Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ મનપાની ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી:LD એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં EVMને સ્ટ્રોંગ રૂમમાં રખાયા, JCP-DCPએ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું

    16 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટેનું મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અમદાવાદ મનપાની ચૂંટણીમાં 48 વોર્ડની 190 બેઠક માટે વિવિધ પક્ષના 652 જેટલા ઉમેદવારો મેદાને છે. ગઈકાલે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ EVM સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. LD એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે EVMને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. તેમજ બંને સેન્ટર પર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જો કે હવે આવતીકાલે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હેઠળ મતગણતરી કરવામાં આવશે. AMCની ચૂંટણીમાં 652 જેટલા ઉમેદવારના ભાવિ EVMમાં કેદ હોવાથી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એક સેન્ટર SRP સ્ટાફ સહિત 600 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ JCP અને ઝોન 7 DCP દ્વારા EVM અને ચૂંટણી સાહિત્યની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એલ.ડી.માં 27 વોર્ડની અને ગુજરાત કોલેજમાં 21 વોર્ડની મતગણતરી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવતીકાલે કુલ 27 વોર્ડની મતગણતરી થવાની છે. તો ગુજરાત કોલેજમાં 21 વોર્ડની મતગણતરી થવાની છે. જેથી બંને સેન્ટર અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. તેમજ જે જે જગ્યાએ EVM રાખવામાં આવ્યા છે તેનું સતત પોલીસ અધિકારીઓ CCTV દ્વારા મોનીટરીંગ પણ કરી રહ્યા છે. તેમજ આવતીકાલે મતગણતરી માટે ચૂંટણી અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. તેમજ કોઈ ગેરરીતિ ન થાય તે માટે અધિકૃત લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો રહ્યો છે. એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે થલતેજ, મકતમપુરા, બોડકદેવ, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, રામોલ હાથીજણ, પાલડી, વાસણા, નવરંગપુરા, સરદારનગર, નરોડા, કુબેરનગર, સૈજપૂર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, બાપુનગર, સરસપુર રખિયાલ, ગોમતીપુર, દરિયાપુર, ખાડિયા, જમાલપુર, બહેરામપુરા, લાંભા, વટવા, અસારવા, શાહીબાગ, શાહપુર વોર્ડની મતગણતરી થવાની છે. ગુજરાત કોલેજ ખાતે દાણીલીમડા, મણિનગર, ઇસનપુર, નિકોલ, વિરાટનગર, ઓઢવ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડીયા, જોધપુર, વેજલપુર, સરખેજ, નવા વાડજ, નારણપુરા, એસ.પી. સ્ટેડિયમ, ચાંદખેડા, રાણીપ, અમરાઈવાડી, ભાઈપૂરા હાટકેશ્વર, ખોખરા વોર્ડના EVM ની મતગણતરી થવાની છે. ત્રણ લેયરમાં સિક્યુરિટી ગોઠવાઈ ઝોન 7 DCP શિવમ વર્માએ જણાવ્યું હતું કે, આવતીકાલે ગુજરાત કોલેજમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 21 વોર્ડની મતગણતરી કરવામાં આવશે. ત્રણ લેયરમાં ચૂંટણી કમિશનરની ગાઈડ લાઇન પ્રમાણે સિક્યુરિટી ગોઠવવામાં આવી છે. SRP અને લોકલ પોલીસમાં હથિયારી અને સિવિલ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવશે. કંટ્રોલ રૂમ પરથી બધી જગ્યાની સિક્યુરિટી વ્યવસ્થા પર ધ્યાન રખાશે વધુમાં શિવમ વર્માએ જણાવ્યું હતું કે, મતગણતરી માટે કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ પરથી બધી જગ્યાની સિક્યુરિટી વ્યવસ્થા પર ધ્યાન રાખવામાં આવશે. તેમજ બધા લેયર પર પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ વ્યવસ્થા અને મહિલા ચેકીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તમામ પોલીસને એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. SRP પોલીસ સહિત કુલ 600 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    10 snakes you should never underestimate in India
    Next Article
    સુરત SBIમાં 50 લાખની લૂંટ, એક્સક્લૂઝિવ CCTV:કેશવાનની રેકી કરી વરાછા બ્રાન્ચમાં ઘૂસ્યા, 5 લૂંટારૂઓએ બંદૂકની અણીએ કર્મચારીઓને બંધક બનાવી ફોન લઈ લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment