Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં LCBએ ફિલ્મી ઢબે દારૂ ભરેલી કાર ઝડપી:વડોદરાના બુટલેગરને રૂ. 5.59 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યો, દમણ કનેક્શન ખુલ્યું

    3 days ago

    નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. LCB સ્ટાફે ફિલ્મી ઢબે પીછો કરીને દારૂ ભરેલી SX4 કાર અને વડોદરાના એક બુટલેગરને દબોચી લીધો હતો. LCB સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, એક SX4 કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે, પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર એંધલ ગામમાં મેંગોનીઝ વિલ્લા સામે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતી શંકાસ્પદ SX4 કાર (રજી. નંબર: GJ 21 M 8125)ને રોકવાનો ઇશારો કરાતા, ચાલકે કાર ઊભી રાખવાને બદલે પૂરઝડપે હંકારી મૂકી હતી. કાર ચાલકે ખારેલ ઓવરબ્રીજ નીચેથી યુ-ટર્ન લઈ મુંબઈ તરફ અને ફરી એંધલ પાટીયાથી યુ-ટર્ન લઈ અમદાવાદ જતા ટ્રેક પર કાર ભગાવી હતી. LCB ટીમે ફિલ્મી ઢબે તેનો પીછો ચાલુ રાખ્યો હતો. આખરે, ઘેરાઈ ગયેલા બુટલેગરે એંધલ ગામ પાસે આઈમાતા હોટલ સામે સર્વિસ રોડ પર દારૂ ભરેલી કાર મૂકીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સતર્ક પોલીસ જવાનોએ દોડીને તેને ઘટનાસ્થળે જ પકડી પાડ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપી અફઝલખાન પઠાણની કારની તલાશી લેતા તેમાંથી પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કી, વોડકાની બોટલો તેમજ ટીન બીયર મળી કુલ 444 નંગ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 5,59,976/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રૂ. 2,59,476/- નો દારૂ, રૂ. 3,00,000/- ની SX4 કાર અને રૂ. 500/- નો મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પકડાયેલ આરોપીનું નામ અફઝલખાન કમરખાન અલીખાન પઠાણ (ઉં.વ. 35, રહે. અહેમદનગર, નવાયાર્ડ, વડોદરા; મૂળ ઉત્તર પ્રદેશ) છે. ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દમણ અને વડોદરાના 3 આરોપી વોન્ટેડ જાહેર પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો વડોદરાના બાજવા રોડ પર રહેતા વીકી બાબુભાઈએ મંગાવ્યો હતો, જ્યારે દમણ ખાતેથી એક અજાણ્યા ઇસમે આ કારમાં દારૂ ભરી આપ્યો હતો. પોલીસે આ ગુનામાં નીચેના આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે: 1. વીકી બાબુભાઈ (રહે. બાજવા કરોડિયા ફળિયા, વડોદરા - જથ્થો મંગાવનાર) 2. એક અજાણ્યો ઇસમ (દમણ ખાતેથી દારૂ ભરી આપનાર) 3. કારનો હાલનો માલિક તેમજ તપાસમાં ખુલનારા અન્ય શખ્સો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં લક્ઝુરિયસ 'મહાવીર હાઇટ્સ'માં ઝરણા વહ્યાં, મોંઘી કારો ડૂબી:પાણી ભરાતા રોડ પર બેસી લોકોનો વિરોધ, 57 તાલુકામાં વરસાદ; 6 દિવસ ગાજવીજ સાથે આગાહી
    Next Article
    Delhi Woman Lay In Pool Of Blood, Killer Husband Kept Changing Cities In UP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment