Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજની હેન્ડીક્રાફ્ટ દુકાનમાં ચોરી કરનારા બે શખ્સ ઝડપાયા:LCBએ અજરખ-મશરૂના કાપડ, મોબાઇલ અને ઇકો કાર સહિત રૂ. 6.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

    1 day ago

    ભુજ શહેરમાં વેપારીની દુકાનને નિશાન બનાવી ચોરી કરવાના બનાવનો ભેદ ઉકેલવામાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને સફળતા મળી છે. ભુજના મહેરઅલી ચોક નજીક આવેલી ઉજ્જવલ હેન્ડીક્રાફ્ટ નામની દુકાનમાં થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા બે યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા વિવિધ પ્રકારના કાપડ અને અન્ય મુદ્દામાલ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ફોર વ્હીલર કાર પણ કબજે કરવામાં આવી છે. પોલીસ કર્મચારી વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહેરઅલી ચોકની હેન્ડીક્રાફ્ટ દુકાનમાં થયેલી ચોરીમાં સંડોવાયેલા બે શખ્સો પાટવાડી નાકા ચાર રસ્તા પાસે સુઝુકી ઇકો કારમાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં ભુમિત રમેશભાઈ મારવાડા (ઉં.વ. 21) અને સોહીલ અબ્દુલકરીમ હજામ ઉર્ફે ખલીફા (ઉં.વ. 19) મળી આવ્યા હતા. બંને ભુજમાં રહેતા હોવાનું અને મૂળ અનુક્રમે સાંયરા (યક્ષ) તથા સાંધણ ગામના હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન બંનેએ ચોરીના ગુનામાં સંડોવણી હોવાની કબૂલાત આપ્યાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી અજરખ મશરૂ થાન 12, મશરૂ કુર્તી 12, મશરૂ ચોલી 2, બાંધણી દુપટ્ટા 3 અને પ્લેન મશરૂ થાન 48 સહિત કુલ રૂ. 84,100ની કિંમતનો કાપડનો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત રૂ. 30 હજારના બે મોબાઇલ ફોન અને અંદાજિત રૂ. 5 લાખની કિંમતની સફેદ સુઝુકી ઇકો કાર (GJ-12-FH-0279) પણ કબજે કરવામાં આવી છે. આમ, કુલ રૂ. 6,14,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર 1086/2026માં BNSની કલમ 305(એ) અને 331(3)(4) મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓને BNSSની કલમ 35(1)(ઇ) હેઠળ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    6,6,4,4 અને W:ડેરીલ મિચેલે સતત બાઉન્ડરી ફટકાર્યા પછી મયંકના જોરદાર યોર્કર સામે ઘૂંટણીએ પડ્યો; NZની ત્રીજી વિકેટ પડી
    Next Article
    ગુજરાતમાં ખેડૂત પાયમાલ થયો:રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય કિસાનોની મશ્કરી સમાન, તમામ જિલ્લામાં દુષ્કાળ જાહેર કરી ખેડૂતોનાં દેવા માફ કરવા જોઈએ, PM મોદી સમીક્ષા કરે : અમિત ચાવડા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment