Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ LCBએ લક્ઝરી બસમાંથી રૂ. 6.62 લાખનો દારૂ ઝડપ્યો:મુંબઈ-અમદાવાદ હાઈવે પરથી રૂ. 36.77 લાખનો મુદ્દામાલ જપ્ત, બસ ચાલક ફરાર

    8 hours ago

    વલસાડ LCBએ મુંબઈ-અમદાવાદ હાઈવે પરથી એક લક્ઝરી બસમાંથી રૂ. 6.62 લાખનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે બસ, દારૂ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 36.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, બસનો ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને આ સફળતા મળી છે. સુરત વિભાગના આઈજીપી પ્રેમ વીર સિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ LCB પીઆઈ એ.યુ. રોઝના માર્ગદર્શનમાં ટીમ પ્રોહિબિશન પ્રવૃત્તિઓ રોકવા પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન LCBના પોલીસ કોન્સ્ટેબલ યોગેશ કાંતિલાલને એક ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર આવેલા સરોધી ગામ નજીક મહાદેવ હોટેલ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ત્યાંથી પસાર થતી ડાર્ક બ્રાઉન કલરની લક્ઝરી બસને અટકાવવામાં આવી હતી. બસની તલાશી લેતા તેમાંથી ગુપ્ત રીતે છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં 131 બોક્સ વિદેશી દારૂ અને બીયર (કુલ 2,628 બોટલ/ટીન, ક્ષમતા: 1391.400 લીટર)નો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 6,62,640 છે. આ ઉપરાંત, ₹30 લાખની લક્ઝરી બસ અને ₹15,000ના ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આમ, કુલ ₹36,77,640 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન લક્ઝરી બસનો ચાલક પોલીસને થાપ આપીને નાસી છૂટ્યો હતો. પોલીસે તેના નામ-સરનામાની વિગતો મેળવવા માટે તપાસ શરૂ કરી છે. આ અંગે કોન્સ્ટેબલ યોગેશ કાંતિલાલે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આગળની તપાસ માટે તમામ મુદ્દામાલ વલસાડ રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    લીમખેડામાં સાંસદ જશવંતસિંહ ભાભોરે નવા વર્ગખંડોનું લોકાર્પણ કર્યું:સરકારી અંગ્રેજી શાળામાં 52 લાખના ખર્ચે 3 આધુનિક રૂમ બન્યા
    Next Article
    Lucknow Fire Tragedy: Abdul की जान गई, पिता पैरालाइज़्ड हैं! Aliganj Fire | Yogi Adityanath

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment