Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરમાં સિંહ-સિંહણનો પ્રવાસીઓ સામે LIVE શિકાર:બિલ્લી પગે સિંહણ જીપ્સી પાછળ સંતાઈ, દોટ મૂકી પશુ પર તરાપ મારી; 56 સેકન્ડનો રૂંવાડા ઉભા કરતો VIDEO

    1 day ago

    ​એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરના જંગલમાં વન્યજીવ પ્રેમીઓ માટે એક અત્યંત દુર્લભ અને રુંવાડા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે. સાસણ નેચર સફારી પાર્કમાં પ્રવાસીઓ જ્યારે જીપ્સીમાં સિંહ દર્શન કરી રહ્યા હતા, ત્યારે અચાનક સિંહ અને સિંહણે તેમની નજર સામે જ એક પશુનો શિકાર કર્યો હતો. સિંહણે વીજળીક ઝડપે પશુ પાછળ દોટ મૂકી તેને દબોચી લીધું હતું, જે જોઈને પ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રવાસીઓની સામે સિંહનો શિકાર ​સામાન્ય રીતે સિંહ પ્રાઈવસી પસંદ કરતા હોય છે અને શિકારની આવી ઘટનાઓ ભાગ્યે જ પ્રવાસીઓની નજર સામે બનતી હોય છે. આ લાઈવ શિકારનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાઇરલ થયો છે, જેમાં સિંહની શિકાર કરવાની અદ્ભુત પદ્ધતિ અને તેની અસીમ શક્તિના દર્શન થાય છે. વન્યજીવ પ્રેમીઓ આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખુબ શેર કરી રહ્યા છે. પ્રકૃતિના ખોળે વસેલું જંગલ પ્રવાસીઓને અનોખો રોમાંચ પૂરો પાડે છે ​સાસણ નેચર સફારી પાર્ક એ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ગીરના રાજા સિંહના દર્શન કરવા ઉમટી પડે છે. વનરાજોની ગર્જના અને પ્રકૃતિના ખોળે વસેલું આ જંગલ પ્રવાસીઓને એક અનોખો રોમાંચ પૂરો પાડે છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ગીરનું જંગલ આજે પણ તેના કુદરતી મિજાજ અને વન્યજીવનની ભવ્યતા માટે જાણીતું છે. પ્રવાસીઓની જીપ્સી સામે જ સિંહણે પશુ પર તરાપ મારી શિકાર ખેલ્યો, તબક્કાવાર CCTV
    Click here to Read More
    Previous Article
    Bakrid 2026 date in India: When is Eid al-Adha?
    Next Article
    વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની મોરબીમાં આયુર્વેદ કથા:નિરોગી જીવન માટે લાઈફસ્ટાઈલમાં બદલાવની કરી ટકોર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment