Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LPGથી PNG કન્વર્ઝન માટે SMC, NHAI અને RB વિભાગ:યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસ કનેક્શન મુદ્દે કલેક્ટર એક્શનમાં, 200 પેન્ડિંગ PNG અરજીઓ 7 દિવસમાં ઉકેલવા આદેશ

    2 days ago

    યુદ્ધના કારણે સર્જાયેલી વૈશ્વિક ઉર્જા કટોકટી અને સંભવિત ગેસ અછતની સ્થિતિને પહોંચી વળવા સુરત જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ સોમવારે કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, શહેરમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના જેટલા પણ કનેક્શન વહીવટી મંજૂરીના કારણે અટવાયેલા છે, તેને આગામી 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવે. ખાસ કરીને 200 જેટલી અરજીઓ જે લાંબા સમયથી પેન્ડિંગ છે તેને પ્રાથમિકતા આપવા સૂચના અપાઈ છે. 7 દિવસમાં 200 કનેક્શનને મંજૂરી કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, "અમારી પાસે હાલમાં અંદાજે 200 જેટલી અરજીઓ પાઈપલાઈન ગેસ માટે પેન્ડિંગ છે. આ અરજીઓમાં મોટાભાગે ઔદ્યોગિક એકમો, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ એવા એકમો છે જ્યાં ગેસની જરૂરિયાત અનિવાર્ય છે. અમે આ તમામ પેન્ડિંગ એપ્લિકેશન્સનો નિકાલ માત્ર એક અઠવાડિયામાં (7 દિવસમાં) કરવાનો ટાર્ગેટ રાખ્યો છે." આ નિર્ણયથી શહેરના વેપાર-ઉદ્યોગ અને આરોગ્ય ક્ષેત્રને મોટી રાહત મળશે. મંજૂરીના અવરોધો દૂર કરવા સંકલન બેઠક ઘણી વખત નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) અથવા માર્ગ અને મકાન વિભાગ (RB) ની પરમિશનના કારણે ગેસ લાઇન નાખવાની કામગીરીમાં વિલંબ થતો હોય છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે બેઠકમાં ગુજરાત ગેસ કંપની, SMC અને અન્ય અમલીકરણ એજન્સીઓના અધિકારીઓને હાજર રખાયા હતા. કલેક્ટરે આદેશ આપ્યો છે કે આંતર-વિભાગીય સંકલન સાધીને કોઈ પણ પ્રકારના NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) ના કારણે કામ અટકવું જોઈએ નહીં. ગેસના કાળાબજાર સામે પોલીસ અને પુરવઠા વિભાગની સંયુક્ત તપાસ એલપીજી (LPG) સિલિન્ડરના બ્લેક માર્કેટિંગ સામે પણ તંત્ર કડક બન્યું છે. કલેક્ટરે જણાવ્યું કે, "બ્લેક માર્કેટિંગ અટકાવવા માટે અમે ખાસ ટીમો બનાવી છે. પોલીસ અને પુરવઠા વિભાગ સંયુક્ત રીતે આકસ્મિક તપાસ કરી રહ્યા છે." જો કોઈ ગેસ એજન્સી કે ડિલર ગેરરીતિ કરતા ઝડપાશે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રનો હેતુ સામાન્ય નાગરિકોને છેવાડા સુધી ગેસનો પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. ગ્રાહકો સીધી ફરિયાદ કરી શકશે નાગરિકોની સુવિધા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જો કોઈ ગ્રાહકને ગેસ વિતરણમાં સમસ્યા હોય, કનેક્શન મેળવવામાં મુશ્કેલી પડતી હોય અથવા કાળાબજારની કોઈ માહિતી હોય, તો તેઓ આ નંબર પર ફરિયાદ નોંધાવી શકશે. કલેક્ટરે ખાતરી આપી છે કે આ હેલ્પલાઇન પર આવતી ફરિયાદોનું ત્વરિત નિરાકરણ લાવવા માટે ટીમોને સજ્જ કરવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્રની સૂચનાઓનું પાલન વૈશ્વિક યુદ્ધની સ્થિતિને જોતા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ સુરતમાં 'ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ'ની રચના કરવામાં આવી છે. આ ફોર્સ આવશ્યક સેવાઓના રેશનાલાઈઝેશન (વ્યાજબી વહેંચણી) માટે કામ કરશે. કલેક્ટરે ઉમેર્યું કે, "અમારો મુખ્ય હેતુ એલપીજી સિલિન્ડર પરનું ભારણ ઘટાડવાનો છે. જેટલા વધુ કનેક્શન PNGમાં કન્વર્ટ થશે એટલી જ ગેસની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે." નાગરિકોને પેનિક ન થવા અપીલ અંતમાં કલેક્ટરે ગ્રાહકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, "ઘરગથ્થુ એલપીજી વપરાશકર્તાઓ, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પુરવઠામાં કોઈ સમસ્યા નથી." તેમણે નાગરિકોને વિનંતી કરી કે જરૂરિયાત કરતા વધારે ગેસ સંગ્રહ કરવાની કે ગભરાવાની જરૂર નથી, કારણ કે પેનિકના કારણે બજારમાં કૃત્રિમ અછત સર્જાવાની શક્યતા રહે છે. LPG માટે રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-232-0222, રાજ્યમાં LPG અંગેના કોઈ પ્રશ્ન માટે નાગરિકોને રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-232-0222નો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસે 80 હજાર રોકડ અને કાર જપ્ત કરી:વડોદરામાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા બહાર યુવકની થેલીમાંથી 2 લાખ ચોરીને ફરાર સુરતના બે આરોપીઓની ધરપકડ
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પાંડેસરામાં ચાર સગીરોએ વિદ્યાર્થીને ઉપરાછાપરી છરીના ઘા ઝીંક્યા, મ્યુ. કોર્પોરેશનનું કપૂરની ગોટી ખરીદીમાં લઈ મોટું કૌભાંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment