Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LPG બાદ હવે તેલનું આગમન:80 હજાર મેટ્રિક ટન ક્રૂડ સાથે ‘જગ લાડકી’ જહાજ મુન્દ્રા પહોંચ્યું

    8 hours ago

    પશ્ચિમી દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને દરિયાઈ માર્ગો પરના પડકારો વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવતી એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. ભારતીય ધ્વજ ધરાવતું વિશાળ ક્રૂડ ઓઇલ ટેન્કર ‘જગ લાડકી’ સંયુક્ત આરબ અમીરાતથી આશરે 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલનો જથ્થો લઈને અદાણી પોર્ટ્સ મુન્દ્રા ખાતે સુરક્ષિત રીતે લાંગર્યું છે. આ શિપમેન્ટ ભારતની મુખ્ય રિફાઇનરીઓ માટે જીવનરેખા સમાન સાબિત થશે. ‘જગ લાડકી’ટેન્કર તેની અદભૂત ક્ષમતા અને કદ માટે જાણીતું છે. આ જહાજની કુલ લંબાઈ 274.19 મીટર અને પહોળાઈ 50.04 મીટર છે. યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ના અત્યંત વ્યસ્ત એવા ફુર્જરાહ પોર્ટના ઓઈલ ટર્મિનલ પર ગત શનિવારે ડ્રોન દ્વારા ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા વખતે પોર્ટ પર જ રહેલા ભારતીય ધ્વજ ધરાવતા ફૂડ ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’નો આબાદ બચાવ થયો છે. 14 માર્ચના રોજે જ્યારે જગ લાડકી જહાજ ફુજૈરાહના સિંગલ પોઈન્ટ મૂરિંગ પર ઓઈલ લોડ કરી રહ્યું હતું બરાબર તે જ સમયે ઓઈલ ટર્મિનલ પર ડ્રોન સ્ટ્રાઈક થઈ હતી. હુમલાના કારણે ટર્મિનલની આસપાસ આગ ફાટી નીકળી હતી અને મોટાભાગની લોડિંગ કામગીરીઓ તાત્કાલિક રોકવી પડી હતી. જોકે, આ ભયાનક અને જીવલેણ સ્થિતિ વચ્ચે પણ ભારતીય જહાજનો બચાવ થયો છે. રવિવારે સવારે 10:30 કલાકે (IST) જગ લાડકી લગભગ 80.800 ટન ઓઈલ લઈને ફુજૈરાહ પોર્ટ પરથી સંપૂર્ણપણે સુરક્ષિત રીતે મુન્દ્રા બંદર આવવા રવાના થયું હતું જે બુધવારે સવારે અદાણી પોર્ટ પર પહોચ્યું હતું. અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ આ વિશાળ જહાજને સુરક્ષિત બર્થિંગ સુવિધા પૂરી પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    ઈરાનના સુપ્રીમ લીડરે કહ્યું- લારીજાનીની હત્યાનો બદલો લઈશું:લોહીનો હિસાબ ચૂકવવો પડશે, ઈરાનમાં દુનિયાના સૌથી મોટા ગેસ ફીલ્ડ પર હુમલો
    Next Article
    70% Kerala MLAs Face Criminal Cases, Over Half Are Crorepatis

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment