Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેશનલ એક્સપ્રેસ-વે પરથી LCBએ વિદેશી દારૂ ઝડપ્યો:હલધરૂ સીમમાં ₹19 લાખથી વધુના વિદેશી દારૂ સાથે સુરેન્દ્રનગરનો ટેમ્પોચાલક ઝડપાયો

    12 hours ago

    એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે હલધરૂ ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે નંબર-૪ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ ૧૯ લાખ ૧૧ હજારથી વધુના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, એલસીબી પોલીસને બાતમી મળી હતી કે અશોક લેલેન્ડ ટેમ્પો નંબર GJ-14-Z-0016 નો ચાલક પોતાના કબજાના ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને હલધરૂ ગામની સીમમાં ઉત્તરબુનિયાદી આશ્રમશાળાની સામે મુંબઈથી દિલ્હી જતા નેશનલ એક્સપ્રેસ હાઇવે નંબર-૪ પરથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે એલસીબી પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. બાતમીવાળો ટેમ્પો ત્યાં આવી પહોંચતા પોલીસે તેને અટકાવી ચાલકને સાથે રાખી ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ૭ લાખ ૮૩ હજાર ૬૦૦ રૂપિયા કિંમતની ૨,૮૩૨ નંગ વિદેશી દારૂની બોટલો, ૫ લાખ રૂપિયા કિંમતનો ટેમ્પો, ૬ લાખ ૧૯ હજાર ૫૦૦ રૂપિયા કિંમતની એસ મોર્ટર સીલની ૫૦૦ નંગ બોરીઓ (બેગ), ૭ હજાર રૂપિયા કિંમતનો એક મોબાઈલ ફોન અને ૧ હજાર રૂપિયા રોકડા મળી કુલ ૧૯ લાખ ૧૧ હજાર ૧૦૦ રૂપિયા કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ટેમ્પો ચાલક સંજય વશરામ માધડ (ઉંમર ૨૫, ધંધો ડ્રાઇવિંગ, રહે. ડોળીયા ગામ, કોળીનાસનુ, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર) ની અટકાયત કરી હતી. આ ઉપરાંત, વિદેશી દારૂનો જથ્થો ટેમ્પોમાં ભરી આપનાર મુકેશ જગા રાઠોડ (રહે. ડોળીયા ગામ, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર) ને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘Condemn unjust, illegal war on Iran’ – Omar seeks PM Modi’s intervention to end West Asia conflict
    Next Article
    'અધિકારીઓ, નેતાઓ-બિઝનેસમેનો જૂનાગઢને લૂંટે છે':મેવાણી 'સ્વાભિમાન સંમેલન'માં આકરા પાણીએ, રાજકોટ DCP વિરુદ્ધ કાર્યવાહી ન થાય તો 14મીએ મહાસંમેલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment