Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માધાપરની ઘરફોડ ચોરીમાં બે આરોપી ઝડપાયા:LCBએ સોના-ચાંદીના દાગીના, મોબાઇલ સહિત રૂ. 8.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

    एक दिन पहले

    કચ્છમાં ઘરફોડ ચોરીના બનાવો પર અંકુશ લાવવા અને આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મહત્વપૂર્ણ સફળતા મળી છે. માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી રાત્રિ ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી મોબાઇલ ફોન અને સોનાના દાગીના સહિત કુલ રૂ. 8,45,130નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દરમિયાન LCBના કર્મચારીઓને બાતમી મળી હતી કે માધાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં શંકાસ્પદ સુનીલ કૈલાસભાઈ દેવીપૂજક ભુજની રામનગરી વિસ્તારમાં કમલની દુકાન પાસે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરી સુનીલને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ દરમિયાન ગુનામાં સંડોવણી અંગે મહત્વપૂર્ણ કડીઓ મળી આવતાં તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો હતો. ત્યારબાદ આનંદ મુકેશભાઈ દેવીપૂજકને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ પાસેથી એક મોબાઇલ ફોન, સોનાના દાગીના અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 8,45,130ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં મનસુખ હરેશભાઈ પરમાર ઉર્ફે દેવીપૂજકનું નામ પણ સામે આવ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને ઝડપી પાડવા તપાસ ચાલુ છે. આ મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305 અને 331(4) હેઠળ ગુનો નોંધાયો હતો. પકડાયેલા બંને આરોપીઓ સામે BNSSની કલમ 35(1)(ઇ) મુજબ કાર્યવાહી કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લીલી પરિક્રમા પૂર્વે ભવનાથમાં ભાવિકોનો ઘસારો, એસટીનું આયોજન:ગિરનાર લીલી પરિક્રમા પૂર્વે જ ભવનાથમાં યાત્રિકો ઉમટ્યા; એસટી વિભાગ દ્વારા 450 બસોનું સંચાલન અને વિશેષ સુવિધાઓ ગોઠવાઈ
    Next Article
    अब ट्रंप का क्या होगा, नाम के रह जाएंगे राष्ट्रपति, डेमोक्रेट का दोनों सदनों में प्रचंड बहुमत

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment