Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગેસના બાટલાની લૂંટ-વૃદ્ધનું મોત અને અંધાધૂંધી, ભારત આવશે હજારો ટન LPG, ઈરાનની પરવાનગી; ગુજરાત માથે માવઠાનું સંકટ તોળાયું

    10 hours ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈરાનને લઈને છે, ઈરાને બે ભારતીય જહાજોને હોર્મુઝમાંથી નીકળવાની પરવાનગી આપી દીધી છે. આ જહાજો પર હજારો ટન LPG છે. બીજા સમાચાર પીરિયડ્સમાં પેઈડ લીવની માંગવાળી અરજી ફગાવી દેવા અંગેના છે. ⏰આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદીના અસમ પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ સિલચરમાં ભૂમિપૂજન કરશે અને આશરે 23,550 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કરશે. 2. અસમ પછી પીએમ પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે. ₹18,680 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાને કહ્યું- ભારત અમારો મિત્ર, તેમને સુરક્ષિત રસ્તો આપીશું:હોર્મુઝ સ્ટ્રેટ પર ભારતના જહાજોને ઈરાનનું ગ્રીન સિગ્નલ; ઓમાનમાં ડ્રોન હુમલામાં 2 ભારતીયોનાં મોત ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ કહ્યું છે કે ઈરાન ભારતને સુરક્ષિત માર્ગ આપવા તૈયાર છે. તેમણે કહ્યું કે ભારત અને ઈરાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે. દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતા ફતહાલીએ કહ્યું કે તમે આગામી બે કે ત્રણ કલાકમાં તેની અસર જોશો. અમને વિશ્વાસ છે કે ઈરાન અને ભારત આ ક્ષેત્રમાં સમાન હિતો ધરાવે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. પીરિયડ્સમાં પેઇડ લીવની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી:CJI બોલ્યા- જો કાયદો બનાવવામાં આવશે તો મહિલાઓને કોઈ કામ નહીં આપે, તેમનું કરિયર ખતમ થઈ જશે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દેશભરની મહિલા વિદ્યાર્થીઓ અને નોકરી કરતી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પેઇડ લીવ આપવાની માંગ કરતી અરજી ફગાવી દેવામાં આવી. CJI સૂર્યકાંતે કહ્યું કે આવી અરજીઓ અજાણતાં જ મહિલાઓ વિશેની રૂઢિગત માન્યતાઓને વધુ મજબૂત કરી શકે છે. જો આ કાયદો બનાવવામાં આવે તો મહિલાઓને કોઈ કામ નહીં મળે, તેમની કારકિર્દી સમાપ્ત થઈ જશે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. યુવક પાસેથી બદમાશો ગેસનો બાટલો છીનવી ગયા:દેશભરમાં ગેસના બાટલાની અછતના કારણે અફરાતફરી; પંજાબમાં બાટલા લઈને લોકો દોડ્યા, ગેસ માટે લાઈનમાં ઊભેલા વૃદ્ધને હાર્ટએટેક અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે દેશભરમાં LPGની અછત સર્જાઈ છે. ગેસ એજન્સીઓની બહાર લાંબી કતારો છે. ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી પણ થઈ રહી છે. કોમર્શિયલ સિલિન્ડરનું બુકિંગ 4 દિવસથી બંધ છે. જ્યારે પંજાબમાં લાઈનમાં ઉભેલા એક વૃદ્ધનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. કેરળમાં રસોઈ ગેસની અછતને કારણે લગભગ 40% રેસ્ટોરન્ટ બંધ થવાના આરે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. કુલદીપ યાદવની હલ્દીમાં યુઝવેન્દ્ર ચહલનો ડાન્સ, VIDEO:સાંજે સંગીત અને કોકટેલ પાર્ટી; સૂર્યકુમાર-રોહિત સામેલ થઈ શકે છે ક્રિકેટર કુલદીપ યાદવના લગ્નને લઈને મસૂરીમાં સમારોહ શરૂ થઈ ગયા છે. સવારે 11 વાગ્યાથી હલદીની વિધિ શરૂ થઈ, જે બપોરના લગભગ બે વાગ્યા સુધી ચાલી. ત્યારબાદ મહેમાનોએ સ્પેશિયલ લંચ કર્યું, જેમાં એક થાળીની કિંમત 20 હજાર રૂપિયાથી વધુ છે. હલદી પછી સમારોહમાં ડાન્સ અને મસ્તીનો દોર શરૂ થઈ ગયો. આ પહેલા જ ક્રિકેટ અને મનોરંજન જગતની ઘણી હસ્તીઓ મસૂરી પહોંચી ચૂકી હતી. આ ઉપરાંત રિંકુ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, કૈલાશ ખેર અને બોલિવૂડ અભિનેતા કુણાલ કપૂર પણ સમારોહમાં સામેલ થવા માટે મસૂરી પહોંચ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. એર ઇન્ડિયા પછી ઇન્ડિગોની પણ ટિકિટો મોંઘી: ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર ₹425 અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ₹2300 સુધી વધારાનો ચાર્જ લાગશે, કારણ- જેટ ફ્યુઅલ મોંઘું એર ઇન્ડિયા પછી ઇન્ડિગોની ફ્લાઇટ્સ પણ આવતીકાલથી મોંઘી થઈ જશે. દેશની સૌથી મોટી એરલાઇન કંપનીએ શુક્રવારે તમામ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 'ફ્યુઅલ સરચાર્જ' લગાવવાની જાહેરાત કરી છે. એરલાઇને જણાવ્યું કે ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે જેટ ફ્યુઅલની કિંમતો 85% સુધી વધી ગઈ છે. આ કારણે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ટિકિટો પર ₹425થી ₹2300 સુધીનો સરચાર્જ લગાવવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો વિદ્યાર્થી નીકળ્યો:ધો.10ની પરીક્ષા ન આપવા પ્રેંક, મેસેજમાં લખ્યું-'સ્કૂલ વીલ બી ડિસ્ટ્રોઈડ ટુમોરો, ગોડ ઈઝ ગ્રેટ, અલ્લાહુ અકબર' 5 માર્ચના રોજ વડોદરાના મકરપુરા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન સ્થિત કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે સાયબર ક્રાઇમ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. સ્કૂલને ધમકી આપનાર બહારનો કોઈ વ્યક્તિ નહીં પરંતુ સ્કૂલનો વિદ્યાર્થી જ હતો. જે હાલ CBSE બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. ધમકીને પગલે મકરપુરા પોલીસે ચેકિંગ પણ કર્યું હતું. આખી સ્કૂલમાં તપાસ કરવામાં આવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 7. આકાશમાંથી વરસવાની છે આફત:18-19મીએ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતા; કેસર કેરીના પાકને નુકસાન થવાની સંભાવના ગુજરાતમાં પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે કાળઝાળ ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે, પરંતુ હવામાન વિભાગે હવે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની ઘાત તોળાઈ રહી હોવાની આગાહી કરી છે. આગામી 18 અને 19 માર્ચના રોજ કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું પડવાની શક્યતા છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : હિમાચલના પ્રવાસન પર મિડલ ઇસ્ટમાં તણાવની અસર:હોટલોમાં 50% એડવાન્સ બુકિંગ રદ, રોજનું લાખોનું નુકશાન વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી:મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ; તાલિબાને કહ્યું- આનો જવાબ આપીશું વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મોનાલિસાએ જ ડિરેક્ટરની ફિલ્મ કરી નાખી, કરોડોનું દેવું થઈ ગયું:ડિરેક્ટરે કહ્યું- મારી સ્થિતિ રાજપાલ યાદવ જેવી, ફિલ્મ રિલીઝ કેવી રીતે કરું વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકાએ H-1B વિઝા આપવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો:હવે પગારના આધારે સિલેક્શન થશે; 1 એપ્રિલથી નવું ફોર્મ I-129 લાગુ પડશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોના-ચાંદીનાં ભાવ ઘટ્યા:સોનું ₹1,748 ઘટીને ₹1.58 લાખ પ્રતિ 10 ગ્રામ આવ્યું, ચાંદીમાં પણ ₹8,350નો ઘટાડો થયો; અમેરિકા-ઈરાન યુદ્ધની અસર વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : રનઆઉટના ચક્કરમાં બાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે વિવાદ:નાટકીય અંદાજમાં સલમાન અલીને BAN કેપ્ટને પેવેલિયન ભેગો કરતા મેદાન પર જ દલીલ થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 15 માર્ચે પાપમોચની એકાદશી:સુખ-શાંતિ અને સફળતાની કામના માટે વ્રત કરો; રવિવારથી મીનારક કમુહૂર્તાનો પણ પ્રારંભ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ રાજસ્થાનમાં ચોરી કરીને મહિલાઓ દાગીના ગળી જતી હતી રાજસ્થાનમાં ભીલવાડા પોલીસે એક મહિલા ચોર ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગની મહિલાઓ જ્વેલરી ચોરી કર્યા પછી તેને ગળી જતી હતી. જ્યારે પોલીસ કર્મચારીઓએ 7 મહિલાઓની ધરપકડ કરીને મેડિકલ ચેકઅપ કરાવ્યું, ત્યારે તેમના પેટમાંથી મંગળસૂત્ર અને સોનાના મોતી મળી આવ્યા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : મંત્રીએ પૂછ્યું ગુજરાતના CM કોણ?, જવાબ મળ્યો ‘મોદીજી’:અધિકારી ‘BF-GF’ બોલ્યા ને ચર્ચામાં આવી ગયા; ગેસની અછત પર વોટ્સએપમાં જબરા મેસેજ ફરતા થયા 2. એક્સક્લૂસિવ : દુબઇમાં ફસાયેલા પતિ-પત્નીને જ્યારે BAPSના સંતનો ફોન આવ્યો:ભાસ્કરને કહી આંખ ભીની કરી દેતી આપવીતી; એરપોર્ટ બંધ થઇ ગયું, હોટલ પર પહોંચ્યા તો ભાડું વધી ગયું 3. ફિલ્મી ફેમિલી : સેમિફાઇનલમાં ભારત હારતા શફી ઇનામદારનું હાર્ટ અટેકથી મોત:ગુજરાતીની આંગળી પકડી નાટકો શીખ્યા, કાર થાંભલા સાથે અથડાતા પત્નીનું મોત 4. 'UPમાં અવિમુક્તેશ્વરાનંદ કેસ અને UGCનો કાઉન્ટર કરે BJP':RSSનો મેસેજ- યોગી જ ચહેરો, શિસ્તહીન લોકોને બહાર કરો 5. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : ફિલ્મ નિર્માતાની શંકાના વમળમાં પરિવાર હોમાયો!:દીકરીના મુસ્લિમ બોયફ્રેન્ડથી નારાજ, પત્ની પર આડા સંબંધનો આરોપ; એક્ટર કમલનું 'થ્રિલર ફિલ્મી' જીવન 6. આજનું એક્સપ્લેનર:1600 કરોડ મળ્યા હતા, ટ્રમ્પે 6 દિવસમાં જ 20 ગણા ઉડાવી દીધા; ક્યાંથી આવ્યા ઈરાન સામેના યુદ્ધના પૈસા, કેવી રીતે થશે ભરપાઈ? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: વૃષભ અને વૃશ્ચિક રાશિ માટે આર્થિક રીતે દિવસ ભાગ્યશાળી રહેશે, મિથુન અને મીન રાશિને મિલકતના સોદામાં સફળતા મળશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    World Cup final, a village scuffle, and the loss of a boy who spoke through gestures
    Next Article
    "Totally Obliterated": Trump Says US Bombed Iran's "Crown Jewel" Kharg Island

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment