Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સસ્તો LPG બાટલો જોઇએ છે?:1 ઑક્ટોબર પહેલાં ઘરે બેઠાં જ કરો e-KYC, નહીંતર બંધ થઈ જશે ₹210ની સબસિડી!

    9 hours ago

    કેન્દ્ર સરકારે દેશભરના ઘરેલુ LPG ગ્રાહકો માટે e-KYC અંગે નવો આદેશ જાહેર કર્યો છે. 1 ઑક્ટોબરથી સબસિડીવાળા સિલિન્ડરની બુકિંગ ચાલુ રાખવા માટે બાયોમેટ્રિક ઑથેન્ટિકેશન એટલે કે e-KYC કરાવવું ફરજિયાત રહેશે, નહીં તો સિલિન્ડર પર મળતી 210 રૂપિયાની સબસિડી મળશે નહીં. પેટ્રોલિયમ મંત્રાલયનું કહેવું છે કે આ પગલું નકલી કનેક્શન બંધ કરવા અને સબસિડીનો યોગ્ય લાભ માત્ર સામાન્ય ઘરેલુ પરિવારો સુધી પહોંચાડવા માટે લેવામાં આવ્યું છે. 89.9% યુઝર્સની e-KYC પૂર્ણ પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર, 19 સપ્ટેમ્બર સુધીમાં 27.43 કરોડ સક્રિય ઘરેલુ LPG ગ્રાહકોમાંથી 89.9%નું ઑથેન્ટિકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમની રિફિલ બુકિંગ કોઈ પણ અડચણ વિના ચાલુ રહેશે. જે ગ્રાહકોનું ઓથેન્ટિકેશન અધૂરું છે, તેમની સબસિડીવાળી રિફિલ બુકિંગ ઓથેન્ટિકેશન પછી જ પ્રક્રિયા કરવામાં આવશે. e-KYC ન કરાવવા છતાં પણ સિલિન્ડર મળશે સરકારે જણાવ્યું છે કે જે ગ્રાહકો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવવા માંગતા નથી અથવા તે કરાવવામાં અસમર્થ છે, તેમને પણ સિલિન્ડર મળશે, પરંતુ તેમને સબસિડી મળશે નહીં. આ માટે તેમણે ડિજિટલ ચેનલ, એપ, વોટ્સએપ અથવા IVRS દ્વારા પોતાનો વિકલ્પ પસંદ કરવો પડશે. તેમને બજારભાવ પર 5 કિગ્રા અથવા 10 કિગ્રાના સિલિન્ડર આપવામાં આવશે. e-KYCની સમયમર્યાદા વારંવાર વધારવામાં આવી તેની શરૂઆતની સમયમર્યાદા 30 જૂન, 2026 નક્કી કરવામાં આવી હતી, જેને બાદમાં વધારીને 31 જુલાઈ, 7 ઑગસ્ટ, 15 ઑગસ્ટ, 23 ઑગસ્ટ, 31 ઑગસ્ટ, 7 સપ્ટેમ્બર અને અંતે 14 સપ્ટેમ્બર કરવામાં આવી હતી, જેથી ગ્રાહકોને પૂરતો સમય મળી શકે. કંપનીઓનું બાકી નુકસાન ₹62 હજાર કરોડને પાર સરકારી આંકડા મુજબ, સપ્ટેમ્બર 2026માં 14.2 કિલોના સિલિન્ડર પર આશરે ₹210ની સબસિડી આપવામાં આવી રહી છે. જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓનું ઘરેલુ LPG પરનું બાકી નુકસાન 31 ઑગસ્ટ 2026 સુધીમાં ₹62,000 કરોડને પાર કરી ચૂક્યું છે. મોબાઇલ એપ દ્વારા ઘરે બેઠાં થોડી જ મિનિટોમાં e-KYC કરવા માટે નીચેનું ગ્રાફિક જુઓ… ફેસ ઓથેન્ટિકેશન નિષ્ફળ જાય તો ગભરાશો નહીં ફેસ ઓથેન્ટિકેશન નિષ્ફળ જાય તો ગભરાવાની જરૂર નથી. એપને ફરીથી ખોલીને ફરી એકવાર ફેસ વેરિફિકેશનની પ્રક્રિયા કરો. ધ્યાન રાખો કે ચહેરા પર પૂરતો પ્રકાશ હોવો જોઈએ અને મોબાઇલને સ્થિર રાખો. ફેસ સ્કેન કર્યા પછી એપમાં ‘e-KYC સફળ’નું સ્ટેટસ જરૂર તપાસો. માત્ર ફેસ સ્કેન થઈ જાય એટલે e-KYC પૂર્ણ થઈ ગઈ છે એવું ન માનશો. જો સ્ટેટસ સફળ દેખાતું ન હોય, તો ગેસ એજન્સી પાસેથી તમારા ગ્રાહક રેકોર્ડમાં e-KYCનું સ્ટેટસ કન્ફર્મ કરાવો. ઓફલાઇન e-KYC કરાવવાના 2 વિકલ્પો જો કોઈ ગ્રાહકને મોબાઇલ એપ દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવામાં મુશ્કેલી આવી રહી હોય, તો તેમની પાસે અન્ય વિકલ્પો પણ છે- ----------------------- આ સમાચાર પણ વાંચો… AI બન્યું બેકાબૂ:ગૂગલના ‘જેમિની’એ માનવીય મદદ વગર 3 કંપનીઓની સિસ્ટમ હેક કરી, પાસવર્ડ ગેસ કરીને ઍક્સેસ લીધો; મસ્ક અને ઓલ્ટમેનની ચેતવણી ગૂગલના AI મોડલ જેમિનીએ સાયબર સિક્યુરિટી ટેસ્ટિંગ દરમિયાન 3 કંપનીઓની કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ અને વેબસાઇટ્સને કોઈ પણ માનવીય મદદ વિના હેક કરી લીધી. આ પહેલો એવો કિસ્સો છે, જેમાં ગૂગલનું કોઈ AI મોડલ પોતાની રીતે કોઈ વાસ્તવિક સિસ્ટમમાં ઘૂસી ગયું. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    LPG Subsidy पर बड़ी खबर, सस्‍ते गैस सिलेंडर के लिए पेट्रोलियम मंत्रालय ने आधार जरूरी किया, डेडलाइन नोट कर लें
    Next Article
    અંકશાસ્ત્ર: તમારો લાઈફ પાથ નંબર:અને સફળતાનો સચોટ ઉપાય, જાણો ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડો. પંકજ નાગર પાસેથી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment