Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં આકર્ષક 'હેપ્પી રાઈડ માર્ચ'નું આયોજન:રંગબેરંગી પોશાક, હાથમાં બેનર્સ અને આંખોમાં આશા, LGBTQ સમુદાય દ્વારા એક ભવ્ય અને રંગબેરંગી 'પ્રાઈડ રેલી'નું આયોજન

    1 day ago

    સુરત શહેરમાં આજે LGBTQ સમુદાય દ્વારા એક ભવ્ય અને રંગબેરંગી 'પ્રાઈડ રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ માર્ચમાં મોટી સંખ્યામાં સમુદાયના લોકો અને તેમના સમર્થકો એકત્ર થયા હતા. શહેરના સૌથી પોશ અને વ્યસ્ત ગણાતા વી.આર. મોલથી શરૂ થઈને રાહુલ રાજ મોલ સુધીના રોડ પર આ રેલી યોજાઈ હતી. સમુદાયના 200થી પણ વધુ સભ્યો હાથમાં 'હેપ્પી રાઈડ માર્ચ'ના બેનરો અને રંગબેરંગી ઝંડા સાથે ગર્વભેર રસ્તા પર ઉતર્યા હતા. લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા સન્માન અપાવવાની અનોખી પહેલ મળતી માહિતી મુજબ, આ પ્રાઈડ રેલીનું આયોજન સુરતના જાણીતા 'લક્ષ્ય ટ્રસ્ટ' દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલી પાછળનો મુખ્ય હેતુ LGBTQ સમુદાય સાથે સંકળાયેલા લોકોને સમાજમાં પૂરતું સ્થાન અને માન-સન્માન મળી રહે તે માટે જાગૃતિ લાવવાનો હતો. સમાજના સામાન્ય લોકો પણ તેમની ઓળખને કોઈ પણ ભેદભાવ વિના સ્વીકારે તેવા ઉમદા હેતુ સાથે આ સન્માન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત જ નહીં, દેશભરમાંથી લોકો સુરતમાં ભેગા થયા આ પ્રાઈડ રેલીનું મુખ્ય આકર્ષણ એ હતું કે તેમાં માત્ર સુરત જ નહીં, પરંતુ દેશના અલગ-અલગ રાજ્યો અને ભાગોમાંથી પણ LGBTQ સમુદાયના લોકો ખાસ હાજરી આપવા માટે આવ્યા હતા. રસ્તાની બંને બાજુએ ઉભેલા સ્થાનિક લોકો પણ આ અનોખી માર્ચ અને તેમનો ઉત્સાહ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દેશભરમાંથી આવેલા પ્રતિનિધિઓએ સુરતવાસીઓ સમક્ષ પોતાની વાત મજબૂતાઈથી રજૂ કરી હતી. અનોખા પોશાકમાં નાચતા-ગાતા સમાનતાની માગ કરી રેલી દરમિયાન સમુદાયના સભ્યો અલગ-અલગ આકર્ષક અને રંગબેરંગી પોશાકોમાં સજ્જ જોવા મળ્યા હતા. લોકો રસ્તા પર ઢોલ-નગારાના તાલે નાચતા-ગાતા અને ખુશી મનાવતા આગળ વધ્યા હતા. સભ્યોએ જણાવ્યું હતું કે, "અમે પણ આ જ સમાજનો એક ભાગ છીએ. અમે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે લોકો અમને પણ સામાન્ય નાગરિકની જેમ સ્વીકારે, પ્રેમ આપે અને સમાન હક આપે."
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ બોલ્યા- ઈરાન સાથે રવિવારે શાંતિ કરાર થશે:તેમને કોઈ પૈસા પણ નહીં આપીએ, ડીલ પછી હોર્મુઝ બધા માટે ખુલ્લું થઈ જશે
    Next Article
    Tamil Nadu Robbery News | તમિલનાડુના કન્યાકુમારીમાં ચોરે ભગવાનને પણ ન બક્ષ્યા | Thief | Kanyakumari

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment