Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટુંવડ ખેતરમાં દારૂ ઉતારતાં જ LCBનો દરોડો:₹3.05 લાખનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય આરોપી ફરાર

    17 hours ago

    શંખેશ્વર તાલુકાના ટુવડ ગામની સીમમાં ખેતરમાં વિદેશી દારૂ ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે પાટણ એલ.સી.બી.એ દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કુલ ₹3,05,312 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જોકે મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે 959 નંગ વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન સહિત ₹2,65,312 ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, સ્થળ પરથી નંબર પ્લેટ વગરની ₹40,000 ની કિંમતની એક હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પણ મળી આવી હતી. પાટણ એલ.સી.બી. શાખાના કર્મચારીઓ શંખેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે ટુવડ ગામની સીમમાં નદીવાળા ઓટામાં આવેલા ખેતરમાં વિષ્ણુજી ઉર્ફે લાલાજી નવઘણજી ઠાકોર નામનો શખ્સ સ્વિફ્ટ ગાડીમાંથી દારૂ ઉતારી રહ્યો છે. પોલીસે પંચો સાથે દરોડો પાડ્યો તે પહેલા જ આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે ખેતરના શેઢા પાસે કાળા કલરની તાડપત્રી નીચે છુપાવેલો દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. જેમાં વ્હાઇટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવર, કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર, મેજિક મોમેન્ટ્સ જામુન સ્પાઈસી અને ઓરેન્જ ફ્લેવર, તેમજ 8 PM સ્પેશિયલ રેર વ્હિસ્કીની બોટલોનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ માનસિંહે શંખેશ્વર પોલીસ મથકે વિષ્ણુજી ઉર્ફે લાલાજી નવઘણજી ઠાકોર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. શંખેશ્વર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવાજી બબાજી ઠાકોરે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઝાડી-ઝાંખરામાંથી અજાણ્યા શખ્સનો કોહવાયેલો મૃતદેહ મળ્યો.:ધોરાજી ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી, મૃતદેહ કોહવાઈ ગયેલો હોવાથી પોલીસ દ્વારા ફોરેન્સિક પીએમની તજવીજ.
    Next Article
    Gandhinagar Congress Protest News | કોંગ્રેસના વિરોધ સમયે ધારાસભ્ય સીડી પરથી ગબડી પડ્યા ! | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment