Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાસુ, દિયર અને એજન્ટ સામે છેતરપિંડીની ફરિયાદ:પતિના મૃત્યુ બાદ પત્નીનું વારસદાર તરીકે નામ ન બતાવીને LIC વીમા પોલિસીના 52 હજાર રૂપિયા સાસુના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા

    1 week ago

    વડોદરાના વીઆઈપી રોડ સ્થિત વાઘેશ્વરી હાઉસિંગ સોસાયટીમાં રહેતી મહિલાએ પોતાના સ્વર્ગસ્થ પતિની LIC પોલિસીના નાણાં ગેરરીતી કરીને ઉપાડી લીધા હોવાનો આક્ષેપ કરી સાસુ, દિયર અને LIC એજન્ટ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસીના કાયદેસરના વારસદાર અને પત્ની હોવા છતાં દસ્તાવેજોમાં તેમનું નામ છુપાવી 52,825 રૂપિયાની વીમા રકમ ઉપાડી લેવામાં આવી હતી. વડોદરા શહેરના વીઆઈપી રોડ પર આવેલી વાઘેશ્વરી હાઉસિંગ સોસાયટીમાં રહેતા અનારબેન રીકેશભાઈ શાહે રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પતિ રીકેશભાઈનું વર્ષ 2014માં કુદરતી બીમારીના કારણે અવસાન થયું હતું. તેમના સસરાએ તેમના લગ્ન પહેલાં રીકેશભાઈના નામે LICની પોલિસી ઉતરાવી હતી, ત્યારબાદ સાસુ નીરૂબેન ભરતભાઈ શાહ, દિયર સૌરીન ભરતકુમાર શાહ અને LIC એજન્ટ જયેશભાઈ ભરતભાઈ ખેડાવાલાએ મળીને વર્ષ 2016માં પોલિસીના 52,825 રૂપિયા ઉપાડી લીધા હતા. આ અંગે માહિતી મળતાં અનારબેને LICની નવરંગ શાખામાંથી RTI મારફતે દસ્તાવેજોની નકલો મેળવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પોલિસીની રકમ નીરૂબેન શાહના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. પોલિસીના વારસદાર નિયુક્તિ ફોર્મમાં વિધવા માટેનો કોલમ ખાલી રાખવામાં આવ્યો હતો અને તેમાં સાસુ તથા દિયરને વારસદાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. અરજદારની પત્ની જીવિત હોવાનું જાણતા હોવા છતાં ફોર્મમાં પત્ની તરીકે નામ દાખલ ન કરી LIC એજન્ટ જયેશ ખેડાવાલાએ સાક્ષી તરીકે સહી કરી હતી. અનારબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે કાયદેસર પત્ની અને વારસદાર હોવા છતાં જાણજોઈને તેમનું નામ દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું નહોતું અને સાસુ નીરુબેન શાહ, દિયર સૌરીન શાહ તથા LIC એજન્ટ જયેશ ખેડાવાલાએ મળીને વીમાની રકમ ઉપાડી છેતરપિંડી આચરી હતી. રાવપુરા પોલીસે ફરિયાદના આધારે 3 આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    PM Modi’s France visit: How trust has underpinned India-France ties
    Next Article
    Haunted 3D Echoes of the Past Box Office Collection Day 2: Mimoh film crosses Rs 5 cr mark

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment