Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીયૂષ મિશ્રાએ નસીરુદ્દીન શાહને ફરી આડેહાથ લીધા:કેપ્ટન સ્મિત મચ્છર અને LPUની ઘટના પર મૌન અંગે વેધક પ્રશ્નો પૂછ્યા; CJP પ્રોટેસ્ટમાં સામેલ થતાં ગીતકાર ભડક્યા

    1 day ago

    મુંબઈના શિવાજી પાર્કમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)એ ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શનમાં પીઢ એક્ટર નસીરુદ્દીન શાહ અને સંગીતકાર વિશાલ દદલાણી સહિત અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. આ દરમિયાન એક્ટર, સિંગર અને ગીતકાર પીયૂષ મિશ્રાએ નસીરુદ્દીન શાહની અભિજીત દિપકે સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં દેશના અન્ય મુદ્દાઓ પર તેમના મૌન અંગે પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે દુબઈની ફ્લાઇટમાં 170 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી પાયલટ સ્મિત મચ્છરની પ્રશંસા કરવા અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)ની ઘટના પર નિવેદન આપવાની માંગ કરી. પીયૂષે દેશના અન્ય મુદ્દાઓ પર નસીરુદ્દીન શાહની ચુપ્પી અંગે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, 'હવે નસીર સાહેબના દરેક નિવેદનનો હું પોતે જવાબ આપીશ.' 'ફ્લાઇટ દુર્ઘટનામાં જીવ બચાવનારની પ્રશંસા કરો' પીયૂષ મિશ્રાએ પોતાના સોશિયલ મીડિયા વીડિયોમાં નસીરુદ્દીન શાહને કહ્યું કે, તેઓ જૂના પરિચિત છે. પીયૂષે તાજેતરમાં ફ્લાયદુબઈની ફ્લાઇટ 1073માં ટળી ગયેલી દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, 'સ્મિત મચ્છર નામના વ્યક્તિએ બહાદુરી બતાવીને 170 લોકોના જીવ બચાવ્યા છે. નસીર સાહેબે એ ઘટના પર પણ ટિપ્પણી કરવી જોઈએ અને એ બહાદુરને અભિનંદન આપવા જોઈએ.' એલપીયુની ઘટના પર સંવેદના વ્યક્ત કરવાની માંગ પીયૂષ મિશ્રાએ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)ના મુદ્દાને પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, ત્યાં વિદ્યાર્થીઓ સાથે પોલીસ કાર્યવાહીમાં ધક્કામુક્કી અને હોબાળો થયો હતો. પીયૂષે કટાક્ષ કરતાં યાદ અપાવ્યું કે, 'નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે તેમણે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD) અને FTIIમાં જેટલું નથી શીખ્યું, એટલું આ બાળકો પાસેથી શીખ્યું છે.' પીયૂષે પૂછ્યું કે, 'આ બાળકો ક્યારથી એક્ટિંગ ટીચર બની ગયા? નસીર સાહેબે આ અંગે પણ મેસેજ કરીને પોતાની સંવેદના વ્યક્ત કરવી જોઈએ.' 'ઝારખંડમાં નઝમ નહીં, લોટ-દાળ-રોટલી જોઈતી હતી' વીડિયોમાં પીયૂષ મિશ્રાએ ઝારખંડ વિદ્યાર્થી આંદોલન દરમિયાન માગવામાં આવેલી મદદનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, જ્યારે તેમણે ઝારખંડ માટે નસીર સાહેબ પાસે મદદ માગી હતી, ત્યારે તેમણે એક પાકિસ્તાની શાયરની નઝમ મોકલી આપી હતી. પીયૂષે કહ્યું કે, 'ત્યાંના લોકોને કોઈ શાયરની નઝમ નહીં, પરંતુ લોટ, દાળ, રોટલી, લિટ્ટી અને ચોખા જોઈતા હતા. તેમને કોઈ પિઝ્ઝા કે બર્ગર જોઈતું નહોતું.' પીયૂષ મિશ્રાએ નસીરુદ્દીન શાહને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'હવે તેઓ જ્યારે પણ કોઈ જાહેર નિવેદન આપશે, ત્યારે તેમને પીયૂષ મિશ્રા તરફથી જવાબ ચોક્કસ મળશે.' તેમણે પોતાને નસીર સાહેબના જૂના પરિચિત ગણાવીને 'ઇન્કલાબ ઝિંદાબાદ' સાથે પોતાની વાત પૂરી કરી. જંતર-મંતર વિદ્યાર્થી આંદોલનમાં પણ બંને કલાકારો વચ્ચે ટક્કર નસીરુદ્દીન શાહ અને પીયુષ મિશ્રા વચ્ચેનો આ વિવાદ નવો નથી. અગાઉ દિલ્હીમાં યોજાયેલા નીટ (NEET) પ્રોટેસ્ટ દરમિયાન નસીરુદ્દીન શાહે બોલિવૂડ હસ્તીઓના મૌન પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. પીયૂષ મિશ્રાએ ઝારખંડ પ્રોટેસ્ટમાં પહોંચીને નસીરુદ્દીન શાહના એક નિવેદન પર નારાજગી વ્યક્ત કરી અને તેમના પર કટાક્ષ કર્યો હતો. તેમણે નસીરુદ્દીન શાહ અને અન્ય સેલેબ્સના મૌનત પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા. ઝારખંડના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયેલા પીયૂષ મિશ્રાએ કહ્યું હતું, ‘નસીરુદ્દીન શાહ સાહેબ, તમે કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન પર સેલેબ્સના કંઈ ન કહેવા પર એક વાત કહી હતી કે, જે કૂતરાઓના મોઢામાં હાડકું છે તે બોલશે નહીં. માફ કરજો, હું તમારો પૂરો આદર કરીને પૂછવા માંગુ છું કે, આ સમયે તે કયા કૂતરાઓ છે, જેમના મોઢામાં હાડકું છે.’ નસીરુદ્દીન શાહનું સંપૂર્ણ નિવેદન કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન પર સેલિબ્રિટીઓની ચુપ્પી અંગે વાત કરતાં નસીરુદ્દીન શાહે ધ વાયરને કહ્યું હતું કે, 'જ્યારે કલાકારોની આત્મા જાગશે, ત્યારે તેઓ બોલશે.' તેમણે એક કહેવતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, 'જેના મોઢામાં હાડકું હોય છે, તે કૂતરો ભસી શકતો નથી. જેવું મોઢામાંથી હાડકું પડશે કે દાંત તૂટશે, તેઓ ભસવા લાગશે.' , નસીરુદ્દીન શાહ અને પીયુષ મિશ્રા સંબંધિત આ સમાચાર પણ વાંચો… 'નસીરુદ્દીન શાહ જેવા શિયાળ બનવાને બદલે કૂતરો બનવું સારું':કંગના રનૌતનું પીઢ એક્ટર વિરુદ્ધ વિવાદિત નિવેદન, પીયૂષ મિશ્રાનું સમર્થન કર્યું એક્ટ્રેસ અને ભાજપની સાંસદ કંગના રનૌતે પીઢ એક્ટર નસીરુદ્દીન શાહ પર નિશાન સાધ્યું છે. કંગનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં નસીરુદ્દીન શાહને 'શિયાળ' કહીને લખ્યું કે, 'તેઓ આ દેશનું ખાય છે, પરંતુ પાડોશી દેશ માટે લડે છે.' સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    શિખર ધવન પત્ની સોફી શાઇન સાથે તિરુમલા પહોંચ્યા:ફેબ્રુઆરીમાં લગ્ન થયા હતા; પૂજા બાદ વ્યવસ્થાઓની પ્રશંસા કરી
    Next Article
    સુરેન્દ્રનગરમાં જીમમાલિકની કરતૂતોનો પર્દાફાશ:અનામી પત્રના આધારે દરોડો પાડી યુવતીઓના 1300 વાંધાજનક ફોટા-વીડિયો ઝડપાયા, 3 દિવસના રિમાન્ડ મંજૂર, SPની અપીલ, ઓળખ ગુપ્ત રખાશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment