Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોસ્પિટલના ગેટને તાળું મારી અંદર ગેરકાયદે ગર્ભપાત કરાવતા, LIVE રેડ:રોજના 5 ગર્ભ પરીક્ષણ-ગર્ભપાત કરાવતાં, સુરતની મમતા હોસ્પિ.માં કચરા-પોતું કરતી મહિલાએ પાપનો ઘડો ફોડ્યો

    3 days ago

    સુરતમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી એકવાર ધમધમતું થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વરાછામાં 6 મહિના પહેલા પણ ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતના ગુનામાં ઝડપાઈ ચૂકેલા ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલે સુધરવાના બદલે ફરીથી એ જ વિસ્તારમાં નવી હોસ્પિટલના નામે મોટો ગોરખધંધો શરૂ કરી દીધો હતો. સુરતની મમતા હોસ્પિટલના ગેટને તાળું મારીને અંદર ગેરકાયદેસર રીતે ગર્ભપાતનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. આ પાપના ઘડાનો ઘટસ્ફોટ ત્યાં જ કચરા-પોતું કરતી એક મહિલાએ કર્યો, જેના આધારે તંત્રએ LIVE રેડ પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે અહીં રોજની અંદાજે 2થી 5 જેટલી ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતની ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હતી. રેડ દરમિયાન ગર્ભપાત કરાવવા માટે આવેલી ત્રણ સગર્ભા મહિલાઓ મળી આ અંગે સુરત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે વરાછા પોલીસને સાથે રાખી હોસ્પિટલ પર દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન સ્થળ પરથી ગર્ભપાત કરાવવા માટે આવેલી ત્રણ સગર્ભા મહિલાઓ મળી આવતા સમગ્ર મેડિકલ આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે. સુરત જિલ્લા આરોગ્ય તંત્રને શો-કોઝ નોટિસ, હોસ્પિટલ સીલ આ મામલે વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આરોગ્ય વિભાગે હોસ્પિટલને સીલ મારી દીધું છે. જ્યારે જિલ્લા આરોગ્ય તંત્રની ઘોર બેદરકારીને લઈને ગાંધીનગરથી શો-કોઝની નોટિસ ફટકારીને ખુલાસો માગ્યો છે. ફાર્માસિસ્ટ ગર્ભપાતના ઓપરેશનો કરતો હતો આશ્ચર્યની વાત તો એ છે કે, રામગોપાલ પોતે કોઈ ક્વોલિફાઇડ ડોક્ટર નથી, માત્ર ફાર્માસિસ્ટ છે છતાં તે પોતે જ હોસ્પિટલમાં આવતા નિર્દોષ દર્દીઓના ગર્ભપાતના ઓપરેશનો કરતો હતો. આ ગંભીર માહિતીના આધારે આરોગ્ય વિભાગની ટીમે પ્લાનિંગ કરીને હોસ્પિટલ પર ઓચિંતી રેડ કરી હતી. 'મમતા હોસ્પિટલ' નામે આખી કાળી હાટડી ઊભી કરી દીધી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીડો. અનિલ પટેલે ટીમ સાથે રેડ કરી હતી. તેમને વરાછા વિસ્તારમાં લાભેશ્વર ચાર રસ્તા પાસે આવેલી 'મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ' વિશે અત્યંત ખાનગી અને સચોટ બાતમી મળી હતી. બાતમી એવી હતી કે, ભૂતકાળમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને કસુવાવડ કરાવવાના રેકેટમાં જેલની હવા ખાઈ ચૂકેલો ફાર્માસિસ્ટ રામગોપાલ કિશન ખંડેલવાલ ફરી સક્રિય થયો છે. આ મમતા હોસ્પિટલનો સંચાલક પણ તે જ છે. કચરા-પોતું કરતી મહિલા કર્મચારીએ જ રામગોપાલના પાપનો ઘડો ફોડી નાખ્યો આરોગ્ય વિભાગની ટીમ જ્યારે હોસ્પિટલના પહેલા અને બીજા માળે ત્રાટકી ત્યારે ત્યાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. તપાસ દરમિયાન હોસ્પિટલમાંથી બે મહિલા કર્મચારીઓ અને ત્રણ સગર્ભા મહિલા દર્દીઓ મળી આવી હતી. ટીમે જ્યારે હોસ્પિટલમાં કચરા-પોતું કરતી મહિલા કર્મચારીની કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે તેણે પોપટની જેમ સાચું ઓકી દીધું હતું. તેણે કબૂલાત કરી હતી કે, રામગોપાલ ખંડેલવાલ પોતે જ અહીં આવતી મહિલાઓના ઓપરેશનો કરતો હતો. આ કબૂલાત બાદ ફાર્માસિસ્ટ રામગોપાલની કાળી કરતૂતોનો પર્દાફાશ થઈ ગયો હતો અને મામલો એકદમ સ્પષ્ટ થઈ ગયો હતો. નર્સ પકડાઈ, વ્યારાની 24 વર્ષીય ગર્ભવતી પેશન્ટ ભાગી છૂટી દરોડા દરમિયાન મળી આવેલી ત્રણ ગર્ભવતી મહિલાઓ પૈકી એક મહિલા વ્યારાની અને બીજી શિરપુરની હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય મહિલાઓએ આરોગ્ય અધિકારીઓ સમક્ષ સ્વીકાર્યું હતું કે, તેઓ અહીં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવવા માટે જ આવી હતી. આ મહિલાઓના નિવેદન લીધા બાદ તેમની તબીબી ચકાસણી કરવી ખૂબ જરૂરી હોવાથી, આરોગ્ય વિભાગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી, જેથી તેમને સિવિલ હોસ્પિટલ ખસેડી શકાય. જોકે, આ સમગ્ર હોબાળા અને અંધાધૂંધીનો લાભ ઉઠાવીને વ્યારાની રહેવાસી 24 વર્ષીય ગર્ભવતી મહિલા પેશન્ટ તક જોઈને ત્યાંથી ભાગી છૂટી હતી. જ્યારે બાકીની બે મહિલાઓને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ‘સોમવારે બપોરે મને જાણ થઈ ને રેડ પાડવાની સૂચના આપી’ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત માટે મમતા હોસ્પિટલની અંદર ટીમે રેડ પાડી હતી. ડોક્ટર તો નહોતા પણ ફાર્માસિસ્ટને પકડીને FIR કરવામાં આવી છે. 4મે સોમવારે બપોરના 2:08 મિનીટે જ્યારે મને આ માહિતી પ્રાપ્ત થઈ ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રને ત્યાં રેડ પાડવાની સૂચના આપી હતી અને આ સૂચના પ્રમાણે ત્રણ બહેનો ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણ માટે ત્યાં આવ્યા હતાં. આ સમયની અંદર 'બેટી બચાવો, બેટી પઢાવો'ના નારા સાથે જ્યારે સમાજ આગળ આવી રહ્યો છે ત્યારે આવું હીન કૃત્ય કરનારી એ માતાઓ પણ છે કે જે પોતાની દીકરીને કૂખમાંથી મારી નાખવાનો પ્રયાસ કરે છે અને આવા રાક્ષસી કૃત્ય કરનારા ફાર્માસિસ્ટ અને હોસ્પિટલના માલિકો જે આવું રાક્ષસી કૃત્ય કરે છે કે આ બીજી વાર આ લોકો પકડાયા છે. 'ઘણા સમયથી રોજના 2થી 5 ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવતાં' પાનશેરિયા કહ્યું કે, પહેલી વાર શિવાય હોસ્પિટલ નામ ધારણ કરી અને નામદાર કોર્ટમાંથી સ્ટે વગેરે લઈને હોસ્પિટલ બંધ કરીને બીજી મમતા હોસ્પિટલના નામથી આ ચલાવતા હતાં. ત્યારે એમના ઉપર એક્શન લેવામાં આવ્યા છે, એમની પર FIR કરવામાં આવી છે અને જિલ્લા આરોગ્ય તંત્રે ઘોર બેદરકારી રાખી છે કારણ કે ઘણા સમયથી રોજના 2થી 5 ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવી રહ્યા હતાં. તો આ તો બહુ મોટી ઘટના કહેવાય અને આપણા સભ્ય સમાજ માટે ખૂબ ચિંતાજનકની વાત હતી. માટે અમારા આરોગ્ય વિભાગને પણ શો-કોઝની નોટિસ પાઠવવામાં આવી છે. જિલ્લા આરોગ્ય તંત્રની ઘોર બેદરકારીને લઈને શો-કોઝ નોટિસ આરોગ્ય મંત્રીએ વધુમા જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર કોઈપણ ખૂણા પર અમને બાતમી કે માહિતી મળશે અને પછી ત્યાં જો ભેળસેળ થતી હશે, ગર્ભ પરીક્ષણ થતું હશે, ગર્ભપાત થતો હશે કે બનાવટી ખાવાની પ્રોડક્ટ થતી હશે તો જે તે અધિકારીએ જ ભોગવવું પડશે. એ વિસ્તારના ફૂડ ઇન્સ્પેક્ટર હોય કે આરોગ્ય અધિકારી એમના, એમની જવાબદારીમાં આવશે. તો આજે અમે સુરત જિલ્લા આરોગ્ય અધિકારીને પણ શો-કોઝની નોટિસ આપી એમની પાસે ખુલાસો માંગ્યો, તમે શું કરતા હતા? તમને જે જવાબદારી આપી છે તમે શું કરતા હતા?. 'આવું દુષ્કૃત્ય કરનારા લોકો ચેતી જાજો' પાનશેરિયાએ કહ્યું કે, જ્યારે ગુજરાતના મંત્રી પાસે જવાબદારી આવે ને પછી તમે એક્શન લો છો, આ પણ કોઈક શંકા ઉપજાવે એવી વાતો છે માટે ભેળસેળ હોય, ડ્રગ્સમાં ભેળસેળ હોય, ગર્ભપાત હોય કે ગર્ભ પરીક્ષણ કોઈ બાબતમાં અમે ચલાવી લેવા માંગતા નથી. તંત્ર સજાગ છે અને જે આવું દુષ્કૃત્ય કરનારા લોકો ચેતી જાય, હજી સુધરવાનો સમય છે. સરકાર કોઈપણને બક્ષવાની નથી એ આ સંદેશો નહીં પણ અમે વાસ્તવિકતા કહીને અમે એક્શન લઈ રહ્યા છીએ. આ પણ વાંચો: ગર્ભ પરીક્ષણ કરનાર શિવાય હોસ્પિટલના માલિક સહિત ત્રણની ધરપકડ 2025માં 'શિવાય હોસ્પિટલ' પર રેડ થઈ હતી, જેલમાંથી છૂટતા જ ફરી એ જ ધંધો શરૂ કર્યો આ આખો મામલો રીઢા ગુનેગાર જેવો છે. ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ આ અગાઉ પણ વરાછા વિસ્તારમાં જ 'શિવાય હોસ્પિટલ'ના નામે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાની હાટડી ચલાવતો હતો. વર્ષ 2025માં પણ જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે જ ત્યાં રેડ પાડીને આ આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. એ સમયે આ મુખ્ય સૂત્રધાર રામગોપાલ ઉપરાંત તેની સાથે સંડોવાયેલા ડો. મિતેશ કાંતિ ધોરાજીયા, હોસ્પિટલના આર.એમ.ઓ. મિલન સોડાગર અને નર્સ કલ્પનાબેન પવાર વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ ગંભીર ગુનામાંથી જામીન પર છૂટ્યા બાદ રામગોપાલે જરાય સુધરવાના બદલે નવો કીમિયો અપનાવ્યો અને વરાછામાં જ 'મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી'ના નામે નવું બોર્ડ મારીને ફરીથી કાળો કારોબાર શરૂ કરી દીધો હતો. પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી રામગોપાલને પકડવા ચક્રો ગતિમાન કર્યા આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક વરાછા પોલીસને સ્થળ પર બોલાવી લીધી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલની સત્તાવાર ફરિયાદના આધારે વરાછા પોલીસ સ્ટેશનમાં રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ 'પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ'ની વિવિધ આકરી કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ હોસ્પિટલને સંપૂર્ણપણે સીલ કરી દીધી છે. દરોડા દરમિયાન ભાગી છૂટેલા કથિત સંચાલક અને ફાર્માસિસ્ટ રામગોપાલને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે જ આ રેકેટમાં તેની સાથે મેડિકલ ક્ષેત્રના અન્ય કયા કયા સફેદપોશ લોકો કે ડોક્ટરો સામેલ છે તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. 'હેલ્થ મિનિસ્ટરની ઓફિસમાંથી માહિતી અમને મળી હતી' અનિલ બી. પટેલ (ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રીંગ ઓથોરિટી ફોર હોસ્પિટલ)એ જણાવ્યું હતું કે, મમતા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ કરીને જે લંબે હનુમાન રોડ વરાછા વિસ્તારમાં આવેલી છે, એ જે સંચાલક છે રામગોપાલ ખંડેલવાલ ચલાવતો હતો. પેશન્ટોને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા પટેલે વધુમા કહ્યું કે, ચકાસણી દરમિયાન ત્યાં ગર્ભપાત માટેના ત્રણ પેશન્ટો એડમિટ હતા. એમનું ડિટેલમાં નિવેદન લઈને જે ઇલ્લીગલ એક્ટિવિટીઝ કરવામાં આવી હતી એને બંધ કરવામાં આવી હતી. એ પેશન્ટોને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં. આ જે હોસ્પિટલના સંચાલક અને હોસ્પિટલ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી છે. આ જે હોસ્પિટલ છે એ પહેલા પણ નવેમ્બર 2025ના ત્યાં રંગેહાથ ઇલ્લીગલ એક્ટિવિટી માટે પકડાઈ ગઈ હતી અને એમના અગેન્સ્ટમાં કેસ પણ કરવામાં આવ્યો હતો. પહેલા શિવાય મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ કરીને નામ હતું, એમના અગેન્સ્ટમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ એમની કેસ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં હાર પછી અખિલેશે I-PAC સાથેનો કરાર તોડ્યો:કહ્યું- મારી પાસે પૈસા નથી, મમતાનો ચૂંટણી પ્રચાર આ જ કંપનીએ સંભાળ્યો હતો
    Next Article
    સોમનાથમાં દૂધિયા બાપા દેવસ્થાનનું ડીમોલેશન બાદ વિવાદ:તંત્રની કાર્યવાહીથી ભાવિકોમાં ભારે રોષ, કલેક્ટરે ભૂલ સ્વીકારી પુનઃનિર્માણનું આશ્વાસન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment