Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:થાઈલેન્ડથી કંડલા પોર્ટ આવી રહેલા જહાજ પર હુમલો; દેશમાં પહેલીવાર ઈચ્છામૃત્યુની પરવાનગી; દેશભરમાં LPGની અછત; IPL શેડ્યૂલ જાહેર

    13 hours ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ભારત આવી રહેલા થાઈ જહાજ પર થયેલા હુમલાના છે. બીજા સમાચાર દેશમાં પ્રથમ વખત મળેલી ઈચ્છામૃત્યુની પરવાનગી સાથે જોડાયેલા છે. સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે IPLની પ્રથમ મેચ ક્યાં યોજાશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો ચોથો દિવસ છે. ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવાતા હોબાળો થઈ શકે છે. 📰 કાલના મોટા સમાચારો 1. ભારત આવી રહેલા થાઈલેન્ડના જહાજ પર હોર્મુઝ સ્ટ્રેટમાં હુમલો, ઓમાનના નૌકાદળે 20 ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કર્યું, ત્રણ લોકો ગુમ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં થાઈલેન્ડના એક કાર્ગો જહાજ પર હુમલો થયો છે. ઓમાન નજીક જઈ રહેલા આ જહાજને પ્રોજેક્ટાઈલ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું, ત્યારબાદ થાઈ નૌકાદળે બચાવ અભિયાન શરૂ કર્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, થાઈ ધ્વજ ધરાવતું બલ્ક કેરિયર 'માયુરી નારી' ઓમાનની ઉત્તરે લગભગ 11 નોટિકલ માઈલ દૂર હતું, ત્યારે તેના પર હુમલો થયો હતો. થાઈ મીડિયા રિપોર્ટ્સ મુજબ, જહાજ પર સવાર 20 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ત્રણ લોકો હજુ પણ જહાજ પર હોવાનું કહેવાય છે. રોયલ થાઈ નેવીએ જણાવ્યું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે મળીને જહાજ અને ક્રૂની મદદ કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઇચ્છામૃત્યુનો ચુકાદો સંભળાવતા ભાવુક થયા જસ્ટિસ પારડીવાલા:SCએ 13 વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણાને મંજૂરી આપી, આ પ્રકારનો દેશમાં પહેલો કિસ્સો સુપ્રીમ કોર્ટે બુધવારે 31 વર્ષના એક યુવકને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી છે. ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણા છેલ્લા 13 વર્ષથી કોમામાં છે. હરીશ હાલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે અને દેશમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે એઈમ્સ (AIIMS)ને નિર્દેશ આપ્યો છે કે, હરીશ રાણાને પેલિએટિવ કેર (Palliative Care)માં દાખલ કરવામાં આવે, જેથી જીવનરક્ષક સારવારને તબક્કાવાર રીતે હટાવી શકાય. વાંચો સંપૂર્ણ સમાચાર 3. દેશભરમાં LPGની અછત, એજન્સીની બહાર લાંબી લાઈન:UP-બિહારમાં પોલીસ સુરક્ષામાં સિલિન્ડર વહેંચાઈ રહ્યા છે, રાજસ્થાનમાં કાળાબજારી શરૂ અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે દેશભરમાં LPGની અછત સર્જાઈ રહી છે. ગેસ સિલિન્ડર લેવા માટે એજન્સીઓ પર લાંબી લાઈનો લાગી છે. દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સપ્લાય પર પ્રતિબંધ મૂકતા હોટલો અને રેસ્ટોરન્ટમાં ભોજન બની શકતું નથી. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય ઠપ થવાથી સૌથી મોટો સંકટ હોટલ-રેસ્ટોરન્ટ પર છે. જ્યારે ઘરેલું રસોઈ ગેસ લેવા માટે ગેસ એજન્સીઓની બહાર લાંબી લાઈન લાગી છે. જે ઘરોમાં લગ્ન છે, તેઓ તણાવમાં છે. એકલા ભોપાલમાં જ 20 દિવસમાં એક હજારથી વધુ લગ્નો છે. કેટરર્સનું કહેવું છે કે આ ઇમરજન્સી જેવી સ્થિતિ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. JKના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા પર ફાયરિંગનો પ્રયાસ, VIDEO:હુમલાખોરે માથા પર બંદૂક તાકી, સુરક્ષાકર્મીઓએ બચાવ્યા; ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરી પણ હાજર હતા જમ્મુમાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પર બુધવારે મોડી સાંજે ફાયરિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અબ્દુલ્લા ગ્રેટર કૈલાશ વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં પહોંચ્યા હતા. તેમની સાથે જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરી પણ હાજર હતા. ઘટનાનો સીસીટીવી પણ સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે જ્યારે ફારૂક અબ્દુલ્લા લગ્નમાંથી જઈ રહ્યા હતા ત્યારે હુમલાખોર કમલ સિંહ જમ્વાલે પાછળથી આવીને અબ્દુલ્લાના માથા પર બંદૂક તાકી દીધી અને ગોળી ચલાવવાનો પ્રયાસ કર્યો. જોકે, તેમની સાથે હાજર સુરક્ષાકર્મીઓએ તેમને બચાવી લીધા અને હુમલાખોરને પકડી લીધો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને હુમલા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર… 5. ઓમ બિરલા પરથી ઘાત ટળી!:સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર, અમિત શાહ બોલ્યા- જે આંખ મારે છે, ફ્લાઈંગ કીસ આપે છે તે સ્પીકર પર સવાલ ઉઠાવે છે લોકસભામાં બુધવારે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિમતથી ફગાવી દેવામાં આવ્યો. તેમના પર ગૃહની કાર્યવાહી દરમિયાન ભેદભાવ કરવાનો આરોપ હતો. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે 56 મિનિટ સુધી જવાબ આપ્યો. તેમણે આ દરમિયાન રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા અને ગણાવ્યું કે 17મી, 18મી લોકસભામાં બોલવા માટે કેટલો સમય મળ્યો. તેમણે સ્પષ્ટ કહ્યું કે ગૃહ નિયમ મુજબ ચાલશે. સ્પીકરને નિયમોના ઉલ્લંઘન પર રોકવાનો અને ટોકવાનો અધિકાર છે. આ ગૃહ મેળો નથી, જે નિયમ મુજબ નહીં ચાલે, તેમનું માઈક બંધ થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. IPLની શરૂઆતની 20 મેચનું શેડ્યૂલ જાહેર:28 માર્ચે બેંગલુરુમાં RCB-SRHની ઓપનિંગ મેચ, ગયા વર્ષે વિક્ટ્રી પરેડમાં ત્યાં જ નાસભાગ મચી હતી BCCIએ IPL 2026ની શરૂઆતની 20 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બુધવારે જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત 28 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચથી થશે. દેશના 5 રાજ્યોમાં ચૂંટણીને કારણે IPLની ઓપનિંગ મેચ બે દિવસ લંબાવવામાં આવી છે. અગાઉ લીગની શરૂઆત 26 માર્ચે થવાની હતી, પરંતુ હવે લીગ 28 માર્ચે થશે. ઓપનિંગ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. જ્યાં ગયા વર્ષે RCBની વિક્ટરી પરેડ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી અને 11 લોકોના મોત થયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. માર્ચના છેલ્લા વીકમાં UCC બિલ વિધાનસભામાં લાવવા તૈયારીઓ:ઈટાલિયાએ કહ્યું, હું 8 પાસ નથી, LLB છું; સંઘવીનો જવાબ 'ચોપડી ઓછી વાંચી, પણ જૂતું ફેંકવાનું શીખ્યા નથી' ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા ગૃહમાં ભારે દલીલો અને રાજકીય ટીકા-ટિપ્પણીઓ જોવા મળી હતી. આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં નિવેદન આપતા કહ્યું હતું કે, હું 8 પાસ નથી, હું BA.LLB ભણેલો છું એટલે મારી જાતને હોશિયાર સમજું છું, પરંતુ હું કોઈને ખોટા બતાવીને પોતાને મોટો બનાવવા માંગતો નથી. તેમના આ નિવેદન બાદ ગૃહમાં ચર્ચા વધુ ગરમાઈ હતી. આ ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટિપ્પણી કરતા જણાવ્યું કે, કોઈ સભ્યે કદાચ ચોપડીઓ ઓછી વાંચી હોય, પરંતુ અહીં કોઈને જૂતું ફેંકવાનું શીખવવામાં આવતું નથી. તેમના આ નિવેદનથી ગૃહમાં રાજકીય ચર્ચા વધુ ઉગ્ર બની હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 8. રૂ.70માં અનલિમિટેડ ટિફિન આપવું હવે નહીં પોસાય':સુરતની હોટેલોના મેનૂમાંથી ઈડલી-ઢોસા ગાયબ; ગ્રાહકે કહ્યું- ગેસના બાટલા નહીં મળે તો અમારે ગુજરાત છોડવું પડશે ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયના ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે. ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઈપ ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલી વધી છે. તેમજ લારી-ગલ્લા વાળાની હાલત પણ કફોડી બની ગઈ છે. કેટરર્સ સંચાલકોએ પણ પોતાના ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની શકે છે. ગેસ સપ્લાયની તંગી સર્જાવાને લઈ સ્થાનિકોએ અગાઉથી ગેસના બાટલા ઓનલાઈન બુક કરાવી દીધા હતા. જે બાદ આજે સવારથી અલગ અલગ શહેરોમાં ગેસ એજન્સી બહાર ગેસના બાટલા લેવા લોકોની લાઈનો લાગી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : PMએ કહ્યું- કેરળને મલયાલી નામ મળ્યું:આની ખુશી ચહેરાઓ પર દેખાઈ રહી છે; રાજ્યમાં લગભગ ₹11 હજાર કરોડની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઈરાનની ટોપ લીડરશિપ ખતમ, તો કેવી રીતે યુદ્ધ લડે છે?:7 ટુકડામાં તાકાત વહેંચી રાખી છે, દરેક પદ માટે 4 ઉત્તરાધિકારી પહેલેથી નક્કી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : આસારામ રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યો:કહ્યું- તીર્થ સ્થળોએ જવાથી નરક ભોગવવું પડતું નથી, સારવાર માટે 6 મહિનાના જામીન પર છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : 133 મુસાફરોના જીવ માંડ બચ્યા!:એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું લેન્ડિંગ દરમિયાન પૈડું નીકળી ગયું, નોઝ ગિયર તૂટતા થાઈલેન્ડમાં હાર્ડ લેન્ડિંગ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : રશિયા પાસેથી 3 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદશે ભારત:રિલાયન્સ-IOCએ બુકિંગ કર્યું, ઈરાન યુદ્ધ વચ્ચે સપ્લાય બંધ થયા બાદ નિર્ણય વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : પાકિસ્તાની બેટરને પછાડીને ઈશાન નંબર-1 બનવાની નજીક:સેમસનની પણ ICC રેન્કિંગ્સમાં લાંબી છલાંગ, હાર્દિકે કરિયરનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગુરુની બદલાતી ચાલ, પથ્થરમાંથી સોનું બનાવશે!: 120 દિવસનો સુવર્ણકાળ, અર્થતંત્રમાં સુધારો અને શેરબજારમાં તેજીના સંકેત વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ખાડાના ઝટકાથી જીવ પાછો આવ્યો યુપીના પીલીભીતની એક મહિલાને બરેલીના ડોક્ટરોએ 'બ્રેન ડેડ' જાહેર કરી દીધી હતી. જ્યારે પરિવાર તેને ઘરે લઈ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એમ્બ્યુલન્સ એક ખાડામાં ઉછળી, જેના કારણે મહિલાના શરીરમાં હલચલ થઈ અને શ્વાસ ચાલુ થઈ ગયા. હોસ્પિટલમાં 13 દિવસની સારવાર બાદ તે સાજી થઈને ઘરે પરત ફરી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: 12 દિવસમાં ઈરાને અમેરિકાને કેટલું ઘાયલ કર્યું; 17 બેઝને નુકસાન થયું, 8 સૈનિકો માર્યા ગયા, દરરોજ અબજો ડોલરનો ખર્ચ થયો 2. મુંબઇમાં રોડ પર હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે ગુજરાત પોલીસે મનીષસિંહને પકડ્યો: એક્ટ્રેસ મનીષા કોઇરાલાના સેક્રેટરીની હત્યામાં સંડોવણી, વેશ બદલી રવીના ટંડનના પતિના બારમાં કામ કર્યું 3. ભાસ્કર એક્સક્લૂસિવ : 'હોસ્ટેલ પાસે મિસાઈલો પડી, ખબર નથી બચીશ કે નહીં': તેહરાનમાં ચારે તરફ દારૂગોળો, મિડલ ઈસ્ટમાં ફસાયેલા 90 લાખ ભારતીયોને બચાવવા પડકાર 4. 'ઘરની હરાજી થશે તો મારે ઝેર ખાવાનો વારો આવશે': ફાયનાન્સ કંપનીની જીદ સામે લાચાર માતાની વેદના; પતિનું મોત, બે બાળકોની જવાબદારી, હવે મકાન છીનવાશે? 5. ભાસ્કર એક્સપ્લેનર માર્ચમાં આટલી ગરમી, એપ્રિલ-જૂનમાં શું થશે?: ગુજરાતમાં પારો 40 ડિગ્રીને પાર, આ વર્ષે વધારે ગરમી પડશે? ભાસ્કર એક્સપ્લેનરમાં 5 જરૂરી સવાલોના જવાબ 6. Editor’s View: ઈરાન યુદ્ધની આગ આપણાં રસોડાં સુધી પહોંચી: બાટલાની બબાલ વચ્ચે પાઈપ ગેસવાળાને પણ પરસેવા છૂટશે, ગેસની અછત પાછળના કારણોનું સચોટ એનાલિસિસ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: મિથુન-મકર રાશિ માટે 'ગોલ્ડન ડે', કુંભ અને ધન રાશિ લોકોના સંબંધોમાં આવશે મધુરતા વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    I&B ministry asks Telegram to remove, disable access to 3,142 URL links
    Next Article
    અધૂરી કામગીરીથી લોકો થયા પરેશાન:માલપુરના ઉભરાણ-ગોતાપુર એપ્રોચ રોડની અધૂરી કામગીરીજલ્દી પૂર્ણ કરો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment