Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં LCBનો દરોડો: 7 જુગારી રૂ.22.88 લાખ સાથે ઝડપાયા:શ્રીપાલ ચોકની શ્રીજી હાઈટ્સમાંથી રૂ.11.18 લાખ રોકડા, 2 કાર, 7 મોબાઈલ જપ્ત

    13 hours ago

    વેરાવળ શહેરના પોશ વિસ્તારમાં ચાલી રહેલી જુગારની પ્રવૃત્તિ સામે ગીર સોમનાથ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ કાર્યવાહી કરી છે. શ્રીપાલ ચોક પાસે આવેલી શ્રીજી હાઈટ્સના કંપાઉન્ડમાં વિનાયક રેસિડેન્સીના બ્લોક નં.3માં પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં જુગાર રમતા સાત લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રોકડ રકમ, બે કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.22.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બાતમીના આધારે LCBની ટીમે વેરાવળના શ્રીપાલ ચોક વિસ્તારમાં આવેલા શ્રીજી હાઈટ્સના કંપાઉન્ડમાં વિનાયક રેસિડેન્સીના બ્લોક નં.3માં દરોડો પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આનંદ પ્રકાશભાઈ રતનધાયરા આ મકાનમાં જુગારની પ્રવૃત્તિ ચલાવતો હતો. દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા સાત શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે પકડેલા શખ્સોમાં વેરાવળના આનંદ પ્રકાશ રતનધાયરા અને નિલેશ હરસુખલાલ સાંગાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચોરવાડના ભરત ઉર્ફે કાતકર લખમણભાઈ પંડિત, ગડુના દિક્ષિત જયેશભાઈ ત્રિવેદી, અમરાપુરના ધીરૂભાઈ ભાદાભાઈ બારડ તથા ગોરખમઢીના અરવિંદ બાલુભાઈ બાંભણીયા અને રાકેશ નરોતમભાઈ લુકા પણ ઝડપાયા હતા. દરોડા દરમિયાન પોલીસે રૂ.11,18,200ની રોકડ રકમ, રૂ.10 લાખની કિંમતની બે ફોરવ્હીલ કાર અને રૂ.1.70 લાખની કિંમતના સાત મોબાઈલ ફોન મળી કુલ રૂ.22,88,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. LCBની ટીમે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુગારધામ સામેની આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    The climate blindspot in India’s new labour codes
    Next Article
    ભારે વિનાશ પછી ઇન્ટરનેશનલ મીડિયા પહેલીવાર તિબેટ પહોંચ્યું:ચીની વિદેશ મંત્રાલયે મુલાકાત કરાવી, નેપાળ પૂર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5000 લોકો ગુમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment