Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિપોર્ટિંગ કરતા પત્રકાર પર મિસાઈલ હુમલો, LIVE VIDEO:લેબનોનમાં RTના પત્રકાર પર ઇઝરાયલનો મિસાઈલ હુમલો; પત્રકારે કહ્યું- 'આ હુમલો ઈરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો'

    1 week ago

    દક્ષિણ લેબનાનના એક વીડિયોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે. આ વીડિયોમાં રશિયન સ્ટેટ બ્રોડકાસ્ટર RTના રિપોર્ટર સ્ટીવ સ્વીની રિપોર્ટિંગ કરતી વખતે અચાનક નીચે ઝૂકીને બેસે છે અને તેમની પાછળ એક મિસાઇલ હુમલો થાય છે. વિસ્ફોટમાં રિપોર્ટર સ્ટીવ સ્વીની અને તેમના કેમેરામેન અલી રીદા ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. આ હુમલો જાણીજોઈને કરવામાં આવ્યો હતો RT મુજબ, બંને મીડિયાકર્મી દક્ષિણ લેબનાનમાં અલ-કાસમિયા બ્રિજ પાસે રિપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો. રીડાએ કહ્યું કે ટીમ સ્પષ્ટપણે 'PRESS' લોગો હેઠળ કામ કરી રહી હતી અને હુમલો ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો. રશિયન વિદેશ મંત્રાલયના અધિકારીઓએ આ શંકાને સમર્થન આપ્યું. RTના એડિટર ઈન ચીફ માર્ગારીટા સિમોનિયને X પર લખ્યું કે સ્વિનીએ જણાવ્યું છે કે IDF (ઇઝરાયલી સંરક્ષણ દળો) ના ફાઇટર જેટે તેમની કાર પર હુમલો કર્યો જેમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલમાં તેમની હાલત સ્થિર છે. પહેલેથી ચેતવણી આપી હતી વાયરલ વીડિયોના જવાબમાં, IDFએ એક નિવેદન જાહેર કર્યુ જેમાં કહેવામાં આવ્યું હતું કે કાસમિયા ક્રોસિંગનો વિસ્તાર ખાલી કરવા માટે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી જ્યાં પત્રકારો જોવા મળ્યા હતા. IDFએ વધુમાં કહ્યું હતું કે હુમલો ચેતવણીના "પૂરતા સમય" પછી જ થયો હતો અને ઇઝરાયલ પત્રકારોને નિશાન બનાવતું નથી અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર કાર્ય કરે છે. દક્ષિણ લેબનાનમાં વધી રહેલા હુમલાઓ આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઇરાન અને તેના સાથી દેશો સામે હુમલાઓ તીવ્ર બનાવી રહ્યા છે. દક્ષિણ લેબનાનમાં હવાઈ અને જમીની કાર્યવાહી ચાલુ છે. લેબનાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મહિનાની શરૂઆતથી આ વિસ્તારમાં લગભગ 1,000 લોકો માર્યા ગયા છે અને 10 લાખ લોકો વિસ્થાપિત થયા છે. રશિયા-ઇઝરાયલ તણાવ વધુ વધ્યો રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ હુમલો સંયોગ ન હોઈ શકે, ખાસ કરીને હાલના મહિનાઓમાં સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં પત્રકારોના મોત થયા છે. રશિયાએ આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા તપાસની માંગ કરી છે, જેના કારણે મોસ્કો અને તેલ અવીવ વચ્ચે તણાવ વધુ વધ્યો છે.
    Click here to Read More
    Previous Article
    CTET Result 2026 Date Live Updates: CBSE likely to announce results by next week at ctet.nic.in
    Next Article
    હાથમાં આવેલો કોળિયો છીનવાયો, માવઠાથી માઠી દશા:4 મહિનામાં ખેડૂતોને બીજો કમ્મરતોડ ફટકો, લાખોનું અનાજ પાણીમાં, કેરીનો 70% પાક ખરી ગયો, ભાસ્કરને આપવીતી જણાવી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment