Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​જૂનાગઢ હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:LCB, SOG અને બોમ્બ સ્ક્વોડના સર્ચ બાદ તંત્રએ લીધો રાહતનો શ્વાસ

    1 day ago

    ​જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને આજે એક અજાણ્યા ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આજે 10 માર્ય 2026ના રોજ સવારે 10:37 કલાકે આ ધમકીભર્યો મેસેજ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એબી ગોહિલના નેતૃત્વમાં પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મેઈલમાં લખ્યું - 1:10 કલાકે પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાશે ધમકી આપનાર શખ્સે મેઈલમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે બપોરે 1:10 કલાકે પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. સમયની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, SOG ,લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમોએ આખી બિલ્ડિંગને ઘેરી લીધી હતી. કર્મચારીઓ ને નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા ​પોસ્ટ ઓફિસમાં હાજર કર્મચારીઓ અને નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢી આખા પરિસરમાં આશરે એક કલાક સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની વિવિધ ટીમો દ્વારા ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી. જોકે, તપાસના અંતે કોઈ પણ વાંધાજનક કે વિસ્ફોટક વસ્તુ મળી આવી ન હતી. બપોરે 2 વાગ્યાથી પોસ્ટ ઓફિસની કામગીરી રાબેતા મુજબ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ એક 'હોક્સ કોલ' (ખોટી ધમકી) સાબિત થયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટતા પોલીસ અને પોસ્ટ વિભાગના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવ્યું હતું કે બપોરે 2 વાગ્યાથી પોસ્ટ ઓફિસની કામગીરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. ઈમેલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે દિશામાં સાયબર ક્રાઈમની તપાસ ​ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગુજરાતમાં અનેક મહત્વની સરકારી કચેરીઓ અને પાસપોર્ટ કેન્દ્રોને આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. આ કિસ્સામાં પણ ઈમેલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે દિશામાં સાયબર ક્રાઈમ અને પોલીસની ટીમોએ તપાસ તેજ કરી છે. જૂનાગઢ પોલીસે નાગરિકોને અફવાઓથી ન ગભરાવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Hardik-Ishan की गर्लफ्रेंड की कमाई है इतनी...चौंक जाऐेगे ! | Ishan Kishan Live | T20 World Cup 2026
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:માર્ચમાં જ માથું ફાટે એવી ગરમી, પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી પોલીસ દોડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment