Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીરપોરમાં ખેતરની બંગલીમાંથી જુગારધામ ઝડપાયું:LCB-પેરોલ સ્ક્વોડે 6 જુગારીઓને ₹1.71 લાખના મુદ્દામાલ સાથે પકડ્યા

    12 hours ago

    તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વીરપોર ગામમાં એક ખેતરની બંગલીમાંથી જુગારધામ ઝડપાયું છે. તાપી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે સંયુક્ત દરોડો પાડી 6 જુગારીઓને પકડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ, વાહનો અને મોબાઈલ સહિત કુલ ₹1,71,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈને બાતમી મળી હતી. બાતમી મુજબ, વીરપોર ગામના ગામઠાણ ફળિયામાં મજીદ નુરૂદ્દીન મલેકના ખેતરની બંગલીમાં ગંજીપાના વડે જુગાર રમાઈ રહ્યો હતો. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે મજીદ નુરૂદ્દીન મલેક (રહે. ઉંભલદા, ઉચ્છલ), હસનૈન હુસૈન જત (ઉં.વ. 40, રહે. રાણીઆંબા, વ્યારા), વાજીદ અજીતભાઈ મલેક (ઉં.વ. 23, રહે. ઉંભલદા, ઉચ્છલ), ઇરફાન ઇબ્રાહીમ મલેક (ઉં.વ. 42, રહે. ખુશાલપુરા, વ્યારા), કાસમ ગુલામભાઈ જત (ઉં.વ. 40, રહે. મરાઠાવાડ, વ્યારા) અને મહેબૂબ સિકંદર મલેક (ઉં.વ. 28, રહે. જમાદાર ફળિયું, સોનગઢ) ને રંગેહાથ પકડી પાડ્યા હતા. પોલીસે દાવ પરથી ₹51,800 રોકડા, ₹35,000 ની કિંમતના 6 મોબાઈલ ફોન અને ₹85,000 ની કિંમતના 3 મોટરસાયકલ/મોપેડ જપ્ત કર્યા હતા. આમ, કુલ ₹1,71,800 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેમને વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં $1ના સિક્કા પર ટ્રમ્પની તસવીર:એક સિક્કો 230 રૂપિયામાં વેચાયો, થોડા કલાકોમાં જ આઉટ ઓફ સ્ટોક; ટ્રમ્પના ફોટાવાળી 250 ડોલરની નોટની પણ તૈયારી
    Next Article
    શાંતાદેવીના વિદ્યાભારતી સંકુલમાં શ્રી સરસ્વતી વિદ્યાલયમાં જન્માષ્ટમી ઉજવાઈ:ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ઉજવણી કરાઈ; શાળા પરિસર કૃષ્ણમય બન્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment