Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાવો- ભારતે હોર્મુઝ પાસે બે યુદ્ધ જહાજો તૈનાત કર્યા:ઓઇલ-ગેસ ભરેલા ભારતીય જહાજોને સુરક્ષા આપશે; આજે પહેલું LPG જહાજ ગુજરાત પહોંચ્યું

    4 days ago

    ઈરાને ફેબ્રુઆરીમાં જપ્ત કરવામાં આવેલા તેના ત્રણ ટેન્કર છોડવાની માગ ભારત પાસે કરી છે. રોઇટર્સના રિપોર્ટ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવા અંગેની વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. બીજી તરફ UAEએ મોટો નિર્ણય લીધો છે. સોમવારના ડ્રોન હુમલા બાદ યુએઈએ દુબઈના બે એરપોર્ટ પરથી વિદેશી એરલાઇન્સના સંચાલન પર અનિશ્ચિત પ્રતિબંધ મૂક્યો છે. રિપોર્ટ મુજબ, ઈરાને ભારત પાસે કેટલીક દવાઓ અને મેડિકલ ઉપકરણોની સપ્લાયની માગ પણ કરી છે. આ મુદ્દા પર ઈરાનના રાજદૂતે સોમવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરીને ચર્ચા કરી હતી. ભારતે ફેબ્રુઆરીમાં એસ્ફાલ્ટ સ્ટાર, અલ જાફઝિયા, અને સ્ટેલર રૂબી નામના ત્રણ ટેન્કર જપ્ત કર્યા હતા. આરોપ છે કે આ જહાજોએ પોતાની ઓળખ છુપાવી હતી અને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે 'શિપ-ટૂ-શિપ ટ્રાન્સફર'માં ભાગ લીધો હતો. હાલમાં આ ટેન્કરો મુંબઈ પાસે લંગર નાખેલા છે. ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોનું પસાર થવું અત્યંત મહત્વનું છે, કારણ કે દેશની આશરે 90% LPG આયાત ગલ્ફ ક્ષેત્રમાંથી થાય છે. ફારસની ખાડીમાં હાલમાં 22 ભારતીય જહાજો અને 611 ભારતીય નાવિકો હાજર છે, જેની સુરક્ષા અને અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે LPG કેરિયર જહાજ 'શિવાલિક' કતારથી ગેસ લઈને ભારત પહોંચી ગયું છે. આ જહાજ સોમવારે સાંજે 5 વાગ્યે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું હતું. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Delhi Cabinet nod for free bus travel for transgender passengers
    Next Article
    વિધાનસભા સત્રમાં રિવાબા જાડેજાનું ટેબલેટ બન્યું અરીસો:ખાનગી કોચિંગ સેન્ટરો માટે કાયદો નહીં, સરકાર લાવશે નવી નીતિ; વિદ્યાર્થીઓની સલામતી અને કાઉન્સેલિંગ ફરજિયાત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment