Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં દારૂની હેરાફેરી સામે LCBની મોટી કાર્યવાહી:ચોટીલા અને પાટડીમાં બે અલગ કાર્યવાહીમાં ₹72.70 લાખનો મુદ્દામાલ જપ્ત, 19 હજારથી વધુ દારૂની બોટલો ઝડપાઈ

    10 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ બે અલગ-અલગ સફળ કાર્યવાહી કરીને દારૂના મોટા જથ્થા સાથે વાહનો જપ્ત કર્યા છે. ચોટીલા અને પાટડી તાલુકામાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કુલ ₹72.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે 19,032થી વધુ દારૂની બોટલો ઝડપાઈ છે. બંને મામલામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચોટીલામાં ફોર્ચ્યુનર કારમાંથી 4,560 બોટલ સાથે ₹16.84 લાખનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર LCBને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોટીલા પોલીસ સર્કિટ હાઉસ નજીક નેશનલ હાઇવે પર UP-14-DD-5191 નંબરની ટોયોટા ફોર્ચ્યુનર કારને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી વિવિધ બ્રાન્ડની 4,560 નંગ વિદેશી દારૂની નાની બોટલો મળી આવી હતી. આ કાર્યવાહીમાં ₹6.84 લાખની કિંમતનો વિદેશી દારૂ અને ₹10 લાખની કિંમતની ફોર્ચ્યુનર કાર સહિત કુલ ₹16.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ બારડ અને કુલદીપભાઈ બોરીયાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ફોર્ચ્યુનર કારના ચાલક સહિત સંડોવાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાટડીના કચોલીયા ગામેથી ટ્રકમાં બનાવેલા ચોરખાનામાંથી 14,472 બોટલ મળી બીજી તરફ પાટડી તાલુકાના કચોલીયા ગામની સીમમાં LCBએ આયશર કંપનીનો RJ-09-GB-8485 નંબરનો ટ્રક ઝડપી પાડ્યો હતો. SOGના હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટ્રકની તપાસ કરતા તેમાં ખાસ બનાવેલા ચોરખાનામાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓએ ટ્રકના પાછળના ભાગમાં ગુપ્ત ચોરખાનું બનાવી તેના ઉપર લાકડાની આડશ ગોઠવી દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રકમાંથી ₹35.86 લાખની કિંમતની 14,472 દારૂની બોટલો મળી આવી હતી, જ્યારે ₹20 લાખનો ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ કુલ ₹55.86 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ મામલે બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ટ્રકના ચાલક, માલિક, દારૂ મોકલનાર અજાણ્યા શખ્સ ઉપરાંત ગેડીયા ગામના સાહીલખાન અલીખાન મલેક, અશરફખાન મનવરખાન મલેક અને સોરબખાન બીસમીલ્લાખાન મલેક સહિત કુલ છ આરોપીઓને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ દરમિયાન અન્ય આરોપીઓના નામ પણ સામે આવી શકે છે. દારૂની હેરાફેરીના નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ ચોટીલા અને પાટડીમાં થયેલી આ બંને કાર્યવાહીથી જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા નેટવર્ક સામે પોલીસને મહત્વની સફળતા મળી છે. બંને કેસમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ હવે સમગ્ર હેરાફેરીના નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વુમન્સ T-20 વર્લ્ડકપ: ભારતની ચરણીએ એક ઓવરમાં બે વિકેટ પાડી:સાઉથ આફ્રિકાનો સ્કોર 13 ઓવરમાં 90/2; જીતવા માટે 159 રનનો ટાર્ગેટ
    Next Article
    Man arrested for possession of dried genitals of monitor lizard

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment