Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતારથી LNG ભરેલું જહાજ ભરૂચના દહેજ બંદરે આવી પહોંચ્યું:જહાજમાં અંદાજે 62 હજાર મેટ્રિક ટન LNG કાર્ગો; હોર્મુઝ સ્ટ્રેટ પાર કરનાર પ્રથમ ભારતીય કેરિયર

    1 day ago

    મધ્યપૂર્વમાં તણાવ અને અમેરિકા-ઈરાન વચ્ચે વધેલી પરિસ્થિતિને કારણે પર્શિયન ગલ્ફમાં અટવાયેલું LNG ટેન્કર ‘દિશા’ સુરક્ષિત રીતે ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત LNG ટર્મિનલ પર પહોંચી ગયું છે. આ ટેન્કર ભારત માટે મહત્વપૂર્ણ LNG કાર્ગો લઈને આવ્યું છે. ટેન્કર ‘દિશા’એ 2 માર્ચના રોજ કતારના રાસ લાફાન LNG ટર્મિનલ પરથી લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG)નો કાર્ગો ભર્યો હતો. જોકે, હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં અસ્થિર પરિસ્થિતિને કારણે જહાજ લગભગ ત્રણ મહિનાથી વધુ સમય સુધી પર્શિયન ગલ્ફમાં ફસાયેલું રહ્યું હતું. 15 જૂનના રોજ ટેન્કર ‘દિશા’એ સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યો હતો. તે 19 જૂને દહેજ LNG ટર્મિનલ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. ટેન્કરમાં કુલ 62,370 મેટ્રિક ટન LNGનો જથ્થો છે. આ જહાજનું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SCI) દ્વારા કરવામાં આવે છે અને તે પેટ્રોનેટ LNG લિમિટેડ માટે ચાર્ટર કરાયું છે. મધ્યપૂર્વમાં વધેલા તણાવ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનારા પ્રથમ ભારતીય LNG કેરિયર્સમાં ‘દિશા’નો સમાવેશ થાય છે. દહેજ LNG ટર્મિનલ દેશનું સૌથી મોટું LNG આયાત કેન્દ્ર છે. તેથી, ‘દિશા’નું સુરક્ષિત આગમન ભારતના ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ છે. વિશ્વના ઊર્જા વેપાર માટે વ્યૂહાત્મક ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અનિશ્ચિતતાની અસર LNG અને ક્રૂડ ઓઈલના વૈશ્વિક વેપાર પર પણ જોવા મળી હતી. દહેજ ટર્મિનલ પર પહોંચેલા LNG કાર્ગોને સંગ્રહિત કરવામાં આવશે. ત્યારબાદ તેનું દેશના વિવિધ ઉદ્યોગો, વીજ ઉત્પાદન એકમો અને અન્ય ક્ષેત્રોમાં ગેસ પુરવઠા માટે વિતરણ કરાશે.
    Click here to Read More
    Previous Article
    પાટણના પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે વિવિધ સેવાકાર્યોનું આયોજન:ફૂલહારને બદલે નોટબુકથી સન્માન, દિવસભર વિવિધ જનહિતના કાર્યો હાથ ધરાશે
    Next Article
    પાટણ બેંક ડિરેક્ટર્સ ચૂંટણી જાહેર, 5 જુલાઈએ મતદાન:15 બેઠક માટે ચૂંટણી, 2 મહિલા અને 1 SC/ST અનામત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment