Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓખા બ્રિજ સ્ક્રેપ કૌભાંડમાં LCBએ 7 આરોપી ઝડપ્યા:ખોટી નંબર પ્લેટ, બોગસ ઇ-વે બિલથી GST ચોરી કરતા હતા

    3 days ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ઓખા બ્રિજ સ્ક્રેપ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતી આ આંતરજિલ્લા ટોળકીના 7 સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 58.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ ખોટી નંબર પ્લેટ અને બોગસ ઇ-વે બિલનો ઉપયોગ કરીને GSTની છેતરપિંડી આચરતા હતા. આ ટોળકીએ એકસરખા દેખાવ ધરાવતી બે આઇસર ટ્રકો ભાડે લીધી હતી, જેમાં માત્ર એક અંકનો તફાવત હતો. એક ટ્રકમાં ઓછું વજન ધરાવતી રેતી અને સિમેન્ટના બ્લોક ભરી વજનકાંટો કરાવવામાં આવતો, જ્યારે બીજી ટ્રકમાં મોટા પ્રમાણમાં લોખંડનો સ્ક્રેપ ભરવામાં આવતો.ત્યારબાદ, નંબર પ્લેટમાં ફેરફાર કરીને ઓછા વજનવાળી ટ્રકનો વજનકાંટો સ્ક્રેપ ભરેલી ટ્રકના નામે દર્શાવી બોગસ ઇ-વે બિલ તૈયાર કરાતું હતું. આ રીતે ઓછું વજન દર્શાવી સરકારને ચૂકવવાના GSTમાં મોટાપાયે છેતરપિંડી કરવામાં આવતી હતી. પોલીસે બંને આઇસર ટ્રક (MH-03-EG-5385 અને MH-03-EG-5365) ઝડપી પાડી હતી.આ મામલે ઓખા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને PI કે.એમ. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં મુકેશ સુથાર (વડોદરા), રવિ મિશ્રા (ભરૂચ), નુરમિયા ઉર્ફે બબલુ પઠાણ (વડોદરા), બબ્બનકુમાર ભારદ્વાજ (વડોદરા), દેવાંશુ રાજપુત (વડોદરા), જયસુખ વાઢેર (મૂળ કોડીનાર, હાલ વડોદરા) અને હિલેરી પોલ એન્ટોની કેસ્ટેલી (મુંબઈ)નો સમાવેશ થાય છે. પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં બે આઇસર ટ્રક, એક મહિન્દ્રા સ્કોર્પિયો, એક મારુતિ સ્વિફ્ટ કાર, રૂ. 42 હજાર રોકડા, 11 મોબાઇલ ફોન, રેતી-સિમેન્ટના બ્લોક તથા અંદાજે 28,700 કિલો લોખંડનો સ્ક્રેપનો સમાવેશ થાય છે. આ તમામનો કુલ મુદ્દામાલ રૂ. 58.86 લાખ આંકવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ટોળકી પૂર્વયોજિત ષડયંત્ર હેઠળ ખોટા દસ્તાવેજો બનાવી સરકારને GSTની આવકમાં નુકસાન પહોંચાડતી હતી. આ સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    તાપીનો ‘ચીમેર ધોધ’ સક્રિય, કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું:ભાવનગરના મહુવામાં બે કલાકમાં 3 ઈંચ; દરિયો તોફાની બન્યો, 3 નંબરનું સિગ્નલ લગાવાયું; 12 જિલ્લામાં રેડ એલર્ટ
    Next Article
    Messi Greets Reporter Sofi Amid 'Rumours', Stumps Everyone With His Comment

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment