Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LPG સિલિન્ડર માટે e-KYC કરવાનો આજે છેલ્લો દિવસ:વેરિફિકેશન નહીં કરાવો તો આવતીકાલથી સબસિડી નહીં, જાણો મોબાઇલથી e-KYC કેવી રીતે કરવું

    8 hours ago

    જો તમે હજુ સુધી LPG કનેક્શનનું e-KYC કરાવ્યું નથી, તો તરત કરાવી લો, કારણ કે આજે તેની સમયમર્યાદા પૂરી થવા જઈ રહી છે. 1 ઓક્ટોબરથી 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડર માટે e-KYCનો નિયમ ફરજિયાત થઈ જશે. એટલે કે આવતીકાલથી જે યુઝર્સના LPG કનેક્શનનું e-KYC પૂર્ણ નહીં થયું હોય, તેઓ ન તો 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરનું બુકિંગ કરી શકશે અને ન તો તેમને સબસિડી મળશે. જોકે, તમે મોબાઇલ એપ દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરી શકો છો. 89.9% યુઝર્સનું e-KYC પૂર્ણ પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર, 19 સપ્ટેમ્બર સુધીમાં 27.43 કરોડ સક્રિય ઘરેલુ LPG કનેક્શન એટલે કે 89.9%નું e-KYC પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમની રિફિલ બુકિંગ કોઈપણ અડચણ વિના ચાલુ રહેશે. જે ગ્રાહકોનું ઓથેન્ટિકેશન અધૂરું છે, તેમના માટે સબસિડીવાળી રિફિલ બુકિંગ ઓથેન્ટિકેશન બાદ જ પ્રક્રિયા કરવામાં આવશે. eKYC ન કરાવવાથી શું નુકસાન થશે? સરકારે જણાવ્યું છે કે જે ગ્રાહકો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવવા માંગતા નથી અથવા અસમર્થ છે, તેમને પણ સિલિન્ડર મળશે. આ માટે તેમણે ડિજિટલ ચેનલ, એપ, વોટ્સએપ અથવા IVRS મારફતે પોતાનો વિકલ્પ પસંદ કરવો પડશે. જો યુઝર પછીથી વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી લે છે, તો તેમના નિયમિત 14.2 કિલોના સિલિન્ડરની બુકિંગ અને સબસિડીની સુવિધા ફરીથી શરૂ કરી દેવામાં આવશે. e-KYCની સમયમર્યાદા વારંવાર વધારવામાં આવી તેની શરૂઆતની સમયમર્યાદા 30 જૂન, 2026 નક્કી કરવામાં આવી હતી, જેને બાદમાં વધારીને 31 જુલાઈ, 7 ઑગસ્ટ, 15 ઑગસ્ટ, 23 ઑગસ્ટ, 31 ઑગસ્ટ, 7 સપ્ટેમ્બર અને અંતે 14 સપ્ટેમ્બર કરવામાં આવી હતી, જેથી ગ્રાહકોને પૂરતો સમય મળી શકે. કંપનીઓનું બાકી નુકસાન 62 હજાર કરોડને પાર થયું સરકારના આંકડા મુજબ, સપ્ટેમ્બર 2026માં 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર આશરે ₹210 સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. તેલ કંપનીઓનું ઘરેલુ LPG પરનું બાકી નુકસાન 31 ઑગસ્ટ 2026 સુધીમાં ₹62,000 કરોડને પાર કરી ચૂક્યું છે. મોબાઇલ એપ દ્વારા e-KYC કરવા માટે નીચેનું ગ્રાફિક જુઓ… ફેસ ઓથેન્ટિકેશન ફેલ થઈ જાય તો ગભરાશો નહીં ફેસ ઓથેન્ટિકેશન ફેલ થવા પર ગભરાવાની જરૂર નથી. એપને ફરીથી ખોલીને ફેસ વેરિફિકેશનની પ્રક્રિયા ફરી કરો. ધ્યાન રાખો કે ચહેરા પર પૂરતો પ્રકાશ હોય અને મોબાઇલને સ્થિર રાખો. ફેસ સ્કેન કર્યા પછી એપમાં ‘e-KYC સફળ’નું સ્ટેટસ જરૂર તપાસો. માત્ર ફેસ સ્કેન થઈ જવાથી e-KYC પૂર્ણ થઈ ગઈ છે એવું માનશો નહીં. જો સ્ટેટસ સફળ દેખાતું ન હોય, તો ગેસ એજન્સી પાસેથી તમારા ગ્રાહક રેકોર્ડમાં e-KYCનું સ્ટેટસ કન્ફર્મ કરાવો. ઓફલાઇન e-KYC કરાવવાના 2 વિકલ્પો જો કોઈ ગ્રાહકને મોબાઇલ એપ દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવામાં મુશ્કેલી આવી રહી હોય, તો તેમની પાસે અન્ય વિકલ્પો પણ છે-
    Click here to Read More
    Previous Article
    Delivery Robots Cause Minor Traffic Jam At Busy Intersection In Russia: 'Like Lost Schoolkids'
    Next Article
    હવે દિવાળી પર બિન્દાસ્ત થઈને ફટાકડા ફોડી શકાશે:સુપ્રીમ કોર્ટનો ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઇનકાર, કહ્યું- લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment