Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી LCBએ બોલેરોમાંથી ₹3.84 લાખનો દારૂ ઝડપ્યો:મજીગામ પાસે કુલ ₹9.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

    7 hours ago

    નવસારી LCBએ ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. મજીગામ ઓવરબ્રિજ પાસે નેશનલ હાઈવે નંબર 48 પરથી એક બોલેરો પીકઅપ ગાડીમાંથી ₹3.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹9.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. નવસારી LCB પી.આઈ. વી.જે. જાડેજાને ગુપ્ત બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પર એક બોલેરો પીકઅપ ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે, પોલીસે મજીગામ ઓવરબ્રિજના ઉત્તર છેડે જાહેર રોડ પર નાકાબંધી ગોઠવી હતી. વોચ દરમિયાન, શંકાસ્પદ બોલેરો પીકઅપ (નંબર MH-28-BB-4551) આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો. પોલીસને જોઈને ગાડીનો ક્લીનર સોહેલ શેખ (રહે. સુરત) અંધારાનો લાભ લઈ વાડીઓમાં થઈને ભાગી છૂટ્યો હતો. જોકે, પોલીસે ગાડીના ચાલક અબ્દુલરહીમ ગુલામમોયુદ્દીન શેખ (ઉં.વ. 42, રહે. સગરામપુરા, સુરત) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કી, વોડકા અને ટીન બીયરની કુલ 1224 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત ₹3,84,960/- આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, પોલીસે ₹6 લાખની બોલેરો ગાડી અને ₹10,000 નો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો, આમ કુલ ₹9,94,960/- નો મુદ્દામાલ કબજે કરાયો છે. પકડાયેલા આરોપી અબ્દુલરહીમ ગુલામમોયુદ્દીન શેખ (ઉં.વ. 42, રહે. સગરામપુરા, સુરત) છે. આ કેસમાં ક્લીનર સોહેલ શેખ (રહે. સાબરીનગર, સુરત), દારૂનો જથ્થો ભરી આપનાર હુશેન શેખ (રહે. અનાવલ, મહુવા) અને કેયુર સોલંકી (રહે. ભેંસલાપાડા, પારડી) તેમજ બોલેરો પીકઅપના હાલના માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે. આ મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    યોગી સરકારમાં આજે 6 નવા મંત્રીઓ સામેલ થશે:તેમાં એક બ્રાહ્મણ, 3 ઓબીસી અને 2 દલિત; 3 મંત્રીઓનું પ્રમોશન પણ થઈ શકે છે
    Next Article
    "New Era Of Real, Secular, Social Justice Starts Now": Vijay's First Speech

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment