Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં LCBએ ₹11,604નો દારૂ ઝડપ્યો:રણછોડ ઉર્ફે છલિયાના ઘરેથી 14 વિદેશી બોટલ, 10 લીટર દેશી દારૂ મળ્યો

    9 hours ago

    પાલનપુર શહેર પશ્ચિમ વિસ્તારમાં LCB પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક રહેણાંક મકાનમાંથી ₹11,604નો દારૂ ઝડપી પાડ્યો છે. રણછોડ ઉર્ફે છલિયા નામના શખ્સના ઘરેથી 14 વિદેશી દારૂની બોટલ અને 10 લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા દારૂ-જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે કડક અમલવારીની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં, પાલનપુર LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈએ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઇસમો પર વોચ રાખવા અને કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. આ આદેશના આધારે, LCB પોલીસ સ્ટાફ પાલનપુર શહેર પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે, માનસરોવર બ્રિજ નીચે ખોડિયારનગર, માનસરોવર ફાટક પાસે રહેતો રણછોડ ઉર્ફે છલિયો સલાટના મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની 14 બોટલ (કિંમત ₹9,604) અને 10 લીટર દેશી દારૂ (કિંમત ₹2,000) મળી કુલ ₹11,604નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી સામે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની સ્કૂલોને ધમકી ભર્યો ઇ-મેલ:બોર્ડના છેલ્લા પેપર વચ્ચે આનંદ નિકેતન, ઝાયડસ, કેલોરેક્સ અને સંત કબીર સહિતની સ્કૂલોને ઉડાવી દેવા ધમકી, પોલીસ ઘટનાસ્થળે
    Next Article
    OpenAI releases GPT-5.4 mini and nano, its most capable small models yet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment