Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "નામ નરેન્દ્ર, કામ સરેન્ડર" "મોદી જી શરમ કરો!"ના નારા લાગ્યા:સંસદમાં LPG મુદ્દે વિપક્ષનું વિરોધ પ્રદર્શન, TMC મુખ્ય ચૂંટણી કમિશનર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે

    15 hours ago

    શુક્રવારે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો પાંચમો દિવસ છે. લોકસભામાં LPG મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો છે. વિપક્ષે " નામ નરેન્દ્ર, કામ સરેન્ડર" અને "મોદી જી શરમ કરો!"ના નારા લગાવ્યા. સવારે વિપક્ષે સંસદ સંકુલમાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને LPG સંકટ મામલે વિરોધ કર્યો. ગુરુવારે, સરકારે LPG અને તેલની અછત અને વધતી કિંમતો અંગે ગૃહમાં વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો હતો. લોકસભામાં હોબાળાને કારણે કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. બાદમાં કાર્યવાહી ફરી શરુ થઈ. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની કોઈ અછત નથી. સરકારે વિપક્ષને પણ અપીલ કરી કે આ મુદ્દે અફવાઓ અને ખોટા નિવેદનો ન ફેલાવવામાં આવે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓનો જવાબ આપતા પુરીએ કહ્યું કે સરકારની પ્રથમ પ્રાથમિકતા 33 કરોડથી વધુ પરિવારો, ખાસ કરીને ગરીબ અને વંચિત વર્ગના રસોડામાં ગેસ પહોંચાડવાની છે. તેમણે કહ્યું કે રાંધણ ગેસ પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ગેસની ડિલિવરી સાયકલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. LPG અછત પર કોંગ્રેસનું ચૂલો લઈને પ્રદર્શન:MPમાં ઓનલાઈન બુકિંગ ઠપ; ગામડાઓમાં 45 દિવસ પછી બીજો ઘરેલું LPG સિલિન્ડર મળશે
    Click here to Read More
    Previous Article
    શેરબજાર ધડામ...સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો:75,100 પર ટ્રેડ કરી રહ્યો છે, નિફ્ટી 300 પોઈન્ટ તુટ્યો, મેટલ અને બેંકિંગ શેરોમાં સૌથી વધુ વેચવાલી
    Next Article
    મોનાલિસાએ જ ડિરેક્ટરની ફિલ્મ કરી નાખી, કરોડોનું દેવું થઈ ગયું:ડિરેક્ટરે કહ્યું- મારી સ્થિતિ રાજપાલ યાદવ જેવી, ફિલ્મ રિલીઝ કેવી રીતે કરું; મારી હીરોઈને જ ધર્મ પરિવર્તન કર્યુ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment