Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LCBએ શંખેશ્વરના મનવરપુરામાંથી દેશી દારૂની ચાલુભઠ્ઠી ઝડપી:5560 દારૂનો વોશ અને 90 લીટર દેશી દારૂ મળી ₹1.56 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ઝડપાયો

    9 hours ago

    પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મનવરપુરા ગામની સીમમાંથી એલ.સી.બી. પાટણની ટીમે દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી દારૂ, દારૂ ગાળવાનો વોશ અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ ₹1,56,250નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી દ્વારા જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સપેક્ટર આર.જી.ઉનાગરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ શંખેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, મનવરપુરા ગામે અજીતજી વશરામજી ઠાકોરના ખેતરમાં દારૂ અંગે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન, દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠીએથી અજીતજી વશરામજી ઠાકોર (રહે. મનવરપુરા, તા. શંખેશ્વર, જી. પાટણ) ને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 5560 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ (કિંમત ₹1,38,250) અને 90 લીટર દેશી દારૂ (કિંમત ₹18,000) જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, દારૂ ઉકાળવા માટેના પીપ, ચાડા, લાકડાં અને નળી જેવા સાધનો પણ કબ્જે કરવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપી અને જપ્ત કરાયેલા મુદ્દામાલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, વધુ તપાસ માટે શંખેશ્વર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    BJPનો મતલબ- ભાગી જાઓ પાકિસ્તાન:અખિલેશ યાદવનો CM યોગી પર પલટવાર, કહ્યું- પરિવારવાદનો પણ ફાયદો થાય છે, ઘરમાં જ 5 સાંસદ, તેથી સપા તૂટી નહીં
    Next Article
    નરોડા કોલેજમાં ઇન્ટર ક્લાસ સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ:24 સ્પર્ધાઓમાં 125 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment