Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં LPG વિતરણ માટે પોલીસ સતર્ક:કાળાબજારી રોકવા ડિસ્ટ્રીબ્યુટરો સાથે બેઠક યોજાઈ

    9 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં LPG ગેસના સુચારુ વિતરણ માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ, સુત્રાપાડા અને તાલાલાના LPG ગેસ ડિસ્ટ્રીબ્યુટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગેસ સિલિન્ડરની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પોલીસે LPG ગેસની કાળાબજારી, ગેરકાયદે સંગ્રહખોરી અને અનિયમિત વિતરણ જેવી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ ડિસ્ટ્રીબ્યુટરોને ગેસ વિતરણમાં પારદર્શિતા અને નિયમિતતા જાળવવા જણાવ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે કોઈપણ ગેરરીતિ કે કાળાબજારી સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. LPG વિતરણ એજન્સીઓ ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ ડિસ્ટ્રીબ્યુટરોને ગીર સોમનાથ જિલ્લા પોલીસ સાથે સતત સંકલન રાખવાની સૂચના પણ અપાઈ હતી. બેઠક દરમિયાન, ડિસ્ટ્રીબ્યુટરોએ પુરવઠા વ્યવસ્થાને સરળ બનાવવા અને ગ્રાહકોને સમયસર LPG ગેસ ઉપલબ્ધ કરાવવા પોલીસને સહકાર આપવાની ખાતરી આપી હતી. પોલીસ તંત્રના આ પગલાંથી જિલ્લામાં LPG ગેસના વિતરણમાં પારદર્શિતા અને કાયદો વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ, કૃષિ મેળા યોજાયા:પીએમ કિસાન સમ્માન નિધિ અને મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ આયોજન
    Next Article
    Iran War Effect | દમણમાં પ્લાસ્ટિકના દાણાના ભાવમાં 50 ટકાનો વધારો |Plastic Business |Iran Israel War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment