Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ":LPG સિલિન્ડર મામલે વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- PM મોદી ભયભીત; અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવાયા બાદ બિરલાની વાપસી

    11 hours ago

    ગુરુવારે લોકસભામાં દેશમાં LPG સિલિન્ડરની અછત મામલે વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સવારે 11 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને કાર્યવાહી ફરી શરૂ કરવા વિનંતી કરી હતી, પરંતુ જ્યારે વિપક્ષ માન્યો નહીં ત્યારે કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. દેશભરમાં LPG સિલિન્ડરની અછત મામલે આજે સંસદમાં વિપક્ષી દળો વિરોધ પ્રદર્શન કર્યુ. વિવિધ રાજ્યોમાં LPG સિલિન્ડરની અછત અને વધતા ભાવોની સમસ્યાને મુદ્દો બનાવતા, વિપક્ષે સરકાર પર લોકોના રસોડા પર સીધો હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન, રાહુલ ગાંધી LPG સિલિન્ડરના ભાવમાં વધારા સામે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિપક્ષ નેતાઓએ સંસદની બહાર "નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ" ના નારા લગાવ્યા" રાહુલે કહ્યું કે પીએમ મોદી ગભરાઈ ગયા છે. સત્ર શરૂ થાય તે પહેલાં વિપક્ષી સાંસદો સંસદ પરિસરમાં એકઠા થયા હતા, તેઓએ પોસ્ટરો અને સિલિન્ડરના પ્રતીકો હાથમાં રાખ્યા હતા. વિપક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે રાંધણ ગેસના પુરવઠામાં વિક્ષેપથી લાખો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર પરિસ્થિતિને હળવાશથી લઈ રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું, "વડાપ્રધાન કહે છે કે ગભરાવાની કોઈ જરૂર નથી. પરંતુ તેઓ પોતે ગભરાયેલા દેખાય છે, સંપૂર્ણપણે અલગ કારણોસર. તેઓ એપ્સ્ટેઈન-અદાણી કેસને કારણે ગભરાઈ રહ્યા છે. તમે ગઈકાલે જોયું કે ગૃહમાં વડાપ્રધાનની ખુરશી ખાલી હતી. તેઓ દેશને ગભરાવાની જરૂર નથી એમ કહી રહ્યા છે, જ્યારે તેઓ પોતે ચિંતિત દેખાય છે." બુધવારે લોકસભામાં સ્પીકર ઓમ બિરલા સામેના અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ, સ્પીકર ઓમ બિરલા ગુરુવારે ગૃહની અધ્યક્ષતા કરવા માટે ખુરશી પર પાછા ફર્યા. આ દરમિયાન, રાજ્યસભામાં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા પર થયેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. વિપક્ષ આજે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા માટે સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં પ્રસ્તાવ રજૂ કરી શકે છે. સૂત્રો અનુસાર, પ્રસ્તાવ લાવવા માટે સાંસદોની સહીઓ કરાવી લેવામાં આવી છે. સંસદની કાર્યવાહી પર અપડેટ્સ માટે નીચે આપેલા બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    Samsung Galaxy S26 Ultra Review: A step toward ‘intelligent’ smartphones
    Next Article
    ગેસના બાટલાની કાળાબજારી, 900 રૂપિયાના સિલિન્ડરના ₹1800:કોમર્શિયલ સિલિન્ડરના ₹4000 વસૂલવામાં આવી રહ્યા છે, બુકિંગ માટે લોકોની લાંબી લાઈનો લાગી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment