Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત સિવિલમાં નસેડીઓનો હંગામો, LIVE વીડિયો:દારૂના નશામાં ચૂર પૂર્વ વોર્ડબોય અને એમ્બ્યુલન્સ ચાલકે ASIને ગાળો ભાંડી, વર્ધી પર હાથ નાખી ઝપાઝપી કરી

    5 days ago

    સુરત નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે રાત્રે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. નશામાં ધૂત બે નશેડીઓએ પોલીસ અધિકારી સાથે જ ઝપાઝપી કરી હોબાળો મચાવ્યો હતો. અઠવા પોલીસના ASI પર હુમલો કરવાનો પ્રયાસ કરી ગાળાગાળી કરતા આખરે ખટોદરા પોલીસે બંનેની અટકાયત કરી છે. નશાની હાલતમાં પોલીસ સાથે આવી ગાળાગાળી કરવા લાગ્યા સિવિલના પીએમ રૂમ પાસે ફરજ પર તહેનાત અઠવા પોલીસ મથકના ASI જયંતિભાઈ જ્યારે પોતાની ડ્યુટી કરી રહ્યા હતા, ત્યારે સિવિલના જ પૂર્વ વોર્ડબોય ચેતન પટેલ અને ખાનગી એમ્બ્યુલન્સ ચાલક જાવેદ નશાની હાલતમાં ત્યાં આવી ચઢ્યા હતા. કોઈ બાબતે બોલાચાલી બાદ બંનેએ પોલીસનો ખોફ ભૂલીને ASI સાથે ગાળાગાળી શરૂ કરી હતી. ASIએ એકને દબોચ્યો તો બીજાએ હુમલો કર્યો ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, મામલો એટલો બિચક્યો હતો કે નશેડીઓએ ASI જયંતિભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી હતી. ASIએ હિંમત દાખવી એક નશેડીને દબોચી રાખ્યો હતો. તે સમયે બીજા નશેડીએ ASIને છોડાવવા માટે તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. સિવિલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અધિકારીની વર્ધી પર હાથ નાખતા ચકચાર મચી ગઈ હતી. ખટોદરા પોલીસે બંને નશેડીઓને લઈ જઈ જેલ હવાલે કર્યા પોતાની સાથે થઈ રહેલી ઝપાઝપી વચ્ચે ASI જયંતિભાઈએ તાત્કાલિક ખટોદરા પોલીસને જાણ કરી હતી. મેસેજ મળતા જ પીસીઆર વાન અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે નશામાં ધૂત બંને શખ્સોને અટકાયતમાં લઈ પોલીસ સ્ટેશન ભેગા કર્યા હતા. હોસ્પિટલ પરિસરમાં આ પ્રકારે પોલીસ સાથે બાથ ભીડતા તત્વો સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત પોલીસે યુવકની બોચી પકડી ને બાઈકે સ્ટંટ કર્યો, CCTV:એક પોલીસકર્મી તો આરોપીના ખભે ચડી ગયો, હજારની ઊઘરાણીમાં નીકળેલી ગેંગ પર પોલીસ તૂટી પડી
    Next Article
    અમલસાડી ચીકુની સિઝન શરૂ, પ્રથમ ટ્રેન દિલ્હી રવાના:35,000 બોક્સ સાથે ઉત્તર ભારતના બજારોમાં પહોંચશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment