Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંબડીમાં વાયર ચોરીનો ભેદ ઉકેલાયો:LCBએ ₹1.46 લાખના 480 KG એલ્યુમિનિયમ વાયર સાથે એક ઝડપ્યો

    6 days ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના રાસ્કા ગામની સીમમાં થયેલી ઇલેક્ટ્રિક વાયરની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આ ગુનામાં એક આરોપીની ધરપકડ કરી, ચોરી થયેલા આશરે 480 કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર, જેની કિંમત ₹1,46,928 છે, તે જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, તેમજ શરીર સંબંધિત અને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને ઘરફોડ ચોરીઓ અને ઇલેક્ટ્રિક વાયર ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢી આરોપીઓને મુદ્દામાલ સાથે તાત્કાલિક પકડવા માટે LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને નિર્દેશ આપ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે, ટીમે લીંબડી-ચોટીલા હાઈવે રોડ પર કાંધાસરના પાટિયા પાસે એક અવાવરુ જગ્યામાંથી ચોરી કરીને છુપાવેલા આશરે 480 કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર કબ્જે કર્યા હતા. પોલીસે ₹1,46,928 ની કિંમતના આશરે 480 કિલોગ્રામ એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયર જપ્ત કર્યા છે. આ ગુનામાં કિશનલાલ મોહનલાલ ગુર્જર (રહે. ગામ ડીડવાના, તા. આમેટ (પારદી), જિ. રાજસમન્દ, રાજસ્થાન) નામના એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે. કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીને વધુ કાર્યવાહી માટે ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ ગુનામાં અન્ય કેટલાક આરોપીઓ હજુ ફરાર છે, જેમાં કૈલાશસિંહ ઉર્ફે જીવરાજસિંગ (હાલ રહે. ટંકારા, મૂળ રહે. બ્યાવર, રાજસ્થાન), પ્રહલાદ નકુલભાઈ રાઉત (હાલ રહે. આણંદપર, સિલ્વર કારખાનાની ઓરડીમાં, જિ. જામનગર, મૂળ રહે. ભીખમપુર, પો.સ્ટ. ભેરવપર, થાના જામા, જિ. દુમકા, ઝારખંડ), શ્રવનસિંગ, રાજુ અને અન્ય બે અજાણ્યા ઇસમોનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    અશાંતધારાના ભંગ મામલે સરકાર આકરા પાણીએ:SDM પ્રતિભા અને ડ્રાઇવર પર 14 લાખની લાંચના આક્ષેપ મામલે પ્રભારી મંત્રી કૌશિકે કડક ચેતવણી આપી – “દોષિતને છોડવામાં નહીં આવે”
    Next Article
    Iftar on the Ganga: Police now charge 14 arrested men with extortion

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment