Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ LCBએ ₹4.53 લાખનો દારૂ ઝડપ્યો:નર્મદા ગેટ પાસે પાર્ક ઈકો કારમાંથી જથ્થો મળ્યો, ચાલક વોન્ટેડ

    2 days ago

    ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ અંકલેશ્વર નજીકથી ₹4.53 લાખનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. નેશનલ હાઈવે-48 પર નર્મદા ગેટ હોટેલ સામે સર્વિસ રોડ પર પાર્ક કરેલી એક મારુતિ ઈકો કારમાંથી આ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹4,53,368નો મુદ્દામાલ કબજે કર્યો છે. મહોરમ અને આગામી રથયાત્રા જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે ભરૂચ LCB દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઇવના ભાગરૂપે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો દ્વારા પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન, LCBના પીએસઆઈ વી.પી. મલ્હોત્રાની ટીમને બાતમી મળી હતી કે GJ-15-CM-3271 નંબરની મારુતિ ઈકો કાર નર્મદા ગેટ હોટેલ સામે સર્વિસ રોડ પર શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરના કુલ 1,032 નંગ મળી આવ્યા હતા, જેની કિંમત ₹2,53,368 થાય છે. આ ઉપરાંત, ₹2 લાખની કિંમતની ઈકો કાર સહિત કુલ ₹4,53,368નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ મામલે ઈકો કારના અજાણ્યા ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું નિરિક્ષણ કર્યું:CG સેમિ. OSAT પ્લાન્ટમાં ચીપના ઉત્પાદનનો શુભારંભ કરાવશે, 7600 કરોડનું રોકાણ, 5 હજાર લોકોને રોજગારી મળશે
    Next Article
    વડોદરા LCBએ મહિલા ચોરને ઝડપી પાડી:ઇન્દોર એક્સપ્રેસ ટ્રેનમાંથી મુસાફરના સોનાના દાગીના ભરેલા પર્સની ચોરી, 8 લાખના મુદ્દામાલ સાથે સુરતની મહિલા ઝડપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment