Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની એથર કંપનીના વેરહાઉસમાં વિસ્ફોટના LIVE દૃશ્યો:બોઈલર, સિલિન્ડર અને કેમિકલના ડ્રમમાં એક બાદ એક 30 ધડાકા, બે માળનું બિલ્ડીંગ ધરાશાયી, આગ 4 કલાકે કાબૂમાં આવી

    3 days ago

    સચિન હોજીવાલા ખાતે આવેલા એથર કંપનીના વેરહાઉસમાં હાલ ભીષણ આગ ફાટી નીકળી છે અને તેના કારણે અંદરથી ધડાકા થઈ રહ્યા હોય એ પ્રકારના અવાજ પણ સંભળાઈ રહ્યા છે. એક બાદ એક કેમિકલના ડ્રમ ફાટતા ધડાકા થઈ રહ્યા છે અને તેના કારણે આગ વિકરાળ બની રહી છે. જેના કારણે આસપાસનો સામાન પણ આગની ઝપેટમાં આવી રહ્યો છે. કેમિકલમાં આગના પગલે તમામ ફાયર ઓફિસરો ઓક્સિજન માસ્ક પહેરી ફાયર ફાઈટિંગની કામગીરી કરી રહ્યા છે. આ સાથે જ આંખોમાં બળતરા અને ગળામાં બળતરાની ફરિયાદો પણ ઉઠી છે. 4 કલાકે આગ કાબૂમાં આવી ગઈ પણ કુલિંગની કામગીરી હજુ કલાકો ચાલશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2023માં સચિન જીઆઇડીસી ખાતે આવેલી એથર કંપનીમાં આગ લાગી હતી, જેમાં 10થી વધુ કામદારોના મોત નીપજ્યા હતા. ગીતા ટિમ્બર પ્લાયવુડ સંપૂર્ણ સળગીને ખાખ થઈ ગયું કેમિકલના ડ્રમમાં બ્લાસ્ટના પગલે એક બે માળનું બિલ્ડીંગ પણ તૂટી પડ્યું છે. આસપાસમાં રહેલા પતરાના શેડના વેરહાઉસ પણ સળગી ઊઠ્યા છે. આસપાસમાં રહેલા બિલ્ડીંગોના ધડાકાના કારણે કાચ તૂટી પડ્યા છે અને સામાન પણ બળીને ખાક થઈ ગયો છે. કંપનીના વેરહાઉસમાં આગ બાદ બ્લાસ્ટના કારણે બાજુમાં રહેલી શ્રી ગીતા ટિમ્બર પ્લાયવુડ અને શક્તિ પ્લાયવુડ કંપનીમાં પણ આગ પ્રસરી ગઈ હતી. શ્રી ગીતા ટિમ્બર પ્લાયવુડ સંપૂર્ણ સળગીને ખાખ થઈ ગયું છે. પોલીસે 1 કિ.મી. સુધીનો એરિયા કોર્ડન કર્યો DCP રાજેશ પરમારે આ ઘટના અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ મળતી માહિતી મુજબ એથર કંપનીના વેરહાઉસમાં આગ લાગી છે. હાલ પોલીસે 1 કિ.મી. સુધીનો એરિયા કોર્ડન કરેલો છે અને ફાયર ફાઈટર તેનું કામ કરી રહ્યા છે. હાલ સુધીની તપાસમાં આગ દરમિયાન કોઈ જાનહાનિ સર્જાય હોય એવી માહિતી મળી નથી. કંપનીમાં એક બાદ એક 30થી વધુ વિસ્ફોટ થયા સુરતના સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં આવેલી એક નામાંકિત કેમિકલ કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગના કારણે કેમિકલ કંપનીમાં એક બાદ એક 30થી વધુ વિસ્ફોટ થયા હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે. આ બનાવની જાણ થતાં જ ફાયરવિભાગની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. કેમિકલના ડ્રમ ફાટતા હોવાનો અવાજ સાંભળીને હૃદયના ધબકારા પણ વધી ગયા સ્થાનિક મોહન પટેલે જણાવ્યું હતું કે, આગ એટલી બધી ભયંકર હતી કે, હૃદયના ધબકારા પણ વધી ગયા. કેમિકલના ડ્રમ એવી રીતે ફાટ્યા કે રસ્તા પર આગ પ્રસરી ગઈ હતી. 1 વાગ્યાની આજુબાજુ ભયંકર સ્થિતિ ઊભી થઈ હતી. અમારુ બાજુમાં લાકડાનું કામ છે અને આ વિસ્ફોટ જોઈને અમે ટેન્શનમાં આવી ગયા હતા કે, ક્યાક આ આગ અમારા યુનિટ સુધી ન આવે. જોકે, ફાયરની ટીમ સમયસર આવી ગઈ એટલે આગ અમારા યુનિટ સુધી પહોંચી નહીં. પાંચ કિ.મી દૂરથી આગના ધુમાડા દેખાઈ રહ્યાં છે આગ વિકરાળ બનતાં વધુ ફાયર વિભાગને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા છે. ફાયર વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે સતત આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હાલ આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી નથી અને તેને કાબૂમાં લેવા માટે ભારે મહેનત કરવી પડી રહી છે. આગના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલ માલસામાનને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાંચ કિ.મી દૂરથી આગના ધુમાડા દેખાઈ રહ્યાં છે. ચાર જેટલી મીલમાં આગ લાગી હોવાની વિગતો પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સદનસીબે હાલ સુધી કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી યથાવત રાખવામાં આવી છે. ખાનગી કેમિકલ કંપની અથેર સહિત ચાર જેટલી મીલમાં આગ લાગી હોવાની વિગતો પણ સામે આવી રહી છે. આ ઉપરાંત એથર કંપનીમાં ચાર જેટલા બ્લાસ્ટ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. બોઈલર બ્લાસ્ટના કારણે કંપનીનો એક આખો ભાગ ધરાશાયી ફાયર ઓફિસર જયદીપ ઈસરાનીએ જણાવ્યું હતું કે, સચિન હોજીવાલા કમ્પાઉન્ડ છે ત્યાં આગ લાગી છે. આજુબાજુના જે 4 ઈન્ડસ્ટ્રીયલ ખાતા હતા જેમાં મીલ હતી, ઈન્ડસ્ટ્રી હતી, યાર્નનું ગોડાઉન હતું એમાં આગ પકડાયેલી હતી. અમે યાર્નનું ગોડાઉન અને લાકડાની બે મીલમાં આગને કાબૂમાં લાવી દીધી છે. જે મેઈન મીલમાં આગ લાગેલી છે ત્યાં હજુ કામગીરી ચાલુ છે. ત્યાં બોઈલરમાં અને સિલિન્ડરમાં બઉ મોટા બ્લાસ્ટ થાય છે, જેને અમે કંટ્રોલ કરવાની કામગીરી હાથ ધરી છે. આ એક બોઈલર બ્લાસ્ટ છે, જેના કારણે કંપનીનો એક આખો ભાગ પડી ગયો છે. સુરત ફાયર સ્ટેશનની મોટાભાગની ગાડીઓ અહીં આગ ઠારવાની કામગીરી માટે પહોંચી ચૂકી છે. બોઇલર, સિલિન્ડર અને કેમિકલ ડ્રમમાં બ્લાસ્ટ થયા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એથર કંપનીની અંદર આગ લાગેલી હતી, જેમાં બોઈલર બ્લાસ્ટ થયું છે, ગેસ સિલિન્ડરો બ્લાસ્ટ થયા છે અને અલગ પ્રકારના કેમિકલો હતા જેમાં બ્લાસ્ટ થયેલો હતો. હાલ સંપૂર્ણ કંટ્રોલમાં છે, 80 થી 90% કામગીરી થઈ ગઈ છે અને બીજું કામ ચાલુ છે અને બધું કંટ્રોલમાં છે. બહુ હીટ હતી, ગરમી પણ વધારે હતી. એના સિવાય અહીંયા લાકડાના વખાર, લાકડાના ગોડાઉન, પ્લાયવૂડના ગોડાઉન જેમાં આગ હતી, તો એકદમ હાઈ પેલું હતું આગનું, એટલે એમાં બહુ અમારે કામગીરીમાં જહેમત પડી છે. ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આ ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
    Click here to Read More
    Previous Article
    'ઘરની હરાજી થશે તો મારે ઝેર ખાવાનો વારો આવશે':ફાયનાન્સ કંપનીની જીદ સામે લાચાર માતાની વેદના; પતિનું મોત, બે બાળકોની જવાબદારી, હવે મકાન છીનવાશે?
    Next Article
    ગરમીને પણ પરસેવો વાળી દેતું ગુજરાતનું ગામ:'ગ્રીન વિલેજ' ગણાતું માલણપુર રણ પાસે હોવા છતાં તાપમાન 3 ડિગ્રી ઓછું; ગામની વસ્તી 1400, વૃક્ષોની સંખ્યા 9500

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment