Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LRDની 14 જૂને લેખિત પરીક્ષા:શારીરિક કસોટીમાં 2.63 લાખ ઉમેદવારો પાસ, લિસ્ટમાં ચેક કરો તમારું નામ

    11 hours ago

    ગુજરાત રાજ્યમાં લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. લોકરક્ષક કેડરની શારીરિક કસોટી પૂર્ણ થતાં તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તા. 21 જાન્યુઆરી, 2026થી રાજ્યના 15 કેન્દ્રો પર યોજાયેલી શારીરિક કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેદવારો હવે પોતાનું પરિણામ ઓનલાઇન જોઈ શકે છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં LRDની શારીરિક કસોટી માટે 10 લાખ લોકોએ દોડમાં ભાગ લીધો હતો, જેમાં 1,73,112 પુરુષ, 89405 મહિલા અને 827 માજી સૈનિક ઉમેદવાર મળી કુલ 2,63,344 ઉમેદવારો ઉતિર્ણ થયા હતા. ઉમેદવારે કેટલા ટાઈમમાં ગ્રાઉન્ડ પાસ કર્યું હતું તેની વિગત સાથે યાદી જાહેર કરવામાં આવી છે. તમારું નામ ચેક કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. પુરુષ ઉમેદવારોની યાદી મહિલા ઉમેદવારોની યાદી માજી સૈનિક ઉમેદવારોની યાદી ઉમેદવારો માટે અલગ-અલગ લિંક દ્વારા વિગત ઉપલબ્ધ કરાઈ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર, શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા પુરુષ, મહિલા તેમજ માજી સૈનિક ઉમેદવારો માટે અલગ-અલગ લિંક દ્વારા વિગત ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉમેદવારોને પોતાની કેટેગરી મુજબની લિંક પર ક્લિક કરી માહિતી મેળવવાની સલાહ આપવામાં આવી છે. RFID Lap Data અને CCTV કેમેરા દ્વારા દરેક તબક્કાની ચકાસણી થઈ આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે RFID Lap Data અને CCTV કેમેરા દ્વારા દરેક તબક્કાની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ શારીરિક માપ કસોટી દરમિયાન ઊંચાઈ અને અન્ય માપદંડોની પણ વિગતવાર તપાસ કરવામાં આવી હતી. ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ પરિણામ જાહેર કરવામાં આવ્યું હોવાનું બોર્ડે જણાવ્યું છે. ઉત્તિર્ણ થયેલા ઉમેદવારો માટે 14 જૂને લેખિત પરીક્ષા ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ ઉમેદવાર તરફથી ગેરરીતિ કે ખોટી માહિતી સામે આવશે તો તેની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે. ઉપરાંત, સરકાર કે ન્યાયાલયના કોઈ પણ નવા આદેશો લાગુ પડશે તો તે તમામ ઉમેદવારો માટે બાધ્ય રહેશે. લોકરક્ષક ભરતીમાં સફળ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા તા. 14 જૂન, 2026 (રવિવાર)ના રોજ યોજાશે. ઉમેદવારોને સમયસર તૈયારી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. ઉમેદવારોને વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવા સૂચન જો કોઈ ઉમેદવારને પરિણામ અંગે કોઈ વાંધો કે રજૂઆત કરવી હોય તો જરૂરી દસ્તાવેજો સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર ખાતે નિર્ધારિત સમયમર્યાદામાં લેખિતમાં રજૂઆત કરવાની રહેશે. સમયમર્યાદા બાદ મળતી રજૂઆતો માન્ય ગણાશે નહીં. ઉમેદવારોને વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવા સૂચન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    હૈદરાબાદે કોલકાતાને 227 રનનો ટાર્ગેટ આપ્યો:કોલકાતાએ પહેલી ઓવરમાં 25 રન બનાવ્યા, ફિન એલને 5 બાઉન્ડરી ફટકારી
    Next Article
    Mock Drills Held Across Delhi To Deal With Disasters, War-Like Situations

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment