Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ LCBએ ઇનોવા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડ્યો:ખસ ગામે ખોડિયાર મંદિર નજીકથી ચોરખાનામાં છુપાવેલી 796 બોટલો સાથે 2 ઝડપાયા

    7 hours ago

    બોટાદ LCB પોલીસે ખસ ગામમાં બોટાદ રોડ પર આવેલા ખોડિયાર મંદિર પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો છે. આ દારૂ ઇનોવા કારમાં ચોરખાનું બનાવીને છુપાવવામાં આવ્યો હતો. પોલીસને કારમાંથી વિદેશી દારૂની કુલ 796 બોટલો મળી આવી હતી. પકડાયેલા દારૂની કિંમત આશરે 2.63 લાખ રૂપિયા છે. દારૂ ઉપરાંત, પોલીસે ઇનોવા કાર અને એક મોબાઇલ ફોન સહિત કુલ 7.73 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં LCBએ મોરબીના સાહીલભાઈ કરીમભાઈ મેમણ અને વાંકાનેરના હસનભાઈ હનીફભાઈ કુરેશી નામના બે આરોપીઓને પકડી પાડ્યા છે. જોકે, બોટાદનો રાહુલભાઈ જાદવભાઈ ઓળકિયા નામનો એક શખ્સ હજુ ફરાર છે. હાલ LCB આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. ફરાર આરોપી રાહુલભાઈને પકડવા માટે પોલીસે કાર્યવાહી ઝડપી બનાવી છે.
    Click here to Read More
    Previous Article
    India At Asian Games 2026: Full Schedule, Match Timings For September 21 Events
    Next Article
    'Runaway Board': Abhishek Singhvi Backs Tata Trusts' 'Shareholder Primacy'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment