક્ય લાગતું હતું. આ દ્રશ્ય ડિંડોલી કેન્દ્ર પર ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને જવાનોની નજરે ચડ્યું હતું. વિદ્યાર્થિનીને રડતી જોઈને પોલીસે તાત્કાલિક મામલો સમજી લીધો અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના એક્શન મોડમાં આવી ગઈ. સરકારી વાહનના સાયરન સાથે ગણતરીની મિનિટોમાં સેન્ટર પર પહોંચાડી ડિંડોલી પોલીસ મથકના અધિકારીઓએ તુરંત જ પોતાના સરકારી વાહનની વ્યવસ્થા કરી હતી. વિદ્યાર્થિનીને આશ્વાસન આપી ગાડીમાં બેસાડવામાં આવી અને રસ્તામાં ટ્રાફિક ક્લિયર કરાવતા સરકારી વાહનને લસકાણા તરફ દોડાવી મૂક્યું હતું. પોલીસે અશક્યને શક્ય કરીને વિદ્યાર્થિનીને બિલકુલ સમયસર 'જે.બી. કાર્પ વિદ્યાસંકુલ' ખાતે પહોંચાડી દીધી હતી. દીકરીએ માન્યો પોલીસનો આભાર સમયસર પરીક્ષા ખંડમાં પ્રવેશ મળતા વિદ્યાર્થિનીના જીવમાં જીવ આવ્યો હતો. પરીક્ષા કેન્દ્રની બહાર હાજર અન્ય વાલીઓ અને સોશિયલ મીડિયા પર લોકો સુરત પોલીસની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને બિરદાવી રહ્યા છે. દીકરીએ સુરત પોલીસનો દિલથી આભાર માન્યો હતો કે, જો આજે પોલીસે મદદ ન કરી હોત, તો અમારી દીકરીની મહેનત પાણીમાં ગઈ હોત. કિસ્સો 2 ઝેરોક્ષની દુકાનો બંધ, ખટોદરા પોલીસે સ્ટેશનમાં કોલલેટર પ્રિન્ટ કરી આપ્યો એક બાજુ પરીક્ષાનો સમય થઈ રહ્યો હતો અને બીજી બાજુ એક ઉમેદવારનો કોલલેટર ખોવાઈ ગયો અથવા મળતો ન હતો. આજે રવિવાર હોવાના કારણે આજુબાજુની તમામ ઝેરોક્ષ અને કોમ્પ્યુટરની દુકાનો બંધ હતી. ઉમેદવાર પરીક્ષા કેન્દ્રની બહાર લાચાર બનીને ઊભો હતો. આ બાબતની જાણ થતાં જ ખટોદરા પોલીસ મદદે આવી હતી. પોલીસે ઉમેદવારને નિરાશ થવા ન દીધો અને તાત્કાલિક તેને ખટોદરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. પોલીસે પોતાના કમ્પ્યુટર સેટઅપનો ઉપયોગ કરી ઓનલાઈન નવો કોલલેટર ડાઉનલોડ કર્યો અને તેની પ્રિન્ટ કાઢી આપી. એટલું જ નહીં, કોલલેટર આપ્યા બાદ તે ઉમેદવાર સમયસર વિદ્યા ભારતી સ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટેની પણ ખાસ વ્યવસ્થા કરી આપી હતી. કિસ્સો 3 રાંદેરથી ગોરાટ... સેન્ટરના કન્ફ્યુઝનમાં ફસાયેલી વિદ્યાર્થિની માટે PCR બની 'લાઈફલાઈન' આવો જ ત્રીજો કિસ્સો રાંદેર વિસ્તારમાં સામે આવ્યો હતો. એક વિદ્યાર્થિની ભૂલથી એમ. એમ. મુલ્લા એન્ડ એમ. એ. નાના ગર્લ્સ હાઇસ્કુલ (બોટાલાવાલા માર્ગ, રાંદેર) ખાતે પહોંચી ગઈ હતી. પરંતુ જ્યારે તેને ખબર પડી કે તેનું સાચું કેન્દ્ર એમ. એ. ગર્લ્સ સેકન્ડરી સ્કૂલ (ગોરાટ) ખાતે છે, ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. સમય ખુબ ઓછો હતો અને પગપાળા કે સામાન્ય વાહનમાં પહોંચવું મુશ્કેલ હતું. આ સમયે ત્યાં તૈનાત પોલીસ અને PCR વાન (પોલીસ કંટ્રોલ રૂમ) ના જવાનો તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. પોલીસે વિદ્યાર્થિનીને પીસીઆર વાનમાં બેસાડી, પાયલોટિંગ કરીને ગણતરીની મિનિટોમાં રાંદેરથી ગોરાટ સેન્ટર પર પહોંચાડી દીધી હતી. પરીક્ષાર્થીઓએ પોલીસનો આભાર માન્યો સમયસર પરીક્ષા ખંડમાં પ્રવેશ મળતા ત્રણેય પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓના જીવમાં જીવ આવ્યો હતો. પરીક્ષા કેન્દ્રોની બહાર હાજર અન્ય વાલીઓએ પોલીસ જવાનોની આ કામગીરીને બિરદાવી હતી. સોશિયલ મીડિયા પર પણ લોકો કહી રહ્યા છે કે, ખાખી વરદીની પાછળ ધબકતું આ સંવેદનશીલ હૃદય છે, જે સામાન્ય નાગરિકો માટે હંમેશા તત્પર રહે છે. કિસ્સો 4 પાલ પોલીસે વિદ્યાર્થીને કોલ લેટર કાઢી આપી સેન્ટરે પહોંચાડ્યો પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભૂલકા વિહાર સ્કૂલે આવતા એક પરીક્ષાથીનું કોલ લેટર રસ્તામાં પડી જતા સ્કૂલે આવતા જાણ થતાં વિધાર્થીને તાત્કાલિક પાલ પોલીસ સ્ટેશન ખાતે સરકારી વાહનમાં લાવી તેના મોબાઇલમાં રહેલ કોલ લેટરની કોપી કાઢી આપી વિધાર્થીને સમયસર સરકારી વાહન માં પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચાડી દેવામાં આવ્યો હતો. કિસ્સો 5 પીપી સવાણી સેન્ટરના કન્ફ્યુઝનમાં 15 કિમી દૂર બીજા સેન્ટર પહોંચ્યા, 60 વિદ્યાર્થીઓને પોલીસે સાચા સેન્ટરે પહોંચાડ્યા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પી.પી.સવાણી વિદ્યાભવન હીરાબાગ ખાતે પરીક્ષાનું સેન્ટર આવેલું છે. પરતું ઘણા ખરા પરીક્ષા આપવા આવતા ઉમેદવારો જેમની પરીક્ષાનું કેન્દ્ર પી.પી.સવાણી વિધાલય ઉમરા ખાતે આવેલ હતું. પરતું ભૂલથી ઉમેદવારો પી.પી.સવાણી વિદ્યાભવન હીરાબાગના કેન્દ્ર પર આવી પહોચ્યા હતા. હીરાબાગ કેન્દ્રથી ઉમરા કેન્દ્ર સુધી આશરે 15 કિમી નું અંતર હોય જેથી પરીક્ષાની ગંભીરતાને ધ્યાને લઈ સમયસૂચકતા દાખવી તાત્કાલિક ધોરણે ઉમેદવારોને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા વાહનની વ્યવસ્થા કરી આશરે 60 જેટલા ઉમેદવારોને તાત્કાલિક ઉમરા કેન્દ્ર ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વલ્લભીપુરના દરેડમાં ઉપસરપંચ સહિત 4 શખસનો ખેડૂત પર હુમલો:ધોકા લઈ ઘરમાં ઘૂસી માર માર્યો, માતાને પણ પતાવી દેવાની ધમકી આપી; ગુનો દાખલ
    Next Article
    Al Nino Effect on Monsoon LIVE | ચોમાસું વારંવાર બ્રેક મારશે? અલ-નીનોની આફત | Rain Forecast | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment